ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / દારૂની હેરાફેરીની નવી 'સેફ ગેમ'નો પર્દાફાશ! શામળાજી બોર્ડર પર દારૂ ભરેલી ક્રેટા મૂકી અમદાવાદમાં અપાતો હતો મૌખિક મેસેજ

ગુજરાત / દારૂની હેરાફેરીની નવી 'સેફ ગેમ'નો પર્દાફાશ! શામળાજી બોર્ડર પર દારૂ ભરેલી ક્રેટા મૂકી અમદાવાદમાં અપાતો હતો મૌખિક મેસેજ

Published By: Nidhi Panchal

Last Updated: 02:54 PM, 6 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દારૂની હેરાફેરી માટે હવે મોબાઈલ પર વાતચીત કરવાની પણ જરૂર પડતી નથી! રાજસ્થાનથી શામળાજી બોર્ડર સુધી દારૂ ભરેલી કાર પહોંચાડીને તેને બિનવારસી મૂકી દેવામાં આવે છે અને ત્યાર બાદ મૌખિક મેસેજથી અમદાવાદ સુધી દારૂ પહોંચાડવાની આખી રમત ચાલે છે.

ADVERTISEMENT

દારૂની હેરાફેરીમાં હવે મોબાઈલ ફોન પર વાતચીત કરવાની પણ જરૂર નથી. શામળાજી બોર્ડર પાસે એક બ્રિજ નીચે ક્રેટા ગાડી પડી છે, તેને લઈને અમદાવાદમાં પહોંચાડી દેવાની છે. બસ, આટલો જ મેસેજ અને શરૂ થઈ જાય છે દારૂની હેરાફેરીની આખી રમત. રાજસ્થાનના દારૂના ઠેકેદારો ગાડીમાં દારૂ ભરીને બોર્ડર સુધી પહોંચાડી દે છે. ત્યાર બાદ ગાડી બિનવારસી મૂકીને અમદાવાદના બુટલેગર્સને સિગ્નલ આપી દે છે. અમદાવાદના બુટલેગર્સ પોતાના મળતિયાઓ મારફતે ખેિપયાઓ સુધી મૌખિક મેસેજ પહોંચાડે છે. ગાડી ક્યાં પડી છે, ક્યાંથી લેવાની છે અને કોને પહોંચાડવાની છે તેની જાણકારી આપી દેવામાં આવે છે. આ આખી ગેમમાં મોબાઈલ કનેક્ટિવિટીનો ઉપયોગ ટાળવામાં આવે છે, જેથી તપાસનો રેલો આવે તો મોટાં માથાંઓ સુધી પહોંચવું મુશ્કેલ બને, જોકે આ સેફ ગેમમાં સૌથી વધુ જોખમ ખેિપયાઓનું હોય છે. ગાડી સાથે તેઓ પકડાય તો સીધા પોલીસના સકંજામાં આવી જાય છે, જ્યારે દારૂના અસલી સપ્લાયર્સ દૂર રહીને પોતાને સુરક્ષિત રાખે છે.

Liquor

આવી જ મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ એસજી હાઈવે પર ‌િનરમા યુનિવર્સિટી નજીક સોલા પોલીસની કાર્યવાહી દરમિયાન થયો છે. પોલીસે ક્રેટા કારમાંથી ૧૮૦૦ બોટલ વિદેશી દારૂનો ૪.પર લાખનો જથ્થો ઝડપી ડીસાના ચેતન માળીની ધરપકડ કરી હતી. તપાસમાં ચેતને પોલીસને જણાવ્યું હતું કે રાણીપમાં રહેતા જીતુ રાવળે તેને શામળાજી બોર્ડર નજીકના એક બ્રિજ નીચે ક્રેટા ગાડી પડી હોવાની જાણ કરી હતી. આ ગાડી ગુલબાઈ ટેકરા ખાતે રહેતી સોનલ નામની મહિલાને પહોંચાડવાની હતી એટલે કે ગાડી કોની છે, દારૂ કોણે ભર્યો છે અને સપ્લાય કોને કરવાનો છે તેની સીધી કડી ખે‌િપયા સુધી પહોંચતી નથી. ચેતન ગાડી લઈને અમદાવાદ પહોંચે તે પહેલાં જ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.

દારૂ ભરેલી ક્રેટા કારનો ફિલ્મી ઢબે પીછો કરી જથ્થો ઝડપી પાડ્યો

આ જ રીતે મણિનગરના ‌જિરાફ સર્કલ પાસે ઝોન-૬ એલસીબીએ પણ દારૂ ભરેલી ક્રેટા કારનો ફિલ્મી ઢબે પીછો કરી જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસને બાતમી મળી હતી કે ક્રેટામાં દારૂ ભરીને કેટલાક શખ્સો મણિનગર તરફ આવી રહ્યા છે. પોલીસે કારને રોકવાનો પ્રયાસ કરતાં ચાલકે ગાડી ભગાવી હતી, જોકે પોલીસે પીછો કરી કારને ઘેરી લીધી હતી. કારમાંથી ઊતરીને ભાગવાનો પ્રયાસ કરનારા શખ્સોને પણ ઝડપી લેવામાં આવ્યા હતા. તપાસમાં દારૂનો જથ્થો શામળાજી પાસેથી વિવેકસિંહ ઉર્ફે બાપુ પાસેથી લાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. આ કાર્યવાહીમાં ૩.૭૪ લાખનો દારૂ અને કાર સહિત કુલ ૧૭.૩૧ લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો.

ખે‌પિયા પકડાય, અસલી ખેલાડીઓ સુધી પહોંચવું પડકારરૂપ |

દારૂની હેરાફેરીની આ પદ્ધતિમાં સૌથી મોટો ફાયદો સપ્લાયર્સને થતો હોવાનું તપાસમાં સામે આવી રહ્યું છે. બોર્ડર સુધી દારૂ પહોંચાડનાર અને અમદાવાદમાં ગાડી ઉપાડનાર વચ્ચે સીધો સંપર્ક ન રહે તે રીતે વ્યવસ્થા ગોઠવવામાં આવે છે, પરિણામે ગાડી સાથે ખે‌િપયો પકડાય તો તેની સામે કાર્યવાહી થાય છે, પરંતુ દારૂના જથ્થા પાછળનું મોટું નેટવર્ક શોધવું પોલીસ માટે પડકારરૂપ બને છે, જોકે સોલા પોલીસ અને ઝોન-૬ એલસીબીની કાર્યવાહી બાદ આ નેટવર્કમાં સામેલ અન્ય લોકોની ભૂમિકા તપાસનો વિષય બની છે. મણિનગરના કેસમાં એલસીબીએ સા‌િહલ, ધ્રુવ ઉર્ફે ધુ‌િલયો, વિવેકસિંહ, સુજલ, રાહુલ, યોગેશ અને પાર્થ સામે ગુનો નોંધાવ્યો છે. હવે આ ગાડીઓ પાછળના અસલી સપ્લાયર્સ અને સ્થાનિક બુટલેગર્સ વચ્ચેની કડીઓ સુધી પોલીસ પહોંચે છે કે નહીં તે જોવાનું રહેશે.

આ પણ વાંચો : ધનતેરસની ખરીદીમાં ચોરી-લૂંટનો ખતરો ટાળવા અમદાવાદ પોલીસ એલર્ટ! માણેકચોકથી સીજી રોડ સુધી વધારાનો બંદોબસ્ત

શામળાજી પાસે દારૂ ભરેલી ગાડી લેવા માટે ગયા હતા

એલસીબીએ ઝડપેલા બંને યુવકો બાઈક ઉપર શામળાજી પાસે દારૂ ભરેલી ગાડી લેવા માટે ગયા હતા. શામળાજી બોર્ડર નજીક બુટલેગર્સે તેમને ગાડી આપી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

■ ભગીરથસિંહ ગઢવી, ડીસીપી ઝોન-૬

ડીસાના આરોપી ચેતન માળીને રાણીપના જીતુ રાવળ નામના યુવકે શામળાજી િબ્રજ નીચે પાર્ક કરેલી ક્રેટા કાર લઈને ગુલબાઈ ટેકરા પર રહેતી એક મહિલા બુટલેગરને આપવાનો ઓર્ડર આપ્યો હતો. ચેતન ત્યાંથી િબનવારસી રહેલી કાર લઈને અમદાવાદ આવી ગયો હતો.

■ કે. એન. ભૂખણ, પોલીસ ઈન્સ્પેક્ટર, સોલા પોલીસ સ્ટેશન

બોર્ડરથી અમદાવાદ સુધી દારૂ પહોંચાડવાની સેફ ગેમ

■ પ્રથમ તબક્કો: રાજસ્થાનના ઠેકેદારો દારૂ ભરેલી ગાડીને શામળાજી બોર્ડર સુધી પહોંચાડે છે.

■ બીજો તબક્કો: ગાડીને બ્રિજ નીચે કે અન્ય નિશ્ચિત સ્થળે બિનવારસી મૂકી દેવામાં આવે છે.

■ ત્રીજો તબક્કો: અમદાવાદના બુટલેગર્સ પોતાના મળતિયાઓ મારફતે ખેિપયાઓને મૌખિક મેસેજ પહોંચાડે છે.

■ ચોથો તબક્કો: ખેિપયાને ગાડીનું લોકેશન આપી તેને અમદાવાદમાં નક્કી કરેલા સ્થળે પહોંચાડવાનું કહેવામાં આવે છે.

■ પાંચમો તબક્કો: ગાડી અમદાવાદ પહોંચ્યા બાદ દારૂનો જથ્થો સ્થાનિક બુટલેગર્સ સુધી પહોંચાડવાનો હોય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Shamlaji Border Liquor Smuggling Ahmedabad Bootleggers

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ