ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ઓનલાઈન પ્રેમવાળા ચેતે! વલસાડમાં પ્રેમીએ પ્રેમિકાનું શિયળ લૂંટ્યું, લાખો રુપિયાના દાગીના પડાવ્યાં
Last Updated: 11:01 PM, 4 November 2026
ADVERTISEMENT
આજના સોશિયલ મીડિયા ના જમાનામાં યુવક યુવતીઓને ગણતરીના સમયમાં જ પ્રેમ થઈ જતો હોય છે એકબીજાના સ્વભાવ કે પછી ગુણ અવગુણને જાણ્યા વગર પ્રેમમાં પડનાર નવી પેઢીને ક્યારેક મોટું નુકસાન થતું હોય છે ત્યારે રાજ્યના છેવાડે વલસાડ જિલ્લાના ડુંગરી પંથકમાં એક સગીરા ને ઓનલાઈન પ્રેમ કરવો ખૂબ જ ભારે પડ્યો છે તેનો સનમ સાતિર નીકળ્યો છે યુવતીના લાખો રૂપિયાના દાગીના તો લૂંટી લીધા હતા.. તો સાથે સગીરાનુ શિયળ પણ લૂંટી લીધું છે. રાજ્યના છેવાડે આવેલ વલસાડ જિલ્લાના ડુંગરી પંથકમાં એક ચોકાવનારો કિસ્સો બહાર આવ્યો છે ડુંગળી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સગીરાની માતાએ ફરિયાદ નોંધાવી હતી કે તેના ઘરમાં રહેલા 45 લાખથી વધુ ના તેની દીકરીના પુરુષ મિત્રએ પડાવી લીધા છે.. ત્યારે આ મામલે ડુંગરી પોલીસે સગીર યુવતી નું નિવેદન લઈ સઘન તપાસ હાથ ધરી હતી અને આ મામલે એ આરોપી ધ્રુવીલ પટેલની ધરપકડ કરી છે.
ADVERTISEMENT

વલસાડ જિલ્લાના ડુંગરીમાં એક યુવકે તેની પ્રેમિકા સાથે દુષ્કર્મ કર્યું હતું અને તેના ઘરમાંથી 32 તોલાથી વધુના સોનાના દાગીના પડાવી લીધા હતા જેમાઁથી પોલીસે 15 તોલા દાગીના કબજે કર્યાં છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
અંગત ફોટા વાયરલ કરવાની ધમકી આપી
વલસાડ જિલ્લાના ડુંગરીમાં બનેલી આ ઘટનાએ ફરી એકવાર સગીરાઓની સોશિયલ મીડિયા સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે...આરોપી ધ્રુવીલ પટેલે સોશિયલ મીડિયાના માધ્યમથી સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી... ત્યારબાદ તેની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે... આટલેથી જ નહીં અટકતાં સગીરાના અંગત ફોટા અને વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી તેને બ્લેકમેઇલ કરવામાં આવતી હતી. અંગત ફોટા અને વીડિયો જાહેર કરવાની ધમકી સગીરા માટે સતત માનસિક દબાણનું કારણ બની હતી... આરોપીએ બદનામ કરી દેવાની ધમકી આપી સગીરા પાસેથી બે લાખ રૂપિયાથી વધુની રોકડ રકમ અને 32 તોલાથી વધુના સોનાના દાગીના પડાવી લીધા હોવાની ફરિયાદ નોંધાઈ હતી...પરિવારમાં જ્યારે દાગીનાની જરૂરિયાત ઊભી થઈ ત્યારે દાગીના અંગે પૂછપરછ કરતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો... ત્યારબાદ પરિવાર દ્વારા ડુંગરી પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો અને ગંભીર ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
ADVERTISEMENT
15 તોલાથી વધુ સોનાના દાગીના પણ કબજે કર્યાં
આરોપી ધ્રુવીલની ધરપકડ બાદ પોલીસે તેની પાસેથી 15 તોલાથી વધુ સોનાના દાગીના પણ કબજે કર્યા છે...જોકે, ફરિયાદમાં 32 તોલાથી વધુ દાગીના પડાવી લીધા હોવાનો ઉલ્લેખ છે, ત્યારે બાકીના દાગીના ક્યાં છે? આરોપીએ તેનું શું કર્યું? અને રોકડ રકમનો ક્યાં ઉપયોગ કર્યો? તે સહિતના સવાલોના જવાબ મેળવવા પોલીસ તપાસ કરી રહી છે..આ ઘટના આજના ડિજિટલ યુગમાં વાલીઓ માટે લાલબત્તી સમાન છે... સોશિયલ મીડિયા પર અજાણી વ્યક્તિ સાથેની મિત્રતા ક્યારે વિશ્વાસઘાત અને બ્લેકમેઇલિંગનું કારણ બની શકે તે કોઈ કહી શકતું નથી...ખાસ કરીને સગીર બાળકો સોશિયલ મીડિયાનો કેવો ઉપયોગ કરે છે, કોની સાથે સંપર્કમાં છે અને કોઈ વ્યક્તિ તેમને માનસિક દબાણમાં તો નથી રાખતી ને? તેના પર વાલીઓએ સજાગ રહેવાની જરૂર છે..
ADVERTISEMENT
આ પણ વાંચોઃ સરાઝા હોટલ દારૂપાર્ટી કેસ : પોલીસની કાર્યવાહી સામે પરષોત્તમ પીપળીયા અને વકીલ સુરેશ ફળદુએ ઉઠાવ્યા સવાલ
આ સમગ્ર કેસમાં હવે પોલીસ આરોપી ધ્રુવીલ પટેલે સગીરાને કઈ રીતે પ્રેમજાળમાં ફસાવી હતી? અંગત ફોટા અને વીડિયોનો ઉપયોગ કરીને કેટલા સમય સુધી બ્લેકમેઇલિંગ કરવામાં આવી? ગુનામાં માત્ર એક જ આરોપી સંડોવાયેલો છે કે અન્ય કોઈ વ્યક્તિની પણ ભૂમિકા છે? તે તમામ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th pay commission / ₹25000 નુ પેન્શન વધીને ₹87500 સુધી વધી શકે છે? ફિટમેન્ટ ફેક્ટરથી સમજો આખુ ગણિત
ADVERTISEMENT