ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / મકાન તોડતા પહેલાં 7 દિવસ અગાઉ લેખિત જાણ કરવી પડશે, બીજું શું શું કરવું પડશે? AMCની નવી પોલિસી

નિર્ણય / મકાન તોડતા પહેલાં 7 દિવસ અગાઉ લેખિત જાણ કરવી પડશે, બીજું શું શું કરવું પડશે? AMCની નવી પોલિસી

Published By: Hiralal Parmar
Reported By: Dipak Solanki

Last Updated: 05:33 PM, 4 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

AMCએ નવી ડિમોલિશન પોલિસી બહાર પાડી છે જેની હેઠળ મકાન તોડતા પહેલાં 7 દિવસ અગાઉ અમદાવાદ મનપાને લેખિત જાણ કરવી પડશે.

ADVERTISEMENT

અમદાવાદમાં ‘અમદાવાદ સસ્ટેનેબલ ડિમોલિશન પોલિસી-2026’ લાગુ પાડવામાં આવી છે. આ પોલિસી હેઠળ મકાન તોડતા પહેલાં AMCને 7 દિવસ અગાઉ લેખિત જાણ કરવી પડશે. ડિમોલિશન સાઇટને બાંધકામના કદ અને ઊંચાઈના આધારે 5 કેટેગરીમાં વહેંચવામાં આવી છે. મોટી સાઇટ પર સ્ટ્રક્ચરલ એન્જિનિયરની દેખરેખ ફરજિયાત બનાવાઈ છે.

કાટમાળ 48 કલાકમાં હટાવવો પડશે

ડિમોલિશન દરમિયાન ધૂળનું પ્રદૂષણ અટકાવવા ખાસ વ્યવસ્થા કરવી પડશે. સાઇટ પર ડસ્ટ બેરિયર, ગ્રીન નેટ અને વોટર સ્પ્રિંકલિંગ ફરજિયાત બનાવાઈ છે. તોડકામ દરમિયાન આસપાસની મિલકતોની સુરક્ષાની જવાબદારી તોડનારની રહેશે. કામદારો માટે હેલ્મેટ, સેફ્ટી શૂઝ અને સુરક્ષા સાધનો ફરજિયાત છે. ડિમોલિશનથી નીકળતો કાટમાળ 48 કલાકમાં હટાવવો પડશે.

વધુ વાંચો : પશુપાલકો આનંદો! પશુ વીમા કવચ આપવાનો ગુજરાત સરકારનો નિર્ણય, જાણો કેટલું મળશે?

15 ટકા વેસ્ટનો ફરી ઉપયોગ

બાંધકામમાં ઓછામાં ઓછો 15 ટકા C&D વેસ્ટનો પુનઃઉપયોગ કરવો પડશે. નિયમોનું ઉલ્લંઘન થશે તો દંડ થશે અને કામગીરી પણ બંધ કરી દેવામાં આવશે. કોંક્રિટ, લોખંડ, લાકડું, પ્લાસ્ટિક સહિતની સામગ્રીનું અલગ વર્ગીકરણ ફરજિયાત બનાવાયું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ahmedabad ahmedabad news AMC

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ