ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / ICCની નવી રેન્કિંગ જાહેર, અભિષેક શર્મા નંબર-1, શ્રેયસ અય્યર ટોપ-7માં પહોંચ્યો, સ્ટાર્કની વાપસી
Last Updated: 03:42 PM, 4 November 2026
ADVERTISEMENT
ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ખેલાડીઓ વચ્ચેની રેન્કિંગની જંગ વધુ રસપ્રદ બની ગઈ છે. ICC દ્વારા જાહેર કરવામાં આવેલી તાજી મેન્સ ક્રિકેટ રેન્કિંગમાં અનેક મોટા ફેરફારો જોવા મળ્યા છે. જેમાં ઓસ્ટ્રેલિયાનો દિગ્ગજ ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક ફરી એકવાર ટેસ્ટ ક્રિકેટમાં દુનિયાનો નંબર-1 બોલર બની ગયો છે. બીજી તરફ ભારતીય ખેલાડી શ્રેયસ અય્યરે પણ T20I રેન્કિંગમાં શાનદાર પ્રગતિ કરી છે.
ADVERTISEMENT
ટેસ્ટ બોલરોમાં ટોપ-5
ADVERTISEMENT
જેમાં સાઉથ આફ્રિકાના સાયમન હાર્મર સાતમા અને કગીસો રબાડા આઠમા સ્થાને છે. જેન્સન ટેસ્ટ ઑલરાઉન્ડરની યાદીમાં હજુ પણ ટોપ પર છે.
T20Iમાં ભારતીયોની મજબૂત હાજરી
ADVERTISEMENT
ભારતીય ટીમના કેપ્ટન શ્રેયસ અય્યર T20I બેટ્સમેનની લીસ્ટમાં બે સ્થાન ચઢીને સાતમા ક્રમે પહોંચી ગયો છે. તેના ખાતે 777 પોઈન્ટ્સ છે. અય્યરે ન્યૂઝીલેન્ડ સામેની પાંચમી T20માં ફિફ્ટી મારી હતી. ટોપ-10માં ભારતના ત્રણ બેટ્સમેન છે. જેમાં અભિષેક શર્મા પહેલા – 889, ઈશાન કિશન ત્રીજા – 862 અને શ્રેયસ અય્યર સાતમા નંબરે છે.
ADVERTISEMENT
ગ્લેન ફિલિપ્સે 13 સ્થાનની લગાવી છલાંગ
ADVERTISEMENT
ન્યૂઝીલેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન ફિલિપ્સ માટે પણ નવી ICC રેન્કિંગ ખાસ રહી છે. ભારત સામેની T20 સીરીઝમાં શાનદાર બેટિંગ કરનાર ફિલિપ્સે 13 સ્થાનની છલાંગ લગાવી છે. હવે તે T20I બેટિંગ રેન્કિંગમાં 24મા સ્થાને પહોંચી ગયો છે. ભારત સામેની સીરીઝમાં તેને કુલ 341 રન બનાવી પોતાની બેટિંગનો જોરદાર પરચો આપ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ