ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / GTUના 14મા આંતર-કોલેજ યુવા મહોત્સવ ‘સ્પંદન- ક્ષિતિજ-2026’નો ભવ્ય પ્રારંભ, 1,100થી વધુ વિદ્યાર્થીઓની ભાગીદારી!
6 ફોટો ગેલેરી
Last Updated: 07:29 PM, 4 November 2026
1/6
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીમાં 14મા આંતર-કોલેજ યુવા મહોત્સવ ‘સ્પંદન – ક્ષિતિજ-2026’નો પ્રારંભ થયો છે. ‘કલા, સંસ્કૃતિ અને સર્જનાત્મકતાનો ધબકાર’ની થીમ સાથે આયોજિત આ મહોત્સવમાં જીટીયુની 69 સંલગ્ન સંસ્થાઓના 1,100થી વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. ‘સ્પંદન’ના માધ્યમથી યુવા પ્રતિભાઓને પોતાની કલા, સંસ્કૃતિ અને સર્જનાત્મકતાને અભિવ્યક્ત કરવાની અનોખી તક મળી રહી છે.
2/6
આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ તથા ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના માનનીય મંત્રીશ્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે પદ્મશ્રી શ્રી તુષાર શુક્લા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જીટીયુના માનનીય કુલપતિ (ઇન્ચાર્જ) પ્રો. (ડૉ.) વૈભવ ભટ્ટ તથા કુલસચિવ ડૉ. કે. એન. ખેર સહિતના મહાનુભાવો પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
ADVERTISEMENT
3/6
કાર્યક્રમનો પ્રારંભ સરસ્વતી વંદના અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ જીટીયુ ગીતની પ્રસ્તુતિ સાથે મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું. જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેર દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. અતિથિ વિશેષ શ્રી તુષાર શુક્લાએ વિદ્યાર્થીઓને કલા અને સાહિત્યના માધ્યમથી પોતાની સર્જનાત્મક પ્રતિભા વિકસાવવા પ્રેરણા આપી હતી. કુલપતિ (ઇન્ચાર્જ) પ્રો. (ડૉ.) વૈભવ ભટ્ટે યુવાનોના સર્વાંગી વિકાસમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મહત્ત્વ પર પ્રકાશ પાડ્યો હતો. મુખ્ય અતિથિ ડૉ. પ્રદ્યુમનભાઈ વાજાએ વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે કલા, સંસ્કૃતિ અને સર્જનાત્મક ક્ષેત્રોમાં પણ આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા.
4/6
આ ચાર દિવસીય યુવા મહોત્સવ ‘સ્પંદન – ક્ષિતિજ-2026’ દરમિયાન સ્કિટ, એકાંકી નાટક, શાસ્ત્રીય અને લોકનૃત્ય, સુગમ સંગીત, સમૂહગાન, ભજન, ક્વિઝ, વક્તૃત્વ, વાદ-વિવાદ, મિમિક્રી, ચિત્રકામ, રંગોળી, કાર્ટૂનિંગ, પોસ્ટર મેકિંગ, કોલાજ, માટીકામ સહિતની વિવિધ સ્પર્ધાઓ યોજાઈ રહી છે. વિવિધ સ્થળોએ આયોજિત આ સ્પર્ધાઓ વિદ્યાર્થીઓને પોતાની કલાત્મક પ્રતિભા, અભિવ્યક્તિ અને સર્જનાત્મકતાનું પ્રદર્શન કરવાની તક પૂરી પાડે છે.
ADVERTISEMENT
5/6
જીટીયુનો ‘સ્પંદન – ક્ષિતિજ-2026’ યુવા મહોત્સવ વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત પ્રતિભાને ઉજાગર કરવાની સાથે તેમની વચ્ચે આંતર-સંસ્થાકીય સંવાદ, સાંસ્કૃતિક આદાન-પ્રદાન, ટીમવર્ક અને સ્વસ્થ સ્પર્ધાત્મક ભાવનાને પ્રોત્સાહન આપવાનું મહત્ત્વપૂર્ણ માધ્યમ બની રહ્યો છે. આ મહોત્સવ યુવાનોની કલ્પનાશક્તિ, કૌશલ્ય અને સાંસ્કૃતિક વારસાને એક મંચ પર લાવી તેમની પ્રતિભાને નવી દિશા આપવાનો પ્રયાસ છે. કાર્યક્રમના અંતે જીટીયુના સ્પોર્ટ્સ, કલ્ચરલ, NSS/NCC વિભાગના વડા અને આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર શ્રી સંદીપ મકવાણા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. કાર્યક્રમનું સમાપન વંદે માતરમ્ ગીત અને રાષ્ટ્રગાન સાથે થયું હતું.
6/6
અતિથિ વિશેષ શ્રી તુષાર શુક્લાએ વિદ્યાર્થીઓને કલા અને સાહિત્યના માધ્યમથી પોતાની સર્જનાત્મક પ્રતિભા વિકસાવવા પ્રેરણા આપી હતી. કુલપતિ (ઇન્ચાર્જ) પ્રો. (ડૉ.) વૈભવ ભટ્ટે યુવાનોના સર્વાંગી વિકાસમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મહત્ત્વ પર પ્રકાશ પાડ્યો હતો. મુખ્ય અતિથિ ડૉ. પ્રદ્યુમનભાઈ વાજાએ વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે કલા, સંસ્કૃતિ અને સર્જનાત્મક ક્ષેત્રોમાં પણ આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ
8th pay commission / ₹25000 નુ પેન્શન વધીને ₹87500 સુધી વધી શકે છે? ફિટમેન્ટ ફેક્ટરથી સમજો આખુ ગણિત