ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / રાજ્યમાં આજે ધનતેરસે ગરમીનો અહેસાસ ? આ તારીખથી વાતાવરણમાં પલટાની શક્યતા!

photo-story

6 ફોટો ગેલેરી

ગુજરાત / રાજ્યમાં આજે ધનતેરસે ગરમીનો અહેસાસ ? આ તારીખથી વાતાવરણમાં પલટાની શક્યતા!

Last Updated: 08:13 AM, 6 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગુજરાતમાં હાલ દિવસ દરમિયાન ગરમી અને રાત્રે ઠંડક એમ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. જોકે, હવામાન વિભાગની આગાહી પ્રમાણે 20 નવેમ્બરથી રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે, જેના કારણે ઠંડી વધવાની સાથે કેટલાક વિસ્તારોમાં માવઠાની પણ શક્યતા છે.

1/6

photoStories-logo

1. ઋતુઓનો મિજાજ અત્યારે કંઈક અલગ જ જોવા મળી રહ્યો

ગુજરાતમાં ઋતુઓનો મિજાજ અત્યારે કંઈક અલગ જ જોવા મળી રહ્યો છે. દિવસ દરમિયાન ગરમી લોકોને પરેશાન કરી રહી છે, તો બીજી તરફ રાત્રે કેટલાક વિસ્તારોમાં ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે. હવે સવાલ એ છે કે રાજ્યમાં ઠંડીનો ચમકારો ક્યારે વધશે અને શું ખેડૂતો માટે માવઠાની મુશ્કેલી ઊભી થશે? હવામાન વિભાગના એક્સ્ટેન્ડેડ રેન્જ ફોરકાસ્ટમાં આગામી દિવસો માટે મહત્ત્વપૂર્ણ અનુમાન કરવામાં આવ્યું છે. ખાસ કરીને 20 નવેમ્બરથી 26 નવેમ્બર દરમિયાન ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. 6 નવેમ્બર 2026ના રોજ રાજ્યના મહત્તમ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે એટલે કે 6 નવેમ્બર 2026ના રોજ રાજ્યના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. આગામી સાત દિવસ દરમિયાન પણ તાપમાનમાં ખાસ ઉથલપાથલ જોવા મળે તેવી શક્યતા નથી. છેલ્લા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન નીચું નોંધાયું હતું, જેના કારણે રાત્રિના સમયે હળવી ઠંડીનો અનુભવ થયો હતો. 17.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે અમરેલી રાજ્યનું સૌથી ઠંડું શહેર રહ્યું હતું. જોકે, રાજ્યના અન્ય ભાગોમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર નોંધાયો નહોતો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. 20 નવેમ્બરથી બપોરની ગરમીમાં મળશે રાહત?

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 6થી 12 નવેમ્બર દરમિયાન ગુજરાતમાં મહત્તમ તાપમાન 30થી 38 ડિગ્રીની વચ્ચે રહી શકે છે. એટલે કે 12 નવેમ્બર સુધી બપોરના સમયે ગરમીમાંથી ખાસ રાહત મળવાની શક્યતા નથી. ત્યારબાદ 13થી 19 નવેમ્બર દરમિયાન મહત્તમ તાપમાનમાં થોડો ઘટાડો થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન તાપમાન 30થી 34 ડિગ્રીની વચ્ચે રહેવાનું અનુમાન છે. જોકે, 20 નવેમ્બરથી તાપમાનમાં વધુ ઘટાડો જોવા મળી શકે છે. 20થી 26 નવેમ્બર દરમિયાન રાજ્યના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 28થી 32 ડિગ્રી વચ્ચે રહી શકે છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં પારો 32થી 34 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. ત્યારબાદ 27થી 30 નવેમ્બર દરમિયાન પણ મહત્તમ તાપમાન 28થી 32 ડિગ્રીની વચ્ચે રહેવાનું અનુમાન છે. એટલે કે 20 નવેમ્બરથી બપોરે અનુભવાતી ગરમીમાંથી આંશિક રાહત મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. રાત્રે ઠંડીનો ચમકારો વધશે કે નહીં?

દિવસની ગરમીની સાથે રાત્રિના તાપમાનને લઈને પણ હવામાન વિભાગે અનુમાન જાહેર કર્યું છે. 6થી 12 નવેમ્બર દરમિયાન રાજ્યમાં લઘુત્તમ તાપમાન 16થી 24 ડિગ્રીની વચ્ચે રહી શકે છે. કેટલાક વિસ્તારોમાં પારો 26 ડિગ્રી સુધી પણ નોંધાઈ શકે છે. 13થી 19 નવેમ્બર દરમિયાન પણ લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. એટલે કે 19 નવેમ્બર સુધી રાત્રિના વાતાવરણમાં ખાસ બદલાવ જોવા નહીં મળે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. 20થી 26 નવેમ્બર દરમિયાન લઘુત્તમ તાપમાનમાં ઘટાડો

ત્યારબાદ 20થી 26 નવેમ્બર દરમિયાન લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. આ સમયગાળામાં રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન 14થી 22 ડિગ્રી વચ્ચે રહેવાનું અનુમાન છે. જેના કારણે અનેક શહેરોમાં રાત્રિના સમયે ઠંડીનો ચમકારો અનુભવાઈ શકે છે. એટલું જ નહીં, 27 નવેમ્બરથી 3 ડિસેમ્બર દરમિયાન પણ કેટલાક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન વધુ નીચું જઈ શકે છે. જોકે, મોટાભાગનાં શહેરોમાં તાપમાન 13-14થી 22 ડિગ્રીની વચ્ચે રહેવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. ગુજરાતમાં માવઠું થશે કે નહીં?

હવે સૌથી મહત્ત્વનો સવાલ એ છે કે આગામી દિવસોમાં ગુજરાતમાં કમોસમી વરસાદ એટલે કે માવઠાની શક્યતા છે કે નહીં? હવામાન વિભાગના એક્સ્ટેન્ડેડ રેન્જ ફોરકાસ્ટ અનુસાર, 5થી 19 નવેમ્બર દરમિયાન રાજ્યમાં માવઠાની કોઈ શક્યતા હાલ દેખાતી નથી. જોકે, 20 નવેમ્બરથી વાતાવરણમાં સામાન્ય પલટો આવી શકે છે. 20થી 26 નવેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં હળવાં વરસાદી ઝાપટાં પડવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, આ લાંબા ગાળાની આગાહી છે અને વાસ્તવિક સ્થિતિ હવામાનમાં થતા ફેરફારો પર આધારિત રહેશે. બીજી તરફ, 27 નવેમ્બરથી 3 ડિસેમ્બર દરમિયાન રાજ્યમાં આકાશ ચોખ્ખું રહેવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

November Weather Forecast Gujarat Weather Update Gujarat Weather Forecast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ