ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / તમારી સેલરીમાંથી કપાતો PFનો પૈસો ક્યાં રોકાય છે? સરકાર દર વર્ષે 8%થી વધુ વ્યાજ કેવી રીતે આપે છે?

કામની વાત / તમારી સેલરીમાંથી કપાતો PFનો પૈસો ક્યાં રોકાય છે? સરકાર દર વર્ષે 8%થી વધુ વ્યાજ કેવી રીતે આપે છે?

Published By: Nirav Kumar

Last Updated: 08:06 PM, 31 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દર મહિને તમારા પગારમાંથી કપાતા PFના પૈસા આખરે ક્યાં જાય છે અને EPFO તેના પર 8.25 ટકા સુધીનું વ્યાજ કેવી રીતે આપે છે? ચાલો જાણીએ સરકારી બોન્ડથી લઈને શેરબજારના ETF સુધીની રોકાણની આખી ગણતરી અને કેવી રીતે કમ્પાઉન્ડિંગ તમારા ફંડને મોટું બનાવે છે ? તેના વિષે.

ADVERTISEMENT

નોકરી કરતા મોટાભાગના લોકોના પગારમાંથી દર મહિને PF એટલે કે પ્રોવિડન્ટ ફંડના પૈસા કપાય છે. કર્મચારીના પગારમાંથી કપાતી આ રકમની સાથે કંપની પણ પોતાનું યોગદાન આપે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા પગારમાંથી કપાયેલા આ પૈસા આખરે જાય છે ક્યાં? શું EPFO આ રકમ બેંકમાં જમા રાખે છે કે પછી શેરબજારમાં રોકાણ કરે છે?

જેમાં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) આ પૈસાનું રોકાણ અલગ-અલગ નાણાકીય સાધનોમાં કરે છે. આ રોકાણમાંથી થતી કમાણીના આધારે જ કર્મચારીઓને દર વર્ષે PF પર વ્યાજ આપવામાં આવે છે. નાણાકીય વર્ષ 2025-26 માટે EPFOના સેન્ટ્રલ બોર્ડે 8.25 ટકા વાર્ષિક વ્યાજની ભલામણ કરી છે. જોકે, આ દરને અંતિમ મંજૂરી મળ્યા બાદ જ ખાતામાં વ્યાજ જમા થશે.

પૈસા ક્યાં રોકાય છે?

EPFO તમારા પીએફના પૈસાને માત્ર બેંકમાં જમા રાખતું નથી. તેને વિવિધ નાણાકીય સાધનોમાં રોકાણ કરવામાં આવે છે. સૌથી મોટો હિસ્સો સરકારી બોન્ડ્સમાં જાય છે. તેની સાથે કોર્પોરેટ બોન્ડ્સ અને બીજા ડેટ સાધનોમાં પણ રોકાણ થાય છે. શેરબજારમાં પણ હિસ્સો જાય છે પણ સીધા કોઈ કંપનીના શેર નથી ખરીદાતા. એક્સચેન્જ ટ્રેડેડ ફંડ દ્વારા સેન્સેક્સ કે નિફ્ટી જેવા મોટા ઇન્ડેક્સ પર આધારિત રોકાણ થાય છે જેથી જોખમ ઓછું રહે છે.

કેવી રીતે નક્કી થાય છે વ્યાજ દર?

સેન્ટ્રલ બોર્ડ ટ્રસ્ટી (CBT) અને સરકારના માર્ગદર્શિકા મુજબ જ રોકાણ થાય છે. દરેક નાણાકીય વર્ષે રોકાણમાંથી થયેલી કમાણી અને ફંડની સ્થિતિ જોઈને વ્યાજ દરની ભલામણ કરવામાં આવે છે. સરકારની મંજૂરી બાદ તે જાહેર થાય છે. નાણાકીય વર્ષ 2025-26 માટે 8.25% વાર્ષિક વ્યાજની ભલામણ કરવામાં આવી છે. નોટિફિકેશન બાદ આ રકમ ખાતામાં જમા થશે.

માર્કેટના ઘટાડાની અસર કેમ નથી થતી?

કારણ કે મોટો હિસ્સો સરકારી બોન્ડ્સ જેવા સુરક્ષિત સાધનોમાં છે. ETF દ્વારા લાંબા ગાળે વધારાનો નફો મળે છે. આમ રિસ્કનું સંતુલન જળવાય છે.

ચક્રવૃદ્ધિ વ્યાજનો ફાયદો

વ્યાજનો હિસાબ દર મહિને થાય છે પણ વર્ષના અંતે જ ખાતામાં જમા થાય છે. એક વાર વ્યાજ મૂળ રકમમાં ઉમેરાઈ જાય પછી તેના પર પણ વ્યાજ મળે છે. આ ચક્રવૃદ્ધિ વ્યાજને કારણે રિટાયરમેન્ટ ફંડ ઝડપથી વધે છે.

વધુ વાંચો : SBI Cardના નવા નિયમથી ગ્રાહકોને ઝટકો, હવે ક્રેડિટ કાર્ડના ઉપયોગ પર વધુ ચાર્જ ચૂકવવો પડશે, જાણો કઈ સેવાઓ મોંઘી થશે!

નિવૃત્તિ બાદ PF બની શકે છે આર્થિક સુરક્ષાનો મોટો આધાર

નોકરી દરમિયાન દર મહિને કપાતી PFની રકમ શરૂઆતમાં નાની લાગતી હોય છે પરંતુ વર્ષો સુધી નિયમિત યોગદાન અને કમ્પાઉન્ડિંગના કારણે આ બચત મોટી બની શકે છે. EPFOનું રોકાણ મોડલ એક તરફ સુરક્ષિત નાણાકીય સાધનો પર આધાર રાખે છે તો બીજી તરફ ETF દ્વારા લાંબા ગાળે વધુ વળતર મેળવવાનો મોકો પણ આપે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

EPFO Interest Rate EPF Investment Strategy Interest Calculation

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ