ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / ધનતેરસના દિવસે કેમ ખરીદવામાં આવે છે સાવરણી? જાણો મા લક્ષ્મી સાથે જોડાયેલી ખાસ માન્યતા

photo-story

5 ફોટો ગેલેરી

Dhanteras 2026 / ધનતેરસના દિવસે કેમ ખરીદવામાં આવે છે સાવરણી? જાણો મા લક્ષ્મી સાથે જોડાયેલી ખાસ માન્યતા

Last Updated: 04:14 PM, 6 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

આ વર્ષે ધનતેરસનો આ પવિત્ર તહેવાર 6 નવેમ્બર, શુક્રવારના રોજ મનાવવામાં આવી રહ્યો છે. આ અવસરે સોના, ચાંદી, વાસણો, વાહનો તેમજ જમીન-મકાનની ખરીદી કરવી અત્યંત ફળદાયી અને લાભકારી માનવામાં આવે છે.

1/5

photoStories-logo

1. ધનતેરસના દિવસે કેમ ખરીદવામાં આવે છે સાવરણી? જાણો મા લક્ષ્મી સાથે જોડાયેલી ખાસ માન્યતા

દિવાળીના પર્વની શરૂઆત સાથે જ ધનતેરસનું વિશેષ ધાર્મિક અને આસ્કિ સાંસ્કૃતિક મહત્ત્વ રહેલું છે. દર વર્ષે કાર્તિક મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિના રોજ ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે ધનતેરસનો આ પવિત્ર તહેવાર 6 નવેમ્બર, શુક્રવારના રોજ મનાવવામાં આવી રહ્યો છે. આ અવસરે સોના, ચાંદી, વાસણો, વાહનો તેમજ જમીન-મકાનની ખરીદી કરવી અત્યંત ફળદાયી અને લાભકારી માનવામાં આવે છે. આ તમામ ચીજવસ્તુઓની સાથે એક એવી સામાન્ય લાગતી વસ્તુ પણ છે જેને ખરીદવાનું વિશેષ મહત્ત્વ છે, અને તે છે સાવરણી એટલે કે ઝાડુ. હિન્દુ ધર્મમાં ઝાડુને ખૂબ જ પવિત્ર અને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. ધનતેરસ પર ઝાડુ ખરીદવાનું મહત્ત્વ

ધનતેરસના દિવસે ઝાડુ ખરીદવાની પરંપરા ખૂબ જ શુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, જે ઘર સ્વચ્છ અને સાફ-સુથરું હોય છે, ત્યાં જ માતા લક્ષ્મીનો કાયમી વાસ થાય છે. ઝાડુ ઘરની ગંદકીને બહાર કાઢવાનું કામ કરે છે, જેથી તેને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવ્યું છે. ઝાડુ ઘરના કચરાની સાથે-સાથે નકારાત્મક ઊર્જા અને ગરીબી કે દરિદ્રતાને પણ બહાર કરી દે છે. આ પર્વ પર નવી સાવરણી ઘર લાવવાથી ઘરમાં સુખ, શાંતિ અને સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. માતા લક્ષ્મીનો થાય છે વાસ

શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે જે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે, ત્યાં દુઃખ અને દરિદ્રતા ક્યારેય પ્રવેશ નથી કરતી. આ સ્થિતિમાં જે લોકો આર્થિક મુશ્કેલીઓ કે દેવાની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, તેમણે ધનતેરસના અવસરે સાવરણી ચોક્કસ ખરીદીને તેની વિધિપૂર્વક પૂજા-અર્ચના કરવી જોઈએ. એવી લોકવાયકા છે કે આ દિવસે નવું ઝાડુ ખરીદીને ઘરે લાવવાથી આર્થિક સંકટમાંથી મુક્તિ મળે છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિનું આગમન થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ઘરમાં ઝાડુ કઈ જગ્યાએ રાખવી?

પ્રાચીન માન્યતાઓ મુજબ સાવરણીને હંમેશાં ઘરના એવા ગુપ્ત ખૂણામાં રાખવી જોઈએ, જ્યાં બહારના લોકોની નજર સરળતાથી ન પડે. જ્યોતિષ શાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર અનુસાર ઝાડુને ધનની દેવી માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. તેને ખુલ્લામાં કે મુખ્ય દરવાજાની બરાબર સામે રાખવાથી અવર-જવર કરતા લોકોની નજર તેના પર પડે છે, જેને જ્યોતિષમાં માતા લક્ષ્મીનું અપમાન ગણવામાં આવ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. ઝાડુ રાખવાની યોગ્ય દિશા

વાસ્તુશાસ્ત્રના નિયમો પ્રમાણે ઘરની અંદર સાવરણી રાખવા માટે દક્ષિણ-પશ્ચિમ અથવા ઉત્તર-પશ્ચિમ દિશા સૌથી ઉત્તમ અને શુભ માનવામાં આવે છે. ઝાડુને ક્યારેય પણ ઈશાન કોણ (ઉત્તર-પૂર્વ ખૂણો) તથા પૂજા ઘર કે રસોડાની આસપાસ ન રાખવું જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Dhanteras DiwaliFestival Dhanteras2026
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ