ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 09:34 AM, 5 November 2026
ADVERTISEMENT
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (NHRC) ના સભ્ય પ્રિયંક કાનૂંગોએ જણાવ્યું છે કે, મેટા ઈન્ડિયાના પ્લેટફોર્મ પર બાળકોને સંડોવતી વાંધાજનક અને જાતીય શોષણયુક્ત સામગ્રી મળી આવવાના મામલે દિલ્હી પોલીસે FIR નોંધી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી. કાનૂંગોના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના નિર્દેશો બાદ દિલ્હી પોલીસે આ કાર્યવાહી કરી છે.
ADVERTISEMENT
UPDATE! Acting on our directions, Delhi Police has registered an FIR regarding the availability of Child Sexual Exploitative and Abuse Material (CSEAM) on platforms operated by @MetaIndia. हमारे निर्देशों पर कार्रवाई करते हुए, दिल्ली पुलिस ने @MetaIndia द्वारा संचालित प्लेटफॉर्म्स पर बाल यौन शोषण एवं दुर्व्यवहार संबंधी सामग्री (CSEAM) की उपलब्धता के मामले में FIR दर्ज की है।
— प्रियंक कानूनगो Priyank Kanoongo (@KanoongoPriyank) November 4, 2026
આયોગના નિર્દેશ પર થઇ કાર્યવાહી
ADVERTISEMENT
પ્રિયાંક કાનુન્ગોએ પોતાની પોસ્ટમાં જણાવ્યું છે કે, રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના નિર્દેશો બાદ દિલ્હી પોલીસે એક કેસ નોંધ્યો છે. આ કાર્યવાહી મેટા ઈન્ડિયાના પ્લેટફોર્મ પર બાળકોના જાતીય શોષણ અને દુર્વ્યવહાર સંબંધિત સામગ્રી (CSEAM) ની ઉપલબ્ધતાના સંદર્ભમાં કરવામાં આવી છે.
મેટાના પ્લેટફોર્મ પર ઉઠ્યા સવાલ
ADVERTISEMENT
આ કેસ સામે આવવાથી મેટા ઈન્ડિયાના પ્લેટફોર્મ પર બાળકોને સંડોવતી વાંધાજનક સામગ્રી પર દેખરેખ રાખવા અને તેને દૂર કરવા માટેની વ્યવસ્થાઓ અંગે પ્રશ્નો ઊભા થયા છે. દિલ્હી પોલીસની તપાસ હવે સ્પષ્ટ કરશે કે આવી સામગ્રી કેવી રીતે ઉપલબ્ધ થઈ અને તેને રોકવા માટે કયા પગલાં લેવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ ફરક્કા બેરેજ અને ગંગા જળ સંધિ પર ભારતની નવી રણનીતિ, બાંગ્લાદેશને પાણીની મનમાની ગેરંટી નહીં મળે?
ADVERTISEMENT
3 જુલાઇએ જાહેર કર્યુ હતુ નોટિસ
આ પહેલાં, 3 જુલાઈ, 2026ના રોજ 'નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ' (NCPCR) દ્વારા મેટાને એક નોટિસ આપવામાં આવી હતી. આ નોટિસ બાળકોના જાતીય શોષણ અને દુર્વ્યવહારને લગતી સામગ્રી (CSEAM) ધરાવતી જાહેરાતોના સંદર્ભમાં જારી કરવામાં આવી હતી. આયોગે આ બાબતે સ્પષ્ટતા માંગી હતી. એક અઠવાડિયા પછી, મેટાએ તેનો જવાબ રજૂ કર્યો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ