ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 3 લોકોના મોત, 5થી વધુ ઘાયલ, પિકઅપ ટેમ્પો પલટતા વ્યારામાં સર્જાઈ મોટી દુર્ઘટના
Last Updated: 02:34 PM, 4 November 2026
ADVERTISEMENT
તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કટાસવાણ ગામની સીમમાં ખેતમજૂરોને લઈ જઈ રહેલો પિકઅપ ટેમ્પો અચાનક પલટી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બે મહિલા અને એક પુરુષ સહિત કુલ ત્રણ શ્રમિકોનાં ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યાં હતાં. જ્યારે પાંચથી વધુ શ્રમિકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
ADVERTISEMENT
ડાંગર કાપવા જતાં શ્રમિકો અકસ્માતનો ભોગ બન્યા
પ્રાપ્ત માહિતી અનુસાર, પિકઅપ ટેમ્પોમાં આશરે 10 જેટલા શ્રમિકો સવાર થઈને વહેલી સવારે ખેતરમાં ડાંગર કાપવાની મજૂરી કરવા જઈ રહ્યા હતા. દરમિયાન કટાસવાણ ગામની સીમમાંથી પસાર થતી વખતે ટેમ્પો ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે ટેમ્પો રસ્તા પર જ પલટી મારી ગયો હતો.
ADVERTISEMENT
અકસ્મતને પગલે ટેમ્પોમાં સવાર શ્રમિકોમાં અફરાતફરી મચી ગઈ હતી. વાહન પલટી જતાં કેટલાક શ્રમિકો નીચે દબાઈ ગયા હતા, જ્યારે અન્ય લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

ADVERTISEMENT
ગ્રામજનો દોડી આવ્યા, બચાવ કામગીરી હાથ ધરી
અકસ્મતનો અવાજ સાંભળીને આસપાસના ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ગ્રામજનોએ ટેમ્પા નીચે ફસાયેલા શ્રમિકોને બહાર કાઢવા માટે બચાવ કામગીરી શરૂ કરી હતી. જોકે, ગંભીર ઇજાઓને કારણે બે મહિલા અને એક પુરુષ શ્રમિકે ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો.
ADVERTISEMENT
અકસ્મતમાં ઘાયલ થયેલા પાંચથી વધુ શ્રમિકોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રોજીરોટી મેળવવા માટે કામ પર નીકળેલા શ્રમિકો સાથે બનેલી આ દુર્ઘટનાએ મૃતકોના પરિવારોને ઘેરા શોકમાં ગરકાવ કરી દીધા છે.
આ પણ વાંચોઃ ₹ 464 કરોડના ખર્ચે ઈસ્કોનથી સાણંદ સુધીનો એલિવેટેડ કોરિડોર તૈયાર, 9મીએ અમિત શાહના હસ્તે લોકાર્પણ!
ADVERTISEMENT
વ્યારા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
ઘટનાની જાણ થતાં વ્યારા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતકોના મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક વિગતો મુજબ, ટેમ્પો ચાલકે વાહન પરથી કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે વ્યારા પોલીસે ટેમ્પો ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી અકસ્માતના ચોક્કસ કારણો જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.