ન્યૂઝ અપડેટ્સ
VTV / બિઝનેસ / ગુજરાત / અમદાવાદના સમાચાર / દિવાળી પહેલા અદાણી CNGનો ભાવ રૂ.100ને પાર, જાણો નવો ભાવ
Last Updated: 07:34 AM, 5 November 2026
ADVERTISEMENT
Adani CNG Price Hike : દિવાળીના તહેવાર પહેલા અમદાવાદના વાહનચાલકોને મોંઘવારીનો વધુ એક ઝટકો લાગ્યો છે. અદાણી CNGના ભાવમાં પ્રતિ કિલો રૂ.2.30નો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવવધારા સાથે અમદાવાદમાં અદાણી CNGનો નવો ભાવ રૂ.100.77 પ્રતિ કિલો થઈ ગયો છે. એટલે કે, હવે CNGનો ભાવ રૂ.100ને પાર પહોંચ્યો છે.
ADVERTISEMENT
અગાઉ રૂ.98.47 હતો CNGનો ભાવ
અદાણી CNGનો અગાઉનો ભાવ રૂ.98.47 પ્રતિ કિલો હતો. તેમાં રૂ.2.30નો વધારો થતાં નવો ભાવ રૂ.100.77 પ્રતિ કિલો થયો છે. દિવાળી જેવા તહેવારના સમયે થયેલા આ ભાવવધારાથી CNGથી ચાલતા વાહનોનો ઉપયોગ કરતા વાહનચાલકોના ખર્ચમાં વધારો થશે. ખાસ કરીને રોજિંદા મુસાફરી અને વ્યવસાય માટે CNG વાહનોનો ઉપયોગ કરતા લોકો પર તેની અસર પડી શકે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ