ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / દિવાળી પહેલાં અમદાવાદના ખાડિયામાં તંત્રની બેદરકારી! 15 દિવસથી રસ્તા વચ્ચે પડ્યો છે જર્જરિત મકાનનો કાટમાળ

ગુજરાત / દિવાળી પહેલાં અમદાવાદના ખાડિયામાં તંત્રની બેદરકારી! 15 દિવસથી રસ્તા વચ્ચે પડ્યો છે જર્જરિત મકાનનો કાટમાળ

Published By: Nidhi Panchal

Last Updated: 02:38 PM, 4 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવાળીના તહેવાર પહેલાં અમદાવાદના ઐતિહાસિક ખાડિયા વિસ્તારમાં રસ્તા વચ્ચે પડેલો મકાનનો કાટમાળ વેપારીઓ અને રહીશો માટે મુશ્કેલીરૂપ બન્યો છે. મકાન ધરાશાયી થયાના 15 દિવસ બાદ પણ કાટમાળ દૂર ન થતાં ગાંધી રોડ પર અવરજવર અને ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે.

ADVERTISEMENT

દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે અમદાવાદના ઐતિહાસિક ખાડિયા વિસ્તારમાં રસ્તા વચ્ચે પડેલો મકાનનો કાટમાળ સ્થાનિક વેપારીઓ અને રહીશો માટે માથાનો દુખાવો બન્યો છે. ગાંધી રોડ પર વલંદાની હવેલી અને જૂની પ્રતાપ ગલી વચ્ચે આવેલું વર્ષો જૂનું જર્જરિત મકાન ૧૫ દિવસ પહેલાં ધરાશાયી થયંુ હતું. જોકે, ઘટનાને પખવાડિયું વીતી જવા છતાં મકાનનો કાટમાળ હટાવવામાં આવ્યો નથી. પરિણામે જાહેર રસ્તાનો મોટો હિસ્સો અવરોધાતાં અવરજવરમાં મુશ્કેલી ઊભી થઈ છે.

katmar

ખાડિયા વિસ્તાર પહેલેથી જ ગીચ બજારો અને સાંકડા રસ્તાઓ માટે જાણીતો છે. તેમાંય મુખ્ય માર્ગ પર મકાનનો કાટમાળ પડ્યો હોવાથી વાહનચાલકો અને રાહદારીઓ માટે પસાર થવાની જગ્યા ઓછી થઈ ગઈ છે. એક તરફ વાહનોની અવરજવર અને બીજી તરફ બજારમાં ખરીદી માટે આવતા લોકોની ભીડને કારણે ટ્રાફિકની સમસ્યા વધુ વકરે તેવી સ્થિતિ છે. કાટમાળના કારણે રાહદારીઓને પણ રસ્તા પરથી પસાર થતી વખતે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

વારંવાર મૌખિક તેમજ લેખિત રજૂઆતો કરવામાં આવી

સ્થાનિક વેપારીઓ અને રહીશોનું કહેવું છે કે મકાન ધરાશાયી થયા બાદ રસ્તો ખુલ્લો કરાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંબંધિત વિભાગ અને અધિકારીઓને વારંવાર મૌખિક તેમજ લેખિત રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં અત્યાર સુધી કાટમાળ હટાવવા માટે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. જાહેર માર્ગ પર આટલા દિવસથી કાટમાળ પડ્યો હોવા છતાં તંત્ર દ્વારા ધ્યાન આપવામાં ન આવતાં સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે.

મોટી સંખ્યામાં લોકોની અવરજવર

દિવાળીના તહેવાર દરમિયાન ગાંધી રોડ અને કોટ વિસ્તારની બજારોમાં ખરીદી માટે મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહે છે. વેપારીઓ માટે આ સમયગાળો ધંધાની દૃષ્ટિએ મહત્ત્વનો હોવાથી રસ્તા પર પડેલો કાટમાળ ગ્રાહકોની અવરજવરમાં અડચણરૂપ બની રહ્યો છે. સાંકડા માર્ગને કારણે વાહનોની અવરજવર પણ પ્રભાવિત થઈ રહી છે. સાથે જ કાટમાળ આસપાસથી પસાર થતા રાહદારીઓ માટે અકસ્માતનું જોખમ પણ ઊભું થયું છે.

આ પણ વાંચો : દારૂબંધી છતાં મધ્યપ્રદેશથી ધમધમે છે દારૂનું નેટવર્ક! ગુજરાત તરફ દારૂ ભરેલી ટ્રક રોકવા જતાં પોલીસ ઈન્સ્પેક્ટરનું મોત

સ્થાનિક રહીશો અને વેપારીઓએ દિવાળીના તહેવાર પહેલાં જ કાટમાળ દૂર કરીને રસ્તો સંપૂર્ણપણે ખુલ્લો કરવાની માગ કરી છે. વારંવાર રજૂઆત કરવા છતાં કામગીરી ન થતાં હવે ઉચ્ચ અધિકારીઓ દરમિયાનગીરી કરે અને સંબંધિત વિભાગને તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપે તેવી માંગ ઊઠી છે. તહેવારો દરમિયાન બજારમાં વધતી ભીડને ધ્યાનમાં રાખીને એએમસી યુદ્ધના ધોરણે કાટમાળ હટાવે તે જરૂરી બન્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Road Debris Building Collapse Ahmedabad Khadia

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ