ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / દિવાળી અને છઠ પૂજામાં મુસાફરોની ભીડને લઈ અમદાવાદનાં રેલવે સ્ટેશનો પર હાઈ એલર્ટ, 240 CCTV કેમેરા
Last Updated: 03:01 PM, 5 November 2026
ADVERTISEMENT
દિવાળી અને છઠ પૂજાના તહેવાર દરમિયાન હજારોની સંખ્યામાં મુસાફરની અવરજવર વધવાની શક્યતાને ધ્યાનમાં રાખીને અમદાવાદનાં રેલવે સ્ટેશનો પર સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. મુસાફરોની અવરજવર પર ચાંપતી નજર રાખવા માટે ૨૪૦ સીસીટીવી કેમેરા કાર્યરત કરવામાં આવ્યા છે, જ્યારે રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ)ના ૧૧૦ વધારાના જવાનો તહેનાત કરાયા છે.
ADVERTISEMENT

અમદાવાદ રેલવે સ્ટેશન પર ૧૧૯ સીસીટીવી કેમેરા છે, જ્યારે સાબરમતી સ્ટેશન પર ૧૨૧ કેમેરા કાર્યરત છે. સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે રેલવે દ્વારા વધારાના ૬૦ સીસીટીવી કેમેરા લગાવવાની પણ દરખાસ્ત કરવામાં આવી છે. મુસાફરોને લગતા ગુના પર નજર રાખવા સાદાં કપડાંમાં પોલીસકર્મી પણ તહેનાત રહેશે. આ ઉપરાંત સીસીટીવી કંટ્રોલ રૂમ દ્વારા ૨૪ કલાક દેખરેખ રાખવામાં આવશે.
ADVERTISEMENT
વધારાના આરપીએફ જવાનોની તહેનાતીમાં અમદાવાદ ખાતે ૫૫, સાબરમતી ખાતે ૪૦ અને અસારવા ખાતે ૧૫ જવાનોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રેલવે પ્રોટેક્શન સ્પેશિયલ ફોર્સ (આરપીએસએફ)ની એક વધારાની કંપની પણ અમદાવાદ સ્ટેશન પર તહેનાત કરવામાં આવી છે. સુરક્ષા વ્યવસ્થાની સાથે રેલવેએ મુસાફરોની ભીડને નિયંત્રિત કરવા માટે કતાર આધારિત બોર્ડિંગ વ્યવસ્થા પણ શરૂ કરી છે. તેનો હેતુ પ્લેટફોર્મ અને ટ્રેનના પ્રવેશદ્વાર પર થતી ભીડને અટકાવવાનો છે. સાબરમતી સ્ટેશન પર મુસાફરોને ટિકિટ બારીથી નિર્ધારિત હોલ્ડિંગ એરિયા સુધી લઈ જવામાં આવશે. ત્યાર બાદ ટ્રેનમાં ચઢવાના નિર્ધારિત સમય અનુસાર તેમને વ્યવસ્થિત રીતે પ્લેટફોર્મ સુધી પહોંચાડવામાં આવશે.
ADVERTISEMENT
તહેવારોમાં વધનારી મુસાફરોની સંખ્યાને પહોંચી વળવા માટે ૭૦થી વધુ વિશેષ ટ્રેન ટ્રિપ્સ દોડાવવામાં આવી રહી છે. ખાસ કરીને ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ તરફ જતી ટ્રેનમાં વધારાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત કેટલીક નિયમિત ટ્રેનમાં વધારાના કોચ પણ જોડવામાં આવ્યા છે. રાજકોટ અને ભૂજ તરફથી અમદાવાદ તથા સાબરમતી થઈને પસાર થતી આશરે ૨૦થી ૨૫ ટ્રેનોની અવરજવરને પણ ધ્યાનમાં રાખીને ભીડનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.