ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 11:29 AM, 6 November 2026
ADVERTISEMENT
ભારતમાં દિવાળી આવે એટલે આખું વાતાવરણ બદલાઈ જાય છે. બજારો ઝગમગી ઊઠે છે, ઘરોમાં રંગોળી અને દીવડાની સજાવટ થાય છે, ફટાકડાનો અવાજ ગૂંજે છે અને દરેક જગ્યાએ ઉત્સવનો માહોલ જોવા મળે છે. પરંતુ શું તમને ખબર છે કે આપણા પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ દિવાળીની ઉજવણી થાય છે? ત્યાં રહેતા હિન્દુ પરિવારો આ તહેવાર કેવી રીતે મનાવે છે અને શું તેમને પણ ભારતમાં જોવા મળે છે તેવી જ રોનકનો અનુભવ થાય છે? પાકિસ્તાનમાં રહી ચૂકેલા અમુક લોકોએ પોતાના અનુભવો દ્વારા આ સવાલોના જવાબ આપ્યા છે.
ADVERTISEMENT
પાકિસ્તાનમાં કેવી રીતે ઉજવાય છે દિવાળી?
TITLE
ADVERTISEMENT
પાકિસ્તાનમાં રહી ચૂકેલા લોકોએ જણાવી દિવાળીની ઉજવણીની રીત, કહ્યું- ભારત જેવી વાત નથી!
પાકિસ્તાનમાં હિન્દુ સમુદાયના લોકો દિવાળીનો તહેવાર પરંપરાગત રીતે ઉજવે છે. તેઓ ઘરમાં પૂજા કરે છે, દીવડાં પ્રગટાવે છે અને પરિવારજનો તથા સમાજના લોકો સાથે મળીને ખુશીઓ વહેંચે છે. જોકે ભારતની જેમ મોટા પાયે બજારોમાં રોશની, જાહેર સ્થળોએ ભવ્ય સજાવટ અને દરેક વિસ્તારમાં ઉત્સવની ધમાલ જોવા મળતી નથી. પાકિસ્તાનમાં દિવાળીની ઉજવણી મોટાભાગે પરિવાર અને સ્થાનિક હિન્દુ સમુદાય પૂરતી સીમિત રહેતી હોવાનું ત્યાં રહી ચૂકેલા લોકોએ જણાવ્યું છે.
ADVERTISEMENT
પાકિસ્તાનમાં હિન્દુઓની વસ્તી દરેક વિસ્તારમાં સરખી નથી. ખાસ કરીને સિંધ પ્રાંતમાં હિન્દુ સમુદાયની મોટી વસ્તી છે. આ કારણે અહીંના અનેક વિસ્તારોમાં દિવાળી જેવા તહેવારોની ઉજવણી વધુ ઉત્સાહથી કરવામાં આવે છે. હિન્દુ વસ્તી ધરાવતા વિસ્તારોમાં લોકો એકબીજાના ઘરે જાય છે, પૂજા-પાઠ કરે છે અને સાથે મળીને તહેવારની ખુશીઓ માણે છે. જોકે સિંધની બહારના કેટલાક વિસ્તારોમાં રહેતા હિન્દુ પરિવારો માટે ધાર્મિક તહેવારોની ઉજવણી એટલી સરળ નથી હોતી.
પાકિસ્તાનથી ભારત આવેલા કેટલાક હિન્દુઓએ પોતાના અનુભવો જણાવતાં કહ્યું કે ત્યાં દરેક જગ્યાએ ધાર્મિક તહેવારો માટે એકસરખું વાતાવરણ નથી. અમુક વિસ્તારોમાં બીજા ધર્મના લોકો તરફથી હિન્દુઓના તહેવારો સામે વાંધો ઉઠાવવામાં આવતો હોવાનો પણ તેમને દાવો કર્યો છે. તેમના જણાવ્યા પ્રમાણે, આવી પરિસ્થિતિમાં અમુક પરિવારો ખુલ્લેઆમ ઉજવણી કરવાને બદલે પોતાના ઘર અથવા સમાજની મર્યાદામાં રહીને જ તહેવાર મનાવે છે. આવો અનુભવ માત્ર દિવાળી પૂરતો સીમિત નથી. હોળી દરમિયાન પણ અમુક લોકોને રંગ રમવાથી દૂર રહેતા જોયા હોવાનું પાકિસ્તાનથી આવેલા લોકોએ જણાવ્યું છે
ADVERTISEMENT
જોકે પાકિસ્તાનમાં દરેક જગ્યાએ હાલત એકસરખા નથી. ઘણા હિન્દુ બહુલ વિસ્તારોમાં દિવાળી મોટા ઉત્સાહથી પણ મનાવવામાં આવે છે. પણ ત્યાંથી આવેલા લોકોના અનુભવો કહે છે કે ભારતમાં દિવાળીનો જે જાહેર ઉત્સવ, બજારોની ચમક અને સામૂહિક ઉલ્લાસ દેખાય છે તેવું વાતાવરણ પાકિસ્તાનના દરેક ભાગમાં જોવા મળતું નથી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ