ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / કીર્તિ સુરેશ અને રાધિકા આપ્ટેની ‘અક્કા’માં મહિલાઓની ગેંગ, સત્તાની લડાઈ અને બદલો લેવાની કહાની

મનોરંજન / કીર્તિ સુરેશ અને રાધિકા આપ્ટેની ‘અક્કા’માં મહિલાઓની ગેંગ, સત્તાની લડાઈ અને બદલો લેવાની કહાની

Published By: Jinal Chauhan

Last Updated: 11:51 AM, 1 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહિલાઓના હાથમાં સત્તા હોય અને આખા શહેરમાં તેમનો જ દબદબો ચાલતો હોય તો કેવી દુનિયા જોવા મળે? કીર્તિ સુરેશ અને રાધિકા આપ્ટેની ‘અક્કા’ સિરીઝ આવી જ એક અનોખી દુનિયાની કહાની લઈને આવી છે.

ADVERTISEMENT

ગેંગસ્ટર ડ્રામામાં અત્યાર સુધી પુરુષોની સત્તા અને ગેંગવોર જોવા મળતી હતી, પરંતુ આ સિરીઝમાં આખી રમત બદલાઈ જાય છે. અહીં મહિલાઓ જ કાયદો બનાવે છે અને મહિલાઓ જ સત્તા માટે લડે છે. તલવારથી લઈને બંદૂક સુધી દરેક હથિયાર તેમના હાથમાં છે. ભવ્ય સેટ, સુંદર કોસ્ચ્યુમ અને દમદાર કલાકારો સિરીઝને ખાસ બનાવે છે. જોકે, રસપ્રદ વિષય હોવા છતાં તેની વાર્તા ક્યાંક નબળી પડતી જોવા મળે છે.

શું છે ‘અક્કા’ સિરીઝની કહાની?

‘અક્કા’ની કહાની દક્ષિણ ભારતના એક કાલ્પનિક શહેર પેરનુરુની આસપાસ ફરે છે. આ શહેરમાં લગભગ 800 વર્ષ જૂની પરંપરા અને મહિલાઓનું શાસન છે. અહીં સત્તાની સૌથી ઊંચી ખુરશી પર બેઠેલી મહિલાને ‘અક્કા’ કહેવામાં આવે છે. શહેરના નિયમો પણ સામાન્ય દુનિયાથી અલગ છે. અહીં મહિલાઓને પ્રેમી રાખવાની છૂટ છે પરંતુ પતિ રાખવાની મંજૂરી નથી. પરિવારમાં વારસો પણ દીકરીઓને મળે છે.આ શહેરમાં નાની બાળકીઓને દેવી સમાન માનવામાં આવે છે. તેઓ જંગલ અને તળાવની રક્ષા સાથે જોડાયેલી છે. અહીં મહિલાના અપમાનને ગંભીર ગુનો માનવામાં આવે છે અને તેના જવાબમાં કડક સજા આપવામાં આવે છે. શહેરની વ્યવસ્થામાં શિક્ષણને પણ ખાસ સ્થાન આપવામાં આવ્યું છે. આ અનોખી દુનિયામાં મહિલાઓનું વર્ચસ્વ જોવા મળે છે.

રાધિકા આપ્ટેની એન્ટ્રીથી શરૂ થાય છે સત્તાનો ખેલ

કહાનીમાં મોટો વળાંક ત્યારે આવે છે જ્યારે મુંબઈથી રુદ્રા એટલે કે રાધિકા આપ્ટે પેરનુરુ પહોંચે છે. તેનો હેતુ અહીંની જૂની વ્યવસ્થાને પડકારવાનો છે. તે પુરુષોની મદદ લઈને શહેરની સત્તા પોતાના હાથમાં લેવા માંગે છે. તેના આગમનથી શહેરની શાંતિ જોખમમાં મુકાય છે.બીજી તરફ શહેરની મુખ્ય શાસક ભવાની એટલે કે કીર્તિ સુરેશ પોતાની સત્તા બચાવવા તૈયાર છે. આ ઉપરાંત તન્વી આઝમી અને અંજલિ પાટીલ જેવા કલાકારો પણ મહત્વના પાત્રોમાં જોવા મળે છે. રુદ્રા અને ભવાની વચ્ચેની ટક્કરથી કહાનીમાં રાજકારણ, જૂથબંધી અને બદલો લેવાની રમત શરૂ થાય છે.

શરૂઆત સારી પરંતુ પછી વાર્તાની પકડ નબળી પડે છે

સિરીઝના શરૂઆતના બે એપિસોડમાં દર્શકોને એક નવી દુનિયા જોવા મળે છે. મહિલાઓનું શાસન, તેમના કડક નિયમો અને સત્તા માટેની લડાઈ રસ જગાવે છે. તલવારબાજી અને એક્શનના દૃશ્યો પણ શરૂઆતમાં અસર છોડે છે. પરંતુ રાધિકા આપ્ટેના પાત્રની એન્ટ્રી પછી વાર્તા ધીમે ધીમે જૂની મહિલા વિરુદ્ધ મહિલા જેવી લડાઈમાં ફેરવાતી જાય છે.રાધિકા આપ્ટેનો લુક પણ કેટલીક જગ્યાએ પાત્ર સાથે મેળ ખાતો નથી. તેમના મોટા ચશ્મા અને ટાઇટ કપડાં જૂના જમાનાની ફિલ્મોના વિલન જેવા લાગે છે. બીજી તરફ પેરનુરુની મહિલાઓ ભારે સાડીઓ અને ઘરેણાંમાં જોવા મળે છે. જેલમાં પણ તેમના દેખાવમાં ખાસ ફેરફાર જોવા મળતો નથી. અંશુમન પુષ્કર અને વિશાક નાયર જેવા કલાકારો પણ છે, પરંતુ તેમની ભૂમિકા મર્યાદિત છે.

vtv app promotion

આ પણ વાંચોઃ જાહ્નવી કપૂરે માતા શ્રીદેવીનો આઇકોનિક નાગિન લુક કર્યો રિક્રિએટ, હેલોવીન અવતારમાં અભિનેત્રીની તસવીરો વાયરલ!

હિંસાના દૃશ્યો અને મહિલાઓની સત્તા પર મોટો સવાલ

સિરીઝમાં એક્શન અને હિંસાના દૃશ્યોનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે. પુરુષોના ગેંગસ્ટર ડ્રામામાં જે રીતે હિંસા બતાવવામાં આવે છે તેવી જ રીતે અહીં મહિલાઓ પણ હથિયારો સાથે જોવા મળે છે. જોકે, એક નાની બાળકીના સળગેલા મૃતદેહનું દૃશ્ય અસ્વસ્થ કરી શકે તેવું છે. આ ઘટના પછી અલગ-અલગ જૂથો વચ્ચે હિંસક સંઘર્ષ શરૂ થાય છે.સિરીઝનો એક મોટો સવાલ એ પણ છે કે શું માત્ર મહિલાઓના હાથમાં સત્તા આવવાથી સમાજ બદલાઈ જાય છે? અહીં મહિલાઓ શાસક બન્યા પછી પણ સત્તા માટે એ જ રીતે લડે છે જે રીતે પુરુષપ્રધાન સમાજમાં જોવા મળે છે. મહિલાઓ પણ ક્રૂર બની શકે છે અને સત્તા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે તેવું ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે. એટલે કે માત્ર શાસકનું લિંગ બદલવાથી સમાજની વિચારધારા બદલાતી નથી.

કીર્તિ સુરેશની એક્ટિંગ અને લુક છે ખાસ

સિરીઝમાં કીર્તિ સુરેશ ભવાનીના પાત્રમાં જોવા મળે છે. પરંપરાગત સાડીઓ અને ભારે ઘરેણાંમાં તેમનો લુક આકર્ષક છે. તેમના પાત્રમાં આત્મવિશ્વાસ, ગુસ્સો અને સત્તાનો દબદબો જોવા મળે છે. તેઓ સ્ક્રીન પર આવે ત્યારે દર્શકોનું ધ્યાન ખેંચે છે. તેમના અભિનયના કારણે ભવાનીનું પાત્ર વધુ અસરકારક બને છે.બીજી તરફ રાધિકા આપ્ટેને પણ સ્ક્રીન પર સારો સમય મળ્યો છે. જોકે, તેમનું પાત્ર ઘણી જગ્યાએ એકસરખું લાગે છે અને સંવાદ બોલવાની શૈલીમાં પણ ખાસ નવું જોવા મળતું નથી. કોસ્ચ્યુમ ડિઝાઇન અને સેટ બનાવવાની ટીમે સારી મહેનત કરી છે. પેરનુરુની કાલ્પનિક દુનિયાને પડદા પર જીવંત બનાવવાનો પ્રયાસ થયો છે.

આખરે કેવી છે ‘અક્કા’ સિરીઝ?

‘અક્કા’નો વિષય એકદમ અલગ છે. મહિલાઓનું સામ્રાજ્ય, ગેંગવોર, સત્તાની લડાઈ અને બદલો લેવાની કહાની દર્શકોમાં રસ જગાવી શકે છે. પરંતુ ભવ્ય સેટ અને સારા કલાકારો હોવા છતાં નબળી વાર્તા તેની અસર ઘટાડે છે. પિતૃસત્તાની જગ્યાએ માતૃસત્તા બતાવવામાં આવી છે, પરંતુ સમાજની વિચારધારામાં મોટો ફેરફાર જોવા મળતો નથી.સિરીઝમાં કીર્તિ સુરેશનો અભિનય અને કોસ્ચ્યુમ ડિઝાઇન ખાસ ધ્યાન ખેંચે છે. જોકે, વાર્તા વધુ મજબૂત હોત તો આ સિરીઝનો અનુભવ વધારે સારો બની શક્યો હોત. હવે તેના બીજા સીઝન પાસેથી આશા રાખી શકાય કે મેકર્સ વાર્તાની નબળાઈઓ દૂર કરીને આ અનોખા વિષયને વધુ સારી રીતે રજૂ કરશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

VTV Gujarati Akka Series Review Keerthy Suresh

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ