ન્યૂઝ અપડેટ્સ
VTV / બિઝનેસ / SBI Cardના નવા નિયમથી ગ્રાહકોને ઝટકો, હવે ક્રેડિટ કાર્ડના ઉપયોગ પર વધુ ચાર્જ ચૂકવવો પડશે, જાણો કઈ સેવાઓ મોંઘી થશે!
Last Updated: 07:33 PM, 31 October 2026
ADVERTISEMENT
જો તમે SBI ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો તમારા માટે આ સમાચાર જાણવા જરૂરી છે. SBI કાર્ડ દ્વારા 1 ડિસેમ્બર, 2026થી અમુક ટ્રાન્ઝેક્શન માટે નવા ચાર્જ લાગુ કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને પેટ્રોલ-ડીઝલ ભરાવવા અને ટ્રાન્સપોર્ટેશન માટે મોટી રકમ ચૂકવનારા ગ્રાહકોના ખિસ્સા પર તેની અસર પડી શકે છે.
ADVERTISEMENT
કંપનીના નવા નિયમો મુજબ, ટ્રાન્સપોર્ટેશન માટે એક જ ટ્રાન્ઝેક્શનમાં 30,000 રૂપિયાથી વધુનું પેમેન્ટ કરવામાં આવશે તો 1 ટકા ફી વસૂલવામાં આવશે. બીજી તરફ એક બિલિંગ સાઇકલમાં કુલ ફ્યુઅલ ખર્ચ 50,000 રૂપિયાને પાર કરશે તો પણ 1 ટકા વધારાનો ચાર્જ ચૂકવવો પડશે.
ટ્રાન્સપોર્ટેશન ટ્રાન્ઝેક્શન પર 1% ફી
ADVERTISEMENT
એક જ ટ્રાન્ઝેક્શનમાં 30,000 રૂપિયાથી વધુની રકમની ટ્રાન્સપોર્ટેશન સેવા (MCC 4111, 4784 અને 4131) પર 1% ચાર્જ લાગશે. ઉદાહરણ તરીકે જો તમે 35,000 રૂપિયાનું પેમેન્ટ કરો તો વધારાના 350 રૂપિયા અને 50,000 રૂપિયાના પેમેન્ટ પર 500 રૂપિયા ચાર્જ ભરવો પડશે. આ ફી દરેક અલગ ટ્રાન્ઝેક્શન પર લાગુ પડે છે, આખા બિલિંગ સાયકલની કુલ રકમ પર નહીં.
ફ્યુઅલ ખર્ચ પર 1% ફી
ADVERTISEMENT
એક બિલિંગ સાયકલમાં કુલ ફ્યુઅલ ખર્ચ જો 50,000 રૂપિયાથી વધી જાય તો આખી રકમ પર 1% ચાર્જ લાગશે. એટલે કે જો તમે 55,000 રૂપિયાનું ફ્યુઅલ ખર્ચ કરો તો 550 રૂપિયા વધારાના ચાર્જ તરીકે કાપવામાં આવશે. 60,000નો ફ્યુઅલ ખર્ચ પર 600 વધારાની ફી. 75,000નો ફ્યુઅલ ખર્ચ પર 750 વધારાની ફી લાગશે.આ લીમીટ વટાવ્યા બાદ આખી રકમ પર ફી લાગે છે માત્ર વધારાના ભાગ પર નહીં.
ADVERTISEMENT
SBI કાર્ડ યુઝર્સે હવે શું ધ્યાન રાખવું?
1 ડિસેમ્બરથી વધારાના ચાર્જથી બચવા માટે ગ્રાહકોએ પોતાના ક્રેડિટ કાર્ડનું બિલિંગ સાઇકલ ધ્યાનમાં રાખવું જોઈએ. ખાસ કરીને ફ્યુઅલ પર થતો કુલ ખર્ચ ટ્રેક કરવો જરૂરી છે. આ સિવાય મોટા ટ્રાન્સપોર્ટેશન પેમેન્ટ કરતા પહેલાં પણ નવા નિયમો તપાસી લેવા જોઈએ. કેમ કે ફ્યુઅલ અને ટ્રાન્સપોર્ટેશન બંને માટે ચાર્જ ગણવાની રીત અલગ છે. SBI કાર્ડનો આ નિર્ણય ખાસ કરીને મોટા પાયે ખર્ચ કરતા ગ્રાહકો માટે મહત્ત્વનો છે. સામાન્ય ગ્રાહકોને કદાચ તેની સીધી અસર ન થાય, પરંતુ ક્રેડિટ કાર્ડથી મોટા પેમેન્ટ કરતા લોકો માટે હવે ખર્ચનું આયોજન કરવું વધુ જરૂરી બનશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Stock Market Holidays / નવેમ્બરમાં 11 દિવસ શેરબજાર બંધ રહેશે, દિવાળી પર ખાસ મુહૂર્ત ટ્રેડિંગ યોજાશે