ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / ‘PM નહીં બની શક્યા’ કહી તારક મહેતા ફેમ એક્ટરે રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો, અભિજીત દિપકેની પણ ઉડાવી મજાક!
Last Updated: 05:17 PM, 4 November 2026
ADVERTISEMENT
ટીવીના લોફેમસ કપ્રિય કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'થી ઘર-ઘરમાં ઓળખ મેળવનારા એક્ટર શૈલેષ લોઢા ફરી ચર્ચામાં આવ્યા છે. જોકે આ વખતે તેઓ પોતાના અભિનય કે કવિતાને કારણે નહીં પરંતુ એક રાજકીય નિવેદનને લઈને ચર્ચામાં છે. શૈલેષ લોઢાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દિપકે પર વ્યંગ કરતા જોવા મળે છે.
ADVERTISEMENT
જેમાં ભરી સભામાં શૈલેશે બંનેને રોસ્ટ કર્યા છે. તેમને કહ્યું, “અભિજીત દિપકે ગેરસમજમાં છે. જંતર મંતર પર 450 લોકો ભેગા કરીને વિચારે છે કે હું ખૂબ મોટો થઈ ગયો છું. તેને એકવાર અહીં લાવો, તેને ખબર પડશે કે ભીડ શું હોય છે. કમાલ કરો છો, આ દેશમાં શું ચાલી રહ્યું છે?”
ADVERTISEMENT
ત્યારબાદ તેમને રાહુલ ગાંધી પર તાંજ કસતા કહ્યું, “પણ જુઓ એક માણસ, બેચારો ભલો માણસ, તેને ખૂબ મહેનત કરી. નકલી સંસદ બનાવી, તેમાં પણ પ્રધાનમંત્રી નથી બની શક્યા. આ અલગ જ કોન્ફિડન્સ છે. પણ કોન્ફિડન્સ અને ઓવર કોન્ફિડન્સમાં ખૂબ મોટો ફરક છે. સફેદ કુર્તા-પાયજામા અને જેકેટ પહેરવાથી...” આટલું બોલીને તેઓ હસી પડ્યા.
ADVERTISEMENT
શૈલેશ સામાન્ય રીતે રાજકીય મુદ્દાઓ પર ઓછું બોલે છે પણ આ વખતે તેમને સીધા નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. તારક મેહતા શો છોડ્યા બાદ તેમને અસિત મોદી સાથે ફીના મુદ્દે વિવાદ થયો હતો, જે જાહેરમાં આવી ગયો હતો. ત્યારબાદ તેઓ ‘વાહ ભઈ વાહ’ અને ‘એડવોકેટ અંજલિ અવસ્થી’ જેવા શોમાં દેખાયા હતા. ફેન્સ હજુ પણ તેમને સ્ક્રીન પર જોવા માટે મિસ કરે છે.
હાલમાં શૈલેષ લોઢાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે અને તેમના કટાક્ષને લઈને લોકો અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th pay commission / ₹25000 નુ પેન્શન વધીને ₹87500 સુધી વધી શકે છે? ફિટમેન્ટ ફેક્ટરથી સમજો આખુ ગણિત
ADVERTISEMENT