ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટની પાણીની સમસ્યા દૂર કરવા આજી અને ન્યારી ડેમમાં નર્મદાનું પાણી ઠાલવાયું, વધારાનું પાણી સિંચાઈ માટે છોડાશે"

સુવિધા / રાજકોટની પાણીની સમસ્યા દૂર કરવા આજી અને ન્યારી ડેમમાં નર્મદાનું પાણી ઠાલવાયું, વધારાનું પાણી સિંચાઈ માટે છોડાશે"

Published By: Hiralal Parmar
Reported By: Sunny Maiyad

Last Updated: 03:07 PM, 5 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટના લોકો માટે સારા સમાચાર આવ્યાં છે. આજી અને ન્યારી ડેમમાં ર્મદાનું પાણી ઠાલવવામાં આવ્યું છે.

ADVERTISEMENT

રાજકોટના આજી ડેમમાં સૌની યોજના મારફત નર્મદાનું નીર છોડવામાં આવ્યું છે. આ પ્રસંગે રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલ હાજર રહ્યા હતા. આજીડેમમાં 47% જેટલું પાણી હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા પીવાની પાણીની પૂરતી સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. કોંગ્રેસ માત્ર લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે. હાલમાં સૌની યોજનાના માધ્યમથી પીવાના પાણીની સમસ્યા દૂર કરવામાં આવી રહી છે અને ત્યારબાદ વધારાનું પાણી સિંચાઈ અર્થે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

સૌરાષ્ટ્રનાં ખેડૂતો માટે વાટાઘાટા ચાલુ

સૌરાષ્ટ્રનાં ખેડૂતો માટે સિંચાઈના પાણી મુદ્દે મધ્ય પ્રદેશ સરકાર સાથે વાટાઘાટો ચાલી રહી છે જેમાં 99 ટકા સહમતિ મળી ગઈ છે, જેથી ટૂંક સમયમાં જ સિંચાઈને લઈ ખેડૂતો માટે પણ ખુશીના સમાચાર સામે આવશે. રાજકોટનાં આજીડેમમાં નર્મદા નીરની આવક શરૂ થતાં રાજકોટ મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા. અને શાસ્ત્રોક્ત વિધિ તેમજ ફૂલ પધરાવી નર્મદા નીરના વધામણા કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : PM મોદીના કાફલા પસાર થવાના રસ્તે 12 સ્ટ્રીટલાઈટ બંધ અને કેટલીક ઝબૂકતી મળી, ડભોઈ નગરપાલિકાના ક્લાર્કને 6 દિવસનું સસ્પેન્શન

પ્રથમ તબક્કામાં આજી-1 ડેમમાં 18 થી 20 એમસીએફટી પાણી

પ્રથમ તબક્કામાં આજી-1 ડેમમાં દરરોજ 18 થી 20 એમસીએફટી પાણી ઠાલવવામાં આવી રહ્યું છે, જેથી આગામી 35 દિવસમાં આજી ડેમ સંપૂર્ણપણે ભરાઈ જશે. આગામી તા. 13 ડિસેમ્બર સુધી આજી-1 ડેમમાં અંદાજે 1270 એમસીએફટી જેટલા નર્મદા નીર છોડવામાં આવશે. હાલમાં આજી ડેમમાં 47 ટકા (400 એમસીએફટી) અને ન્યારી-1 ડેમમાં 37 ટકા (345 એમસીએફટી) જળ જથ્થો ઉપલબ્ધ છે. ન્યારી ડેમમાં પણ દરરોજ 15-16 એમસીએફટી નર્મદા નીર આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. જેને લઈને દોઢથી બે માસમાં આ ડેમ પણ ભરાઈ જવાની શક્યતા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

rajkot news rajkot

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ