ગુજરાતી સિનેમામાં છેલ્લા કેટલાક વર્ષોમાં વિષય અને જોનર સાથે નવા પ્રયોગો જોવા મળી રહ્યા છે. કોમેડી, ફેમિલી ડ્રામા અને રોમેન્ટિક ફિલ્મોથી આગળ વધીને હવે ગુજરાતી ફિલ્મમેકર્સ એક્શન, થ્રિલર અને એડવેન્ચર તરફ પણ નજર કરી રહ્યા છે. ‘ગેટ સેટ ગો’ આ જ પ્રયાસનું એક ઉદાહરણ છે.
માહિતી અને પ્રસારણ મંત્રાલયે જાહેર કરેલા 72મા રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ્સમાં વર્ષ 2024 દરમિયાન CBFC દ્વારા પ્રમાણિત થયેલી ફિલ્મોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. તેમાં ગુજરાતી ભાષાની શ્રેષ્ઠ ફિલ્મ તરીકે 'મારણ'ની પસંદગી કરવામાં આવી છે.
ગુજરાતી સિનેમા છેલ્લા કેટલાક વર્ષોમાં નવા વિષયો પર કામ કરી રહ્યું છે અને દર્શકોને અલગ પ્રકારની ફિલ્મો આપી રહ્યું છે. એવી જ એક ફિલ્મ 'કડકનાથ' હવે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે, જે સસ્પેન્સ, રહસ્ય અને આદિવાસી સંસ્કૃતિનું અનોખું મિશ્રણ રજૂ કરે છે.
ગુજરાતી સિનેમામાં જ્યારે 'કોમેડી' શબ્દ ઉમેરાય, ત્યારે પ્રેક્ષકોની અપેક્ષાઓનું મીટર આપોઆપ વધી જાય છે. લેટેસ્ટ રિલીઝ 'બધું ઓલરાઈટ છે' આવી જ એક અપેક્ષા સાથે આવી છે. ફિલ્મ શું ખરેખર 'ઓલરાઈટ' છે?