ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / પટિયાલાના રાય બંજારા પાસે કર્મભૂમિ એક્સપ્રેસમાં આગ, કારણ હજુ અસ્પષ્ટ!

નેશનલ / પટિયાલાના રાય બંજારા પાસે કર્મભૂમિ એક્સપ્રેસમાં આગ, કારણ હજુ અસ્પષ્ટ!

Published By: Bijal Vyas

Last Updated: 03:35 PM, 6 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શુક્રવારે બપોરે, અમૃતસરથી પશ્ચિમ બંગાળના ન્યૂ જલપાઈગુડી જઈ રહેલી 'કર્મભૂમિ એક્સપ્રેસ'ના ચાર ડબ્બાઓમાં અચાનક આગ લાગી ગઈ. બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે.

ADVERTISEMENT

કર્માભૂમિ એક્સપ્રેસના ચાર ડબ્બાઓમાં આગ લાગી હતી. આ ઘટના સરાઈ બંજારા નજીક બની હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. નુકસાનના વ્યાપ અંગે વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ટ્રેન ગતિમાં હતી ત્યારે આગ લાગી હતી.

કર્મભૂમિ એક્સપ્રેસ અમૃતસરથી પશ્ચિમ બંગાળના ન્યૂ જલપાઈગુડી જઈ રહી હતી. ટ્રેનમાં આગ લાગતાં મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. અહેવાલો અનુસાર, આગ ટ્રેનના એન્જિનથી શરૂ થઈને પાંચમા ડબ્બા સુધી ફેલાઈ ગઈ હતી.

આગ લાગ્યાની જાણ થતાં જ ટ્રેનને રોકી દેવામાં આવી હતી અને હાલ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. રેલવેની ટીમો અને ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

આ પણ વાંચોઃ દિવાળી પહેલા પત્ની સાથેના ઝઘડામાં કેબ ડ્રાઈવરનો ખૂની ખેલ, સાસુ-સાળા-સાળી સહિત સાતની હ*ત્યા!

નોર્ધર્ન રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઓફિસર હિમાંશુ શેખર ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, અમૃતસરથી ન્યૂ જલપાઈગુડી જઈ રહેલી 12508 કર્મભૂમિ એક્સપ્રેસના ચાર કોચમાં અંબાલા ડિવિઝનના સરાઈ બંજારા સ્ટેશન નજીક આગ લાગવાની ઘટના બની છે. સેફ્ટી સિસ્ટમ સમયસર સક્રિય થઈ જવાથી ટ્રેન અટકી ગઈ હતી અને હાલમાં આગને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ છે. તમામ વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. આ ઘટનામાં કોઈને ઈજા થઈ હોય, જાનહાનિ થઈ હોય કે અન્ય કોઈ નુકસાન થયું હોય તેવા કોઈ અહેવાલ નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

punjab Fire in four coaches the Karmabhumi Express

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ