ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / NRI News / H-1B ધારકોને પરેશાન કરવા અમેરિકાને ભારે પડશે! 'ઈન્ડિયાસ્પોરા'ની ખુલ્લી ચેતવણી

NRI / H-1B ધારકોને પરેશાન કરવા અમેરિકાને ભારે પડશે! 'ઈન્ડિયાસ્પોરા'ની ખુલ્લી ચેતવણી

Published By: Nirav Kumar

Last Updated: 04:10 PM, 1 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકામાં H-1B વિઝાને લઈને કડક નિયમોની ચર્ચા વચ્ચે ભારતીય પ્રોફેશનલ્સના સમર્થનમાં મોટો અવાજ ઊઠ્યો છે. જેમાં ઇન્ડિયાસ્પોરાએ ચેતવણી આપી છે કે ભારતીય પ્રતિભાઓને રોકવાની નીતિ અમેરિકાની અર્થવ્યવસ્થા માટે જ મોંઘી સાબિત થઈ શકે છે.

ADVERTISEMENT

અમેરિકામાં ચૂંટણીનો સમય ચાલી રહ્યો છે અને H-1B વિઝા પર કડક નિયમો લાવવાની વાતો થઈ રહી છે. આ બેકડ્રોપમાં ‘ઇન્ડિયાસ્પોરા’ નામની સંસ્થાએ ચેતવણી આપી છે કે ભારતીય પ્રોફેશનલને નિશાન બનાવવાથી અમેરિકી અર્થતંત્રને ગંભીર નુકસાન થઈ શકે છે.

સંસ્થાના કાર્યકારી નિર્દેશક સંજીવ જોશીપુરાએ કહ્યું, “ભારતથી આવેલા H-1B કર્મચારીઓએ અમેરિકાને વિશ્વમાં ઇનોવેશનનું લીડર બનાવવામાં મદદ કરી છે. તેમને અમેરિકી અર્થતંત્રમાં અબજો ડોલરનું યોગદાન આપ્યું છે. તેમને પાછા મોકલવાથી મોટા શહેરોથી લઈને નાના કસ્બાઓ સુધીના સમુદાયો પર ગંભીર અસર પડી શકે છે.”

સંસ્થાએ પ્રસ્તાવિત નવા નિયમો અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. આમાં હાઇ-ટેક અને હેલ્થકેર કંપનીઓ પાસેથી 1 લાખ ડોલરથી વધુની ફી લેવી, લોટરી સિસ્ટમની જગ્યાએ સેલરીના આધારે વિઝા આપવું અને નોકરી છૂટે ત્યારે મળતા 60 દિવસના સમયને રદ કરવાનો સમાવેશ થાય છે. તેમજ H-4 જીવનસાથીના વર્ક પરમિટ (EAD) રોકવા અને OPT તથા STEM એક્સટેન્શન પર 70,000 ડોલર સુધીની ફી લગાવવાની દરખાસ્તો પર પણ વાંધો ઉઠાવ્યો છે.

વધુ વાંચો : કેનેડામાં ખુલ્યો PRનો નવો રસ્તો, ભારતીય વર્કર્સને થશે સીધો ફાયદો! કેવી રીતે?

અમેરિકાના ઘણા પછાત અને ગ્રામીણ વિસ્તારોમાં ડોક્ટરો અને શિક્ષકોની તીવ્ર અછત છે. સ્થાનિક લોકોમાંથી તરત આ અછત પૂરી થઈ શકતી નથી. ભારત અને બીજા દેશોમાંથી આવેલા પ્રોફેશનલ આ વિસ્તારોમાં જઈને કામ કરે છે અને ત્યાંના લોકોને સારવાર તથા શિક્ષણની સુવિધા મળી રહે છે. જો તેમને રોકવામાં આવે તો આ વિસ્તારોની વ્યવસ્થા ઠપ થઈ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Indiaspora Warning H1B Visa Restrictions Indian Professionals

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ