ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ધનતેરસની ખરીદીમાં ચોરી-લૂંટનો ખતરો ટાળવા અમદાવાદ પોલીસ એલર્ટ! માણેકચોકથી સીજી રોડ સુધી વધારાનો બંદોબસ્ત

ગુજરાત / ધનતેરસની ખરીદીમાં ચોરી-લૂંટનો ખતરો ટાળવા અમદાવાદ પોલીસ એલર્ટ! માણેકચોકથી સીજી રોડ સુધી વધારાનો બંદોબસ્ત

Published By: Nidhi Panchal

Last Updated: 02:19 PM, 6 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધનતેરસના પવિત્ર દિવસે સોના-ચાંદીની ખરીદી માટે અમદાવાદનાં બજારોમાં ભારે ભીડ ઉમટવાની છે. આ ભીડનો લાભ લઈને ચોરી, ચેઈન સ્નેચિંગ અને લૂંટની ઘટનાઓ ન બને તે માટે અમદાવાદ પોલીસ એક્શન મોડમાં આવી છે.

ADVERTISEMENT

ધનતેરસના શુભ દિવસે સોનું, ચાંદી અને અન્ય કિમતી ધાતુઓની ખરીદી માટે બજારોમાં હજારો અમદાવાદીઓ ઊમટી પડવાતા હોવાથી શહેર પોલીસે સુરક્ષાનો વ્યાપક બંદોબસ્ત ગોઠવ્યો છે. તહેવારોની ખરીદીની ભીડનો લાભ ઉઠાવી ગુનેગારો ચોરી, ચેઈન સ્નેચિંગ કે લૂંટ જેવી ઘટનાઓને અંજામ ન આપે તે માટે પોલીસ તંત્ર સતર્ક બન્યું છે.

Police-dhan

નિયમિત તહેવારલક્ષી પોલીસ બંદોબસ્ત ઉપરાંત શહેરનાં મુખ્ય વ્યાપારી કેન્દ્રો અને પરંપરાગત બજારોમાં વધારાનો પોલીસ કાફલો તહેનાત કરવામાં આવ્યો છે. તેમાં સીજી રોડ, શિવરંજની ચાર રસ્તા, નવરંગપુરા અને સોનાના વેપાર માટે જાણીતા માણેકચોકના સમગ્ર વિસ્તારનો સમાવેશ થાય છે. આ વ્યવસ્થા દ્વારા એક તરફ જ્વેલરીના વેપારીઓને સુરક્ષા પૂરી પાડવામાં આવશે, તો બીજી તરફ સોના-ચાંદીના દાગીના અને રોકડ સાથે ખરીદી કરવા નીકળતા ગ્રાહકોની સલામતી પણ સુનિશ્ચિત કરવામાં આવશે.

પોલીસ કમિશનર (જેસીપી) નીરજકુમાર બડગુજરે જણાવ્યું

સેક્ટર-૧ના સંયુક્ત પોલીસ કમિશનર (જેસીપી) નીરજકુમાર બડગુજરે જણાવ્યું છે કે જ્વેલરીની દુકાનો જ્યાં વધુ પ્રમાણમાં આવેલી છે તે વિસ્તારોમાં વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવવા તમામ સંબંધિત પોલીસ સ્ટેશનોને સૂચના આપવામાં આવી છે. પોલીસ માત્ર વધારાના જવાનોની તહેનાતી પૂરતી સીમિત નથી રહી, પરંતુ ટેક્નોલોજીની મદદથી પણ સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવામાં આવી છે. લૂંટ, ચેઈન સ્નેચિંગ અને અન્ય ગુનાઈત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા આરોપીઓના ફોટોગ્રાફ્સ શહેરના સીસીટીવી સર્વેલન્સ નેટવર્ક સાથે જોડવામાં આવ્યા છે. તેના કારણે રીઢા ગુનેગારો અને દિવાળીના તહેવારો દરમિયાન ગુનાને અંજામ આપવાની મોડસ ઓપરેન્ડી ધરાવતા શખ્સો પર નજર રાખવામાં મદદ મળશે.

મોલ, પાર્કિંગ અને જ્વેલરી શોરૂમ પર ખાસ નજર

મોલ અને જ્વેલરી શોરૂમમાં આવતા ગ્રાહકોની સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. વાહનચોરી અટકાવવા માટે વાહનોની તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત, મોલ અને જ્વેલરી શોરૂમની આસપાસ સાદા કપડાંમાં પોલીસ કર્મચારીઓ તહેનાત કરવામાં આવ્યા છે, જેઓ શંકાસ્પદ હિલચાલ અને સંભવિત ગુનેગારો પર ગુપ્ત રીતે નજર રાખશે.

ભીડભાડવાળા બજારોને નિશાન બનાવતી હોય

પોલીસના જણાવ્યા અનુસાર તહેવારો દરમિયાન ગુનાઈત ટોળકીઓ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જઈને ભીડભાડવાળા બજારોને નિશાન બનાવતી હોય છે. આથી શહેરમાં પ્રવેશતી શંકાસ્પદ ટોળકીઓ પર નજર રાખવા આંતરરાજ્ય પોલીસ સંકલન નેટવર્ક પણ સક્રિય કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : વડોદરાના 5 વખતના સ્ટેટ ચેમ્પિયન અનિકેતના ઘરેથી લેપટોપ-મોબાઈલની ચોરી

જે ટોળકીઓ તહેવારો દરમિયાન ગુનાને અંજામ આપવા અમદાવાદમાં પ્રવેશી શકે છે તેમની હિલચાલ પર નજર રાખવા પાડોશી રાજ્યોની પોલીસ સાથે સંકલન સ્થાપિત કરવામાં આવ્યું છે. જેસીપી બડગુજરે વધુમાં જણાવ્યું છે કે જ્વેલરી બજારોની આસપાસ ચોર, લૂંટારુઓ અને વાહનચોરો પર અંકુશ લાવવા પોલીસ પેટ્રોલિંગ તથા સીસીટીવી સર્વેલન્સને વધુ સઘન બનાવવામાં આવ્યું છે

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Manek Chowk Dhanteras Security Ahmedabad Police

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ