ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / ટાઇગર શ્રોફ બાદ હવે આયુષ્માન ખુરાના ગેંગસ્ટરના નિશાને! ઓડિયો મેસેજમાં કરોડોની ખંડણીની માગ

બોલિવૂડ / ટાઇગર શ્રોફ બાદ હવે આયુષ્માન ખુરાના ગેંગસ્ટરના નિશાને! ઓડિયો મેસેજમાં કરોડોની ખંડણીની માગ

Published By: Nirav Kumar

Last Updated: 02:33 PM, 4 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટાઇગર શ્રૉફ પર ફાયરિંગ બાદ આયુષ્માન ખુરાનાને લોરેન્સ ગેંગના નામે કરોડોની માંગ સાથે ધમકીભર્યો ઓડિયો મળ્યો છે. જેમાં પોલીસ અવાજની મેળ અને આરોપીની ઓળખ માટે તપાસ કરી રહી છે.

ADVERTISEMENT

બોલિવૂડમાં અત્યારે કલાકારોની સુરક્ષાને લઈને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ટાઇગર શ્રોફના ઘર નજીક ફાયરિંગની ઘટનાની ચર્ચા હજુ શમી નથી ત્યાં વધુ એક જાણીતા એક્ટર આયુષ્માન ખુરાનાને ધમકી મળ્યાનો મામલો સામે આવ્યો છે. આ વખતે ધમકી આપનાર વ્યક્તિએ લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંબંધ હોવાનો દાવો કર્યો છે.

મુંબઈ પોલીસના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, આયુષ્માન ખુરાનાને એક ધમકીભર્યો ઓડિયો મેસેજ મોકલવામાં આવ્યો હતો. આ મેસેજમાં મોકલનારે પોતે લોરેન્સ ગેંગ સાથે જોડાયેલો હોવાનું જણાવી એક્ટર પાસે કરોડો રૂપિયાની માંગણી કરી હતી. જોકે આ વ્યક્તિ ખરેખર ગેંગ સાથે સંકળાયેલી છે કે પછી માત્ર ગેંગનું નામ વટાવીને અભિનેતાને ડરાવવાનો પ્રયાસ કરી રહી છે, તે હજુ સ્પષ્ટ થયું નથી.

આ મામલે મુંબઈ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ ઓડિયો મેસેજમાં સંભળાતી વ્યક્તિના અવાજની સરખામણી પોતાના રેકોર્ડમાં ઉપલબ્ધ એક શંકાસ્પદ વ્યક્તિના વોઇસ સેમ્પલ સાથે કરી રહી છે. આ તપાસ પાછળનો મુખ્ય હેતુ એ જાણવાનો છે કે મેસેજ મોકલનાર વ્યક્તિ ખરેખર એ જ છે કે પછી કોઈએ બીજી વ્યક્તિની ઓળખનો ઉપયોગ કરીને ધમકી આપી છે. હાલ પોલીસ દરેક પાસાની તપાસ કરી રહી છે.

આ પહેલાં બોલિવુડ એક્ટર તુષાર કપૂરને પણ ધમકીભર્યો ઓડિયો મેસેજ મળ્યાનો મામલો સામે આવ્યો હતો. તે ઓડિયોમાં ધમકી આપનાર વ્યક્તિએ પોતાને હેરી બોક્સર હોવાનું જણાવ્યું હતું. જોકે પ્રાથમિક તપાસમાં આ ઓડિયો નકલી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસ આ મામલાને પણ ગંભીરતાથી લઈને ધમકી આપનાર વ્યક્તિની ઓળખ કરવાની કોશિશ કરી રહી છે.

વધુ વાંચો : ''મેં દો પેગ પીકે...'', સવારના 5 વાગ્યે સલમાન ખાને પોતાના જ અવાજમાં લોન્ચ કર્યું ન્યૂ સોંગ

ટાઇગર શ્રૉફ પર ફાયરિંગની ઘટના બાદ બોલિવુડ સાથે જોડાયેલા લોકોને ધમકી મળવા અને તેમની રેકી કરાવાની માહિતીઓને લઈને તપાસ એજન્સીઓ સતર્ક છે. હવે આયુષ્માન ખુરાના અને તુષાર કપૂરને મળેલા કથિત ધમકીભર્યા ઓડિયો મેસેજની તપાસ પણ આ જ સિલસિલામાં મહત્વની બની ગઈ છે. પોલીસ એવા લોકો કે ગ્રુપની ઓળખ કરવામાં જોડાઈ છે જે ગેંગસ્ટરના નામનો ઉપયોગ કરીને ફિલ્મી હસ્તીઓને ધમકાવી રહ્યા છે અને લોકોમાં ભય ફેલાવવાની કોશિશ કરી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

celebrity threats Ayushmann Khurrana threat Lawrence Bishnoi

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ