ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / બુટલેગરોથી ગેંગસ્ટર સુધી SMCની કાર્યવાહી, પોણા બે વર્ષમાં ચાર વખત ફાયરિંગ કરવાની નોબત આવી!
Last Updated: 12:49 PM, 23 October 2026
ADVERTISEMENT
અંધારી રાત, પુરઝડપે દોડતી દારૂ ભરેલી કાર અને પાછળ પડેલી પોલીસની ટીમ! અચાનક કાર પોલીસકર્મીઓ તરફ ધસી આવે છે અને વાતાવરણમાં ગોળીનો અવાજ ગુંજી ઊઠે છે. બુટલેગર્સને પકડવા નીકળેલા સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમ માટે આ કોઈ ફિલ્મી દૃશ્ય નહીં, પરંતુ મેદાન પરનો ખતરનાક પડકાર છે. અમદાવાદના શાહીબાગમાં રર ઓક્ટોબરે હવામાં એક રાઉન્ડ ફાયરિંગની ઘટના સામે આવ્યા બાદ ફરી સવાલ ઊઠ્યો છે કે દારૂના કાળા કારોબાર પાછળ કેટલું જોખમી નેટવર્ક સક્રિય છે? બીલીમોરાથી દાહોદ અને શામળાજી સુધીના ઓપરેશનમાં ક્યાંક સામસામે ગોળીબાર થયો તો ક્યાંક કસ્ટડીમાં રહેલા આરોપીને કાબૂમાં લેવા ફાયરિંગ કરવું પડ્યું. બુટલેગર્સને પકડવા જતી પોલીસ સામે જ્યારે ગોળીઓનો ગડગડાટ શરૂ થાય છે ત્યારે આ લડાઈ માત્ર દારૂની હેરાફેરી રોકવાની રહેતી નથી, પરંતુ પોલીસની સુરક્ષાનો પણ મોટો સવાલ બની જાય છે. પોણા બે વર્ષમાં સ્ટેટ મોિનટરિંગ સેલની ટીમને ઓપરેશન દરમિયાન ચાર વખત ફાયરિંગ કરવાની નોબત આવી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
રર ઓક્ટોબરે શાહીબાગથી એરપોર્ટ રોડ તરફ દારૂ ભરેલી ક્રેટા કારનો પીછો કરતી એસએમસીની ટીમ સરસ્વતીપાર્ક સોસાયટી પાસે પહોંચી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે કારમાં સવાર શખ્સોએ પોલીસ પર કાર ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પીઆઈ મિતેશ ત્રિવેદીની ટીમે હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જોકે કારમાં સવાર આરોપીઓ પોલીસને હાથતાળી આપીને ફરાર થઈ ગયા હતા. આ ઘટનાએ ફરી સવાલ ઊભો કર્યો છે કે દારૂની હેરાફેરી કરતા શખ્સોને પકડવા જતી પોલીસ સામે કેટલી જોખમી પરિસ્થિતિ સર્જાઈ શકે છે.
ADVERTISEMENT
માર્ચ-ર૦ર૬માં અરવલ્લી જિલ્લાના શામળાજી નજીક સુખલાલ ઉર્ફે શંકર ડાંગીને લઈ જતી વખતે ફાયરિંગ થયું હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીએ હાથકડીથી પોલીસકર્મી પર હુમલો કરી તેનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન થયેલા ફાયરિંગમાં આરોપીના જમણા હાથમાં ગોળી વાગી હતી. આ બનાવે આરોપીઓને કસ્ટડીમાં લઈ જતી વખતે પોલીસની સુરક્ષાનો મુદ્દો ફરી ચર્ચામાં લાવ્યો હતો.
ADVERTISEMENT
ડિસેમ્બર-ર૦રપમાં દારૂના કેસના આરોપી અશોક પંવાર ઉર્ફે બિશ્નોઈને આસામથી ગુજરાત લાવવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન પોલીસકર્મીનું ગળું દબાવવાનો પ્રયાસ થયો હોવાના પોલીસના દાવા બાદ એસએમસીના પીઆઈ આર.જી. ખાંટે ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં આરોપીને પગમાં ગોળી વાગી હતી. કસ્ટડીમાં રહેલા આરોપીને લઈ જતી વખતે પણ પોલીસને જોખમી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો.
ADVERTISEMENT
નવેમ્બર-ર૦રપમાં નવસારીના બીલીમોરામાં એસએમસીની ટીમ અને શંકાસ્પદ હથિયારધારીઓ વચ્ચે સામસામે ફાયરિંગ થયું હતું. આ ઘટનામાં યશસિંહ સુંદરસિંહ નામના આરોપીને પગમાં ગોળી વાગી હતી. પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન ત્રણ પિસ્તોલ અને ર૭ કારતૂસ કબજે કરવામાં આવ્યાં હતાં. આ કાર્યવાહી માત્ર દારૂના દરોડા પૂરતી મર્યાદિત ન રહેતાં હથિયારો સાથે સંકળાયેલા ગુનાઈત નેટવર્ક સામેની કામગીરી તરીકે પણ ચર્ચામાં આવી હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.