ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / અવકાશમાંથી 1500 કિલોનો પદાર્થ પૃથ્વી પર પડવાની આશંકા, ભારતના 4 મોટા શહેરો પર સંકટનાં વાદળો, NASAની બાજનજર!

નેશનલ / અવકાશમાંથી 1500 કિલોનો પદાર્થ પૃથ્વી પર પડવાની આશંકા, ભારતના 4 મોટા શહેરો પર સંકટનાં વાદળો, NASAની બાજનજર!

Published By: Pravin Joshi

Last Updated: 04:30 PM, 4 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૃથ્વી તરફ ધસી રહેલું 1500 કિલોનું સ્વિફ્ટ ટેલિસ્કોપ વાતાવરણમાં સળગીને નષ્ટ થશે, જેના અવશેષો ભારત સહિત વિવિધ ક્ષેત્રોમાં પડવાની સંભાવના છે.

ADVERTISEMENT

અંતરિક્ષમાંથી પૃથ્વી તરફ આવી રહેલી એક મોટી આફતને લઈને વૈજ્ઞાનિકો સતર્ક થઈ ગયા છે. ગગનમાંથી પૃથ્વી તરફ ધસી રહેલું 1500 કિલોગ્રામ વજન ધરાવતું નીલ ગહરેલ્સ સ્વિફ્ટ ઓબ્ઝર્વેટરી ટેલિસ્કોપ ટૂંક સમયમાં પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરીને બળીને ખાખ થઈ જવાની પ્રક્રિયામાંથી પસાર થશે. આ ઘટનાને કારણે ભારતના ચાર મુખ્ય શહેરો પર પણ સંકટના વાદળો ઘેરાયા છે. જો આ ટેલિસ્કોપના સળગતા અવશેષો પૃથ્વીના જમીની વિસ્તાર પર ખાબકે છે, તો તે સ્થળે રહેલી ચીજવસ્તુઓ રાખના ઢગલામાં ફેરવાઈ શકે છે અને ભારે નુકસાન પહોંચાડી શકે છે.

લગભગ 22 વર્ષ પહેલાં 20 નવેમ્બર 2004 ના રોજ પ્રક્ષેપિત કરવામાં આવેલા આ ટેલિસ્કોપનું મૂળ નામ સ્વિફ્ટ ગામા-રે બર્સ્ટ એક્સપ્લોરર હતું. તેને પ્રાથમિક રીતે માત્ર બે વર્ષના સમયગાળા માટે જ ડિઝાઇન કરવામાં આવ્યું હતું, પરંતુ તેણે ધારણા કરતાં પણ ખૂબ લાંબા સમય સુધી સફળતાપૂર્વક કામગીરી બજાવી હતી.

didha - 2026-11-04T162825.050

વૈજ્ઞાનિક માહિતી અનુસાર, આ ટેલિસ્કોપ 4 નવેમ્બરના રોજ અમેરિકન સમય મુજબ સવારે 3:30 વાગ્યે (ભારતીય સમયાનુસાર બપોરે 2:00 વાગ્યે) પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરશે. જોકે, આ પ્રક્રિયા માટે 11 કલાકનો સમયગાળો (વિન્ડો) પણ નિર્ધારિત કરવામાં આવ્યો છે. ટેલિસ્કોપનો મોટાભાગનો હિસ્સો વાતાવરણમાં જ ઘર્ષણને કારણે બળીને નષ્ટ થઈ જશે, પરંતુ તેના કેટલાક અવશેષો ધરાતલ સુધી પહોંચી શકે છે.

મિશન સાથે જોડાયેલા મુખ્ય વૈજ્ઞાનિક બ્રેડ સેન્કો દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ, ટેલિસ્કોપના પુનઃપ્રવેશ ક્ષેત્રમાં આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ભારત, દક્ષિણ-પૂર્વ એશિયા તેમજ મધ્ય અને દક્ષિણ અમેરિકાના કેટલાક ભાગોનો સમાવેશ થાય છે. આ ક્ષેત્ર 20.6 ડિગ્રી દક્ષિણ અક્ષાંશથી 20.6 ડિગ્રી ઉત્તર અક્ષાંશ વચ્ચે વિસ્તરેલું છે. ભારતના સંદર્ભમાં વાત કરીએ તો આ પટ્ટો દમણથી કટક સુધીની એક કાલ્પનિક રેખાની દક્ષિણમાં આવતા વિસ્તારોને આવરી લે છે. આ સંભવિત ખતરાના ક્ષેત્રમાં મુંબઈ, હૈદરાબાદ, બેંગલુરુ અને ચેન્નઈ જેવા ચાર મોટા શહેરો આવી રહ્યા છે, જ્યારે દિલ્હી, કોલકાતા અને ઉત્તર ભારતનો મોટો હિસ્સો આ ક્ષેત્રની બહાર સુરક્ષિત છે.

didha - 2026-11-04T162800.775

તજજ્ઞોના જણાવ્યા મુજબ, આ અક્ષાંશ પટ્ટામાં આવવાનો અર્થ એવો બિલકુલ નથી કે આ શહેરો સીધા જ કાટમાળના માર્ગમાં આવી ગયા છે. કાટમાળનું વાસ્તવિક પતન સ્થળ ટેલિસ્કોપની અંતિમ સ્થિતિ પર નિર્ભર રહેશે. અનેક ખગોળશાસ્ત્રીઓનું માનવું છે કે મોટાભાગના અવશેષો સમુદ્રમાં જ ખાબકવાની શક્યતા સૌથી વધુ છે, કારણ કે પૃથ્વીનો 70% જેટલો ભાગ પાણીથી આચ્છાદિત છે.

ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટીના ખગોળશાસ્ત્રી બ્રેડ ટકરના જણાવ્યા અનુસાર, 10 માંથી માત્ર 3 વખત જ કાટમાળ જમીન પર પડવાની સંભાવના રહે છે. ડરહામ યુનિવર્સિટીના જોનાથન મેકડોવેલે ઉમેર્યું હતું કે જો 1500 કિલોગ્રામ વજન ધરાવતા આ ટેલિસ્કોપનો 100 કિલોગ્રામ જેટલો હિસ્સો પણ બચીને જમીન સુધી પહોંચે તો તે આશ્ચર્યજનક બાબત ગણાશે. હાલમાં વૈજ્ઞાનિકો દ્વારા કોઈ મોટા નુકસાન કે કોઈ વ્યક્તિ ઇજાગ્રસ્ત થવાની શક્યતા અત્યંત ઓછી દર્શાવવામાં આવી છે.

આ પણ વાંચોઃ સરકારની નવી ગાઈડલાઈન જારી, પેન્શનને લઇ કેન્દ્રીય કર્મચારીઓ માટે આવી મોટી અપડેટ!

દરમિયાન, ભારતમાં શ્રીહરિકોટા ખાતે સ્થિત મલ્ટી-ઓબ્જેક્ટ ટ્રેકિંગ રડાર (MOTR) આ પ્રકારની અવકાશી વસ્તુઓ પર ઝીણવટભરી નજર રાખે છે, પરંતુ હાલ આ ટેલિસ્કોપને ટ્રેક કરવા અંગેની કોઈ સત્તાવાર જાણકારી ઉપલબ્ધ થઈ નથી. 22 વર્ષની પોતાની યાદગાર સફરમાં આ સ્વિફ્ટ ટેલિસ્કોપે 2000 થી વધુ ગામા-રે બર્સ્ટ અને 1400 સુપરનોવા ક્ષેત્રોનો ગહન અભ્યાસ કર્યો હતો. તમામ પ્રયાસો છતાં તેને ઉગારી લેવું શક્ય ન બન્યું અને હવે તે પોતાની અંતિમ યાત્રા પૂર્ણ કરી રહ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

SpaceNews Telescope Astronomy

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ