ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / પારુલ યુનિવર્સિટી દ્વારા ‘કાર્નિવલ ફોર ધ માઇન્ડ’નું આયોજન, વિશ્વ માનસિક સ્વાસ્થ્ય સપ્તાહની ઉજવણી!

વડોદરા / પારુલ યુનિવર્સિટી દ્વારા ‘કાર્નિવલ ફોર ધ માઇન્ડ’નું આયોજન, વિશ્વ માનસિક સ્વાસ્થ્ય સપ્તાહની ઉજવણી!

Published By: Vishal Khamar

Last Updated: 07:32 PM, 4 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પારુલ યુનિવર્સિટીએ ‘કાર્નિવલ ફોર ધ માઇન્ડ’નું આયોજન કર્યું, માનસિક સ્વાસ્થ્યને જીવનનો મહત્વપૂર્ણ ભાગ ગણાવીને વિશ્વ માનસિક સ્વાસ્થ્ય સપ્તાહની ઉજવણી કરી

ADVERTISEMENT

વડોદરા (ગુજરાત) [ભારત], 4 નવેમ્બર: પારુલ યુનિવર્સિટીના સેન્ટર ફોર કાઉન્સેલિંગ એન્ડ સાયકોલોજીકલ વેલનેસ – ઇનસાઇટએ માનસિક સ્વાસ્થ્ય પર સંવાદને એક રસપ્રદ કેમ્પસ અનુભવમાં બદલીને વિશ્વ માનસિક સ્વાસ્થ્ય સપ્તાહની ઉજવણી કરી હતી. ઇનસાઇટ ફન ફેસ્ટ 2.0ની થીમ હતી – “કાર્નિવલ ફોર ધ માઇન્ડ.” વિદ્યાર્થીઓની આ પહેલે વિદ્યાર્થીઓ અને સ્ટાફને ગેમ્સ, રચનાત્મક પ્રવૃત્તિઓ, શારીરિક હલનચલન ધરાવતી વિવિધ પ્રવૃત્તિઓ અને સંવાદના અનુભવને એકમંચ પર લાવીને દર્શાવ્યું હતું કે, રોજિંદા જોડાણ, અભિવ્યક્તિ અને ભાગીદારીની ક્ષણોમાં માનસિક સ્વાસ્થ્યને કેવી રીતે સમજી શકાય છે અને પ્રોત્સાહન આપી શકાય છે.

આ કાર્નિવલમાં સામાન્ય જાગૃતિ સત્ર ઉપરાંત વિદ્યાર્થીઓને પોતાની સ્ક્રીનથી દૂર રહેવાની (મોબાઇલથી દૂર રહેવાની), પોતાના એકેડેમિક કામમાંથી બ્રેક લેવા અને એકબીજા સાથે સંવાદ કરવાની તક મળી હતી. વિદ્યાર્થીઓ અને સ્ટાફની આ સહિયારી પહેલમાં માટીના પાત્રો બનાવવા, ક્લે આર્ટ, ઇન્ટરેક્ટિવ ગેમ્સ, ફ્લી સ્ટોલ અને “બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ”ના કોન્સેપ્ટ અંતર્ગત ક્રિએટિવ ઇન્સ્ટોલેશન શામેલ હતા. આ ઉજવણી અગાઉ એક સ્પોર્ટ્સ કોમ્પિટિશનનું આયોજન થયું હતું, જેમાં વિવિધ રમતોમાં શારીરિક પ્રવૃત્તિ, ટીમવર્ક અને ભાગીદારીને પ્રોત્સાહન મળ્યું હતું.

આ કાર્યક્રમ મનોવૈજ્ઞાનિક ધારણાને વ્યવહારિક અનુભવથી સમજવાનું સરળ બનાવવાના વિચાર પર કેન્દ્રિત હતો. સહભાગીઓને રિફ્લેક્સ, એટેન્શન અને રિસ્પોન્સિવનેસનું પરીક્ષણ કરતી રમતોમાંથી જાણકારી મળી હતી કે, મગજ કેવી રીતે કામ કરે છે, જેમાં આર્ટ થેરેપી, સેન્સરી-ઇન્ટિગ્રેટેડ થેરેપી શામેલ હતી. તેમાં બીજી ઇન્ટરેક્ટિવ પ્રવૃત્તિઓ પણ શામેલ હતી, જેમાં મૂડ, લાગણીઓ અને માનવીય વર્તણૂક વિશે સંવાદને પ્રોત્સાહન મળ્યું હતું. ડાન્સ થેરેપીથી પ્રેરિત હલનચલન, કળા-આધારિત રચનાત્મક અભિવ્યક્તિ અને સેન્સરી પ્રવૃતિઓએ સંગીત, હલનચલન, કળા અને રમત મારફતે લાગણીઓ સાથે જોડાવા, પોતાની અંદર રહેલી રચનાત્મકતા પ્રતિભાને સમજવા અને વર્તમાન ક્ષણ સાથે જોડાવાનો માર્ગ મોકળો કર્યો હતો. વિદ્યાર્થીઓએ સ્ટ્રેસ બોલ બનાવવાની પ્રવૃત્તિમાં ભાગ પણ લીધો હતો, જે સ્ટ્રેસ મેનેજ કરવાનું સરળ ટૂલ છે. આ બોલને વિદ્યાર્થીઓ પોતાના ઘરે અને હોસ્ટેલમાં પરત લઈ જઈ શકતા હતા તથા પોતાના અનુકૂળ સમય પર પોતાની સારવાર કરવા વ્યવહારિક રિમાઇન્ડર તરીકે ઉપયોગ કરી શકે છે.

સંતુલિત માનસિક સ્વાસ્થ્યના મહત્વ પર સેન્ટર ફોર કાઉન્સેલિંગ એન્ડ સાયકોલોજીકલ વેલનેસ ઇનસાઇટના ક્લિનિકલ સાઇકોલોજીસ્ટ અને ડિરેક્ટર ડૉ. દિપલ પટેલે કહ્યું હતું, “માનસિક સ્વાસ્થ્યની શરૂઆત આપણી લાગણીઓ સમજવાની અને સપોર્ટ ક્યારે મેળવવાની જરૂર છે એના અહેસાસથી થાય છે. આ પ્રકારની પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓને માનસિક સ્વાસ્થ્ય વિશે સંવાદ શરૂ કરવા મદદરૂપ થાય છે.”

કાર્નિવલમાં વિવિધ પ્રવૃત્તિઓ સામેલ હતી, જેમાં માટીના પાત્રો બનાવવાની કળા, ક્લે આર્ટ, સેન્સરી અનુભવો, ડાન્સ થેરેપીથી પ્રેરિત હલનચલન અને સ્ટ્રેસ બોલ બનાવવાનું શામેલ હતું, જેની સાથે રિફ્લેક્સ, ધ્યાન, મૂડી અને લાગણીઓ ચકાસતી રમતો પણ શામેલ હતી. સ્પોર્ટ્સ કોમ્પિટિશને શારીરિક પ્રવૃત્તિઓ અને ટીમવર્કને પ્રોત્સાહન આપ્યું હતું, તો વિદ્યાર્થીઓ અને સ્ટાફે ફ્લી સ્ટોલની ઉજવણીને વધારે ખાસ બનાવી હતી. પ્રત્યક્ષ સંવાદ અને વ્યવહારિક અનુભવો મારફતે આ પહેલે વિશ્વ આરોગ્ય સંસ્થાની મહત્વપૂર્ણ પ્રાથમિકતાઓ અને ઉચ્ચ શિક્ષણમાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય, કલ્યાણ તથા માનસિક અને સંતુલિત લાગણીઓ પર યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનની માર્ગદર્શિકા અનુસાર, સુખાકારીને પ્રોત્સાહન આપવામાં સામુદાયિક ભાગીદારીના મહત્વને પણ દર્શાવ્યું હતું.

આ વિવિધ પહેલો અને વિદ્યાર્થીઓની સુખાકારી વિશે પારુલ યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડન્ટ ડૉ. પારુલ પટેલે કહ્યું હતું, “એક સ્વસ્થ કેમ્પસ એટલે વિદ્યાર્થીઓને લાગે કે તેમની વાત સાંભળવામાં આવે છે, તેમને સપોર્ટ કરવામાં આવે છે અને તેમને પોતાના વિચારો વ્યક્ત કરવાની છૂટ છે. કાર્નિવલ ફોર ધ માઇન્ડ અને બીજી પહેલ આપણને યાદ અપાવે છે કે, રચનાત્મકતા અને જોડાણની નાની-નાની ક્ષણો કોઈ વ્યક્તિની માનસિક સુખાકારી પર સારી અસર કરી શકે છે.”

કાર્નિવલે ઊંડો શ્વાસ લેવા, સમજીવિચારીને બ્રેક લેવા, રચનાત્મક શોખ અને શારીરિક હલનચલન જેવી સરળ સેલ્ફ-કેરની રીતોને પણ પ્રોત્સાહન આપ્યું હતું. સાથે સાથે, જરૂરિયાત સમયે વ્યાવસાયિક મદદ લેવાના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો. આ પહેલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની સંતુલિત માનસિકતા અને યુનાઇટેડ નેશન્સ સસ્ટેનેબ્લ ડેવલપમેન્ટ ગોલ્સ, ખાસ કરીને એસડીજી 3 – સારું સ્વાસ્થ્ય અને સુખાકારી, એસડીજી 4 – ગુણવત્તાયુક્ત શિક્ષણ અને એસડીજી 12 – જવાબદાર ઉપભોગ અને ઉત્પાદન પ્રત્યે કટિબદ્ધતા સાથે સુસંગત હતી. ‘બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ’ વિભાવનાએ રચનાત્મકતા અને જવાબદારીનો ફરી ઉપયોગ કરવાના મૂલ્યને દર્શાવ્યું હતું, જેમાં સુશોભન પણ પ્રવૃત્તિનો એક ભાગ હતી, જેમાં વિદ્યાર્થીઓએ પોતાની રચનાત્મકતાનો ઉપયોગ કરીને ફેંકેલી ચીજવસ્તુઓનો ઉપયોગ કરીને વિશિષ્ટ ચીજો બનાવી હતી.

પારુલ યુનિવર્સિટી સેન્ટર ફોર કાઉન્સેલિંગ એન્ડ સાયકોલોજીકલ વેલનેસ એટલે કે ઇનસાઇટ પહેલે ઇનસાઇટ ફન ફેસ્ટ 2.0 મારફતે કેમ્પસનાં રોજિંદા જીવનમાં માનસિક સ્વાસ્થ્ય સંબંધિત જાગૃતિને શામેલ કરી હતી. આ ઉજવણીએ વિદ્યાર્થીઓને પોતાના અને એકબીજાના ખબરઅંતર પૂછવા, જાણકારીઓનું આદાનપ્રદાન કરવા પ્રોત્સાહન આપ્યું હતું. ખાસ કરીને તેઓ કેવું મહેસૂસ કરે છે અને જરૂર પડે તો મદદ માગવા પણ પ્રોત્સાહન આપ્યું હતું. આ રીતે તેમણે એ સંદેશ પર ભાર મૂક્યો હતો કે, માનસિક સંતુલન એક સહિયારી જવાબદારી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

World Mental Health Week 2026 Parul University mental health initiatives Insight Centre for Counselling and Psychological Wellness

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ