ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / કોહલીના ધમાકેદાર 74 રન, ન્યૂઝીલેન્ડ સામેની વનડેમાં ભારતની એકતરફી જીત, બોલર્સે મચાવ્યો કેર

ક્રિકેટ / કોહલીના ધમાકેદાર 74 રન, ન્યૂઝીલેન્ડ સામેની વનડેમાં ભારતની એકતરફી જીત, બોલર્સે મચાવ્યો કેર

Published By: Hiralal Parmar

Last Updated: 03:30 PM, 4 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ન્યુઝીલેન્ડ સામે રમાયેલી પહેલી વનડેમાં ભારતની 5 વિકેટે જીત થઈ હતી. વરસાદને કારણે ભારતને ઓછો સ્કોર મળ્યો હતો જે તેણે સરળતાથી હાંસલ કરી લીધો હતો.

ADVERTISEMENT

ન્યુઝીલેન્ડ સામેની પહેલી વનડેમાં ભારતની એકતરફી જીત થઈ છે. ઓકલેન્ડના ઈડન પાર્ક ખાતે રમાયેલી મેચમાં ન્યુઝીલેન્ડની ટીમ 185 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, વરસાદને કારણે ભારતને 32 ઓવરમાં 143 રનનો ટાર્ગેટ અપાયો હતો જે ભારતીય ટીમે 56 બોલ બાકી રહેતા 22.4 ઓવરમાં આ લક્ષ્યાંક સરળતાથી હાંસલ કરી લીધો હતો. ભારતીય ટીમના રન ચેઝમાં વિરાટ કોહલી હીરો રહ્યો, તેણે પોતાની 80મી અડધી સદી ફટકારી. બોલિંગમાં, અર્શદીપ સિંહે 4 વિકેટ, ગુર્નુર બ્રારે 3 વિકેટ અને અંશુલ કંબોજે 2 વિકેટ લીધી, જેનાથી ન્યુઝીલેન્ડ ફક્ત 185 રનમાં જ સિમિત રહ્યું હતું.

કેવી રહી ભારતની ઈનિંગ?

186 રનના લક્ષ્યાંક (167 રનનો સુધારેલો લક્ષ્યાંક)નો પીછો કરતી વખતે, ટીમ ઇન્ડિયાની શરૂઆત ખરાબ રહી. અનુભવી ઓપનર રોહિત શર્મા કોઈ રન બનાવ્યા વિના આઉટ થઈ ગયો. ભારતને ઇનિંગની પહેલી જ ઓવરમાં મોટો ફટકો પડ્યો, જેને કાયલ જેમિસને આઉટ કર્યો. બે વરસાદના વિક્ષેપ વચ્ચે, વિરાટ કોહલીએ 35 બોલમાં અડધી સદી ફટકારી, જે તેની 80મી ODI અડધી સદી હતી. આ દરમિયાન, શુભમન ગિલ અને વિરાટ કોહલીએ 113 રનની ભાગીદારી કરી, પરંતુ ભારત જીતથી થોડા જ પગલાં દૂર હતું ત્યારે, ગિલ 37 રને નાથન સ્મિથની બોલિંગમાં ટોમ લેથમના હાથે કેચ આઉટ થયો. વિરાટ કોહલી (74, 51 બોલ) 13 રન બનાવીને આઉટ થયો, તેની ઇનિંગમાં 13 ચોગ્ગા અને 1 છગ્ગાનો સમાવેશ થતો હતો.

અર્શદીપ સિંહે ચાર વિકેટ લીધી

ન્યૂઝીલેન્ડની બેટિંગ ભારતીય બોલિંગ સામે ટકી શકી નહોતી અને 40.2 ઓવરમાં 185 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. અર્શદીપ સિંહે ચાર વિકેટ લીધી, જ્યારે ગુર્નુર બ્રારે ત્રણ વિકેટ લીધી. આ દરમિયાન, અંશુલ કંબોજે શાનદાર બોલિંગ કરી, તેણે 10 ઓવરમાં 22 રન આપીને બે વિકેટ લીધી. ન્યૂઝીલેન્ડ તરફથી ટિમ સેફર્ટ અને વિલ યંગ બેટિંગ કરવા આવ્યા. અર્શદીપ સિંહે ભારતને ઇનિંગમાં પ્રથમ બે સફળતા અપાવી, જેમાં વિલ યંગ (9) ને ઇનિંગના પાંચમા ઓવરમાં શ્રેયસ ઐયર દ્વારા કેચ આઉટ કરાવ્યો. ત્યારબાદ તેણે હેનરી નિકોલ્સ (9) ને મિડવિકેટ પર નમન ધીર દ્વારા કેચ આઉટ કરાવ્યો. ગુર્નૂર બ્રારે ટીમને ત્રીજી સફળતા અપાવી, ટિમ સેફર્ટ (38) ને આઉટ કર્યો. તેના થોડા સમય પછી, ગુર્નૂર બ્રારે ટોમ લેથમ (3) ને કેચ એન્ડ બોલ્ડ આઉટ કર્યો. ન્યુઝીલેન્ડની પાંચમી વિકેટ 97 રને પડી જ્યારે ડેરિલ મિશેલ (28) રોહિત શર્માના થ્રો દ્વારા રન આઉટ થયો.

વધુ વાંચો : મંદિરમાં પૂજારી રેપ કરે છે, મહિલાઓ સુરક્ષિત નથી, નેહા બોરાનું વિવાદાસ્પદ નિવેદન, ભાજપે પોસ્ટ કર્યો વીડિયો

ન્યૂઝીલેન્ડની ટીમ

ટિમ સીફર્ટ, વિલ યંગ, હેનરી નિકોલ્સ, ડેરિલ મિશેલ, ટોમ લેથમ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, મિશેલ સેન્ટનર (કેપ્ટન), નાથન સ્મિથ, કાયલ જેમીસન, જેકબ ડફી, બ્લેર ટિકનર.

ભારતની ટીમ

શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), નમન ધીર, અંશુલ કંબોજ, આકિબ નબી, ગુર્નુર બ્રાર, અર્શદીપ સિંહ

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IND vs NZ 1st ODI: IND NZ ODI

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ