ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / હવામાં ઝેર કે મોતનો ધીમો સંદેશ? પ્રદૂષણના કારણે ક્યાંક 8 તો ક્યાંક 4 વર્ષ ઘટી રહ્યું છે લોકોનું આયુષ્ય
Last Updated: 09:08 PM, 5 November 2026
ADVERTISEMENT
દેશના મોટા શહેરોમાં રહેતા લોકો માટે પ્રદૂષણ હવે માત્ર શ્વાસ લેવામાં થતી તકલીફ પૂરતું મર્યાદિત નથી રહ્યું પરંતુ તે સીધી રીતે લોકોના આયુષ્ય પર પણ અસર કરી રહ્યું છે. હવામાં ભળેલા ઝેરી કણો માણસના જીવનનાં કિંમતી વર્ષો છીનવી રહ્યા છે. એક નવા રિપોર્ટમાં સામે આવેલા આંકડા ખરેખર ચિંતાજનક છે. ખાસ કરીને દિલ્હી, કોલકાતા અને મુંબઈ જેવા શહેરોમાં રહેતા લોકો માટે આ એક ગંભીર ચેતવણી સમાન છે.
ADVERTISEMENT
દેશની હવા કેટલી ઝેરી બની રહી છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે માત્ર પ્રદૂષણના કારણે દિલ્હીના લોકોનું આયુષ્ય 8.2 વર્ષ સુધી ઘટી શકે છે.
Air Quality Life Index 2025ના વિશ્લેષણ મુજબ જો ભારતની હવાની ગુણવત્તા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા નક્કી કરવામાં આવેલી મર્યાદા જેટલી સ્વચ્છ હોત તો દિલ્હીમાં રહેતા લોકો સરેરાશ 8.2 વર્ષ વધુ જીવી શક્યા હોત. આ આંકડો દર્શાવે છે કે રાજધાનીમાં હવાનું પ્રદૂષણ લોકોના સ્વાસ્થ્ય માટે કેટલું જોખમી બની ગયું છે. માત્ર દિલ્હી જ નહીં દેશનાં અન્ય મહાનગરોમાં પણ પ્રદૂષણના કારણે લોકોના આયુષ્યમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા છે.
ADVERTISEMENT
કોલકાતામાં આ ફાયદો 4.1 વર્ષ, હૈદરાબાદમાં 3.2 વર્ષ, મુંબઈમાં 3.1 વર્ષ, ચેન્નઈમાં 2.2 વર્ષ અને બેંગલુરુમાં 2.1 વર્ષનો થઈ શકતો. WHO અનુસાર હવામાં PM2.5ની વાર્ષિક સરેરાશ માત્રા 5 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટરથી વધુ ન હોવી જોઈએ પણ ભારતના મોટાભાગના વિસ્તારોમાં હવા આ મર્યાદા કરતાં ઘણી વધુ પ્રદૂષિત છે.
દિલ્હીમાં સૌથી ખરાબ સ્થિતિ
ADVERTISEMENT
રાજધાનીમાં હાલત સૌથી ખરાબ છે. જેમાં 2022માં માત્ર 3 દિવસ હવા ‘સારી’ રહી. 2023માં માત્ર 1 દિવસ, જ્યારે 2024 અને 2025માં એક પણ દિવસ હવા સારી નહોતી. 2026માં અત્યાર સુધી માત્ર 1 દિવસ જ હવા સારી નોંધાઈ છે. જેમાં શિયાળાના મહિનાઓમાં દર વર્ષે હવા ‘ખૂબ ખરાબ’ અને ‘ગંભીર’ કેટેગરી સુધી પહોંચી જાય છે.
બીજા શહેરોની સ્થિતિ
ADVERTISEMENT
કોલકાતામાં તસવીર થોડી અલગ છે. અહીં ‘સારા’ દિવસો 2022માં 94, 2023માં 93, 2024માં 93 અને 2025માં 97 રહ્યા. 2026માં અત્યાર સુધી 83 દિવસ હવા સારી રહી છે. મુંબઈ, હૈદરાબાદ, બેંગલુરુ અને ચેન્નઈમાં પણ વર્ષ પ્રમાણે ફેરફાર જોવા મળે છે, પણ દિલ્હી જેટલી ખરાબ સ્થિતિ નથી.
CPCBના આંકડા શું કહે છે?
ADVERTISEMENT
કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB)ના આંકડા મુજબ 2022થી 2026 વચ્ચે આ 6 શહેરોમાં ‘સારી’ હવાવાળા દિવસોની સંખ્યામાં ઘણો તફાવત રહ્યો છે.
WHOએ હવાની ક્વોલીટી માટે મર્યાદા
ADVERTISEMENT
WHOના જણાવ્યા અનુસાર, હવામાં PM2.5 નામના અતિસૂક્ષ્મ પ્રદૂષિત કણોનું વાર્ષિક સરેરાશ પ્રમાણ પ્રતિ ઘન મીટર 5 માઇક્રોગ્રામથી વધુ ન હોવું જોઈએ. જેમાં PM2.5 કણો એટલા નાના હોય છે કે શ્વાસ મારફતે શરીરની અંદર ઊંડે સુધી પહોંચી શકે છે. લાંબા સમય સુધી આવા પ્રદૂષણના સંપર્કમાં રહેવાથી સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થઈ શકે છે. ભારતનાં અનેક વિસ્તારોમાં આ કણોનું પ્રમાણ WHOની મર્યાદા કરતાં ઘણું વધારે જોવા મળે છે.
સમજો AQIના આ આંકડા
0થી 50: સારી
51થી 100: સંતોષકારક
101થી 200: મધ્યમ
201થી 300: ખરાબ
301થી 400: ખૂબ જ ખરાબ
401થી 500: ગંભીર
સંકળાયેલા મુદ્દાઓ