ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / ઈરાન-અમેરિકા વચ્ચે ફરી યુદ્ધના ભણકારા! કતાર મારફતે મોકલ્યો પરમાણુ પ્રસ્તાવ, વાતચીત માટે ઈરાને મૂકી 7 આકરી શરતો

વિશ્વ / ઈરાન-અમેરિકા વચ્ચે ફરી યુદ્ધના ભણકારા! કતાર મારફતે મોકલ્યો પરમાણુ પ્રસ્તાવ, વાતચીત માટે ઈરાને મૂકી 7 આકરી શરતો

Published By: Nidhi Panchal

Last Updated: 09:10 AM, 6 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક તરફ યુદ્ધનો ભય અને બીજી તરફ શાંતિ માટે વાટાઘાટોના પ્રયાસો... ઈરાન અને અમેરિકા વચ્ચે ફરી એકવાર રાજદ્વારી હલચલ તેજ બની છે. ઈરાને કતાર મારફતે અમેરિકાને પરમાણુ પ્રસ્તાવ મોકલ્યો છે, પરંતુ વાતચીત શરૂ કરવા માટે સાત શરતો પૂરી કરવાની સ્પષ્ટ માગ કરી છે.

ADVERTISEMENT

ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવનો અંત આવશે કે ફરી એકવાર મધ્યપૂર્વમાં યુદ્ધની આગ ભડકશે? આ સવાલ વચ્ચે બંને દેશો વચ્ચે વાટાઘાટો માટે એક નવો પ્રયાસ શરૂ થયો છે. ઈરાને કતાર મારફતે અમેરિકા સુધી પોતાનો પરમાણુ પ્રસ્તાવ પહોંચાડ્યો છે. જોકે, આ પ્રસ્તાવ સાથે ઈરાને એવી શરતો પણ મૂકી છે, જેને કારણે બંને દેશો વચ્ચે વાતચીતનો રસ્તો સરળ દેખાતો નથી. ગુરુવારે મીડિયા સાથે વાત કરતા એક વરિષ્ઠ ઈરાની અધિકારીએ આ માહિતી આપી હતી. તેમણે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે અમેરિકા હાલમાં ઈરાનના પ્રસ્તાવની સમીક્ષા કરી રહ્યું છે. જોકે, ઈરાને સ્પષ્ટ કર્યું છે કે તેની સાત માંગણીઓ પૂર્ણ થશે તો જ વાટાઘાટો આગળ વધશે.

IRAn-2

ઈરાનની સાત માંગણીઓ પૂર્ણ થાય તો જ વાતચીત

ઈરાનના ટોચના સુરક્ષા અધિકારી મોહસેન રેઝાઈએ ગુરુવારે પોતાની શરતોનું પુનરાવર્તન કર્યું હતું. રશિયાની મુલાકાત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે ઈરાને અમેરિકા સામે સાત શરતો મૂકી છે. જ્યાં સુધી અમેરિકા આ શરતો પૂર્ણ નહીં કરે ત્યાં સુધી હોર્મુઝ સ્ટ્રેટ ખોલવામાં આવશે નહીં અને બંને દેશો વચ્ચે કોઈ વાટાઘાટો પણ કરવામાં આવશે નહીં.

યુદ્ધના નુકસાન બદલ વળતર ચૂકવવાનો સમાવેશ થાય

ઈરાનની મુખ્ય માંગણીઓમાં અમેરિકાએ તેના પર લગાવેલા પ્રતિબંધો હટાવવા, વિદેશમાં સ્થિર કરવામાં આવેલી ઈરાનની સંપત્તિઓ મુક્ત કરવી અને યુદ્ધના નુકસાન બદલ વળતર ચૂકવવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઈરાને અમેરિકાની નૌકાદળની નાકાબંધીનો અંત લાવવાની અને મધ્યપૂર્વના પ્રદેશમાંથી અમેરિકાના સૈન્ય દળોને પાછા ખેંચવાની પણ માગ કરી છે. આ તમામ શરતો ઈરાન તરફથી રજૂ કરવામાં આવી છે, જોકે અમેરિકાએ હજુ સુધી આ માંગણીઓનો સ્વીકાર કર્યો નથી.

અમેરિકાનું વલણ ઈરાનથી અલગ

બીજી તરફ, અમેરિકાનું વલણ ઈરાનથી અલગ છે. અમેરિકાનું કહેવું છે કે કોઈપણ પ્રારંભિક વાટાઘાટોમાં પરમાણુ મુદ્દાનો સમાવેશ થવો જરૂરી છે. એટલે કે બંને દેશો વચ્ચે માત્ર શરતોને લઈને જ નહીં, પરંતુ વાટાઘાટોની શરૂઆત કયા મુદ્દાથી થવી જોઈએ તે અંગે પણ મતભેદ છે. ઈરાન કતાર મારફતે પરમાણુ પ્રસ્તાવ મોકલી ચૂક્યું છે અને અમેરિકા તેની સમીક્ષા કરી રહ્યું છે. જોકે, વોશિંગ્ટન તરફથી શું જવાબ આપવામાં આવશે અને બંને દેશો વચ્ચે આગામી વાટાઘાટો ક્યારે શરૂ થશે તે હજુ સ્પષ્ટ નથી.

મધ્યસત્ર ચૂંટણી બાદ ફરી યુદ્ધ શરૂ થવાનો ભય

એક તરફ કતાર સહિતના મધ્યસ્થી દેશો ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ સમાપ્ત કરાવવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે, તો બીજી તરફ ફરીથી લશ્કરી સંઘર્ષ શરૂ થવાની આશંકા પણ વધી રહી છે. ખાસ કરીને અમેરિકાની મધ્યસત્ર ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ બંને દેશો વચ્ચે ફરી યુદ્ધ ફાટી નીકળે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. મંગળવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મધ્યસત્ર ચૂંટણીઓ બાદ ફરીથી લશ્કરી કાર્યવાહી શરૂ કરવાની શક્યતાને નકારી નહોતી. બીજી તરફ, ઈરાને પણ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો અમેરિકા તરફથી ફરી દુશ્મનાવટ શરૂ કરવામાં આવશે તો તેનો જવાબ અગાઉ કરતાં વધુ ગંભીર હશે. આ નિવેદનોને કારણે મધ્યપૂર્વમાં તણાવ ઓછો થવાને બદલે વધુ વધવાની આશંકા છે.

28 ફેબ્રુઆરીથી શરૂ થયો હતો ભીષણ સંઘર્ષ

ઉલ્લેખનીય છે કે 28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઇઝરાયલે ઈરાન પર હુમલો કર્યો હતો. તેના જવાબમાં ઈરાને ઇઝરાયલ ઉપરાંત ગલ્ફ દેશોમાં આવેલા એવા સ્થળો પર હુમલા કર્યા હતા, જ્યાં અમેરિકાનાં લશ્કરી થાણાં સ્થિત છે. આ હુમલાઓ બાદ સંઘર્ષનો વ્યાપ ધીમે ધીમે વધતો ગયો હતો. આ લડાઈ લેબનોન સુધી પણ ફેલાઈ હતી, જ્યાં ઈરાન સમર્થિત હિઝબુલ્લાહ અને ઇઝરાયલ વચ્ચે સંઘર્ષ શરૂ થયો હતો. ત્યારબાદ યમનના હુતી બળવાખોરો પણ આ સંઘર્ષમાં જોડાયા હતા. તેમણે સાઉદી અરેબિયામાં ઊર્જા સ્થાપનો, એરપોર્ટ અને અન્ય મહત્ત્વપૂર્ણ સ્થળોને નિશાન બનાવ્યાં હતાં.

આ પણ વાંચો : ઇઝરાયલમાં સત્તા પરિવર્તનના સંકેત! નેતન્યાહૂની ખુરશી જોખમમાં, હરીફને મળ્યું 67 સાંસદોનું સમર્થન

હાલમાં કતાર મારફતે ઈરાને મોકલેલા પરમાણુ પ્રસ્તાવથી બંને દેશો વચ્ચે વાટાઘાટોની નવી શક્યતા ઊભી થઈ છે. પરંતુ ઈરાનની સાત શરતો અને અમેરિકાના પરમાણુ મુદ્દા પરના આગ્રહ વચ્ચે મોટો તફાવત છે. હવે સમગ્ર દુનિયાની નજર અમેરિકા આ પ્રસ્તાવનો શું જવાબ આપે છે તેના પર છે. જો બંને દેશો વચ્ચે સમજૂતી નહીં થાય તો મધ્યપૂર્વમાં ફરી એકવાર યુદ્ધની સ્થિતિ સર્જાઈ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Iran US Tension Donald Trump Iran Nuclear Proposal

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ