ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / પેટ્રોલની નિકાસ પર ટેક્સ હટ્યો, જ્યારે ડીઝલ અને વિમાન ઈંધણની વિદેશમાં નિકાસ હવે મોંઘી બનશે!

photo-story

4 ફોટો ગેલેરી

બિઝનેસ / પેટ્રોલની નિકાસ પર ટેક્સ હટ્યો, જ્યારે ડીઝલ અને વિમાન ઈંધણની વિદેશમાં નિકાસ હવે મોંઘી બનશે!

Last Updated: 05:38 PM, 31 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

કેન્દ્ર સરકારે પેટ્રોલ, ડીઝલ અને વિમાનના ફ્યુઅલની એક્સપોર્ટ ડ્યૂટીમાં મોટો ફેરફાર કર્યો છે. પેટ્રોલ પરનો 2.50નો ટેક્સ રદ થયો છે જ્યારે ડીઝલ અને ATF પર ડ્યૂટી વધારવામાં આવી છે. ચાલો જાણીએ કે,સરકારના આ નિર્ણયની ગ્રાહકો અને ફ્યુઅલ માર્કેટ પર શું અસર થઈ શકે છે.

1/4

photoStories-logo

1. એક્સપોર્ટ ટેક્સમાં બદલાવ

કેન્દ્ર સરકારે ફ્યુઅલના એક્સપોર્ટ પરના કરમાં મોટો ફેરફાર કર્યો છે. ફાઇનાન્સ મંત્રાલયે શનિવારે જાહેર કરેલા નોટિફિકેશન મુજબ પેટ્રોલના એક્સપોર્ટ પર લાગતી સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટી સંપૂર્ણરીતે હટાવી દેવામાં આવી છે. જ્યારે ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF)નો એક્સપોર્ટ પર ટેક્સ વધારવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/4

photoStories-logo

2. ડ્યુટી ઝીરો કરાઈ

અગાઉ પેટ્રોલના એક્સપોર્ટ પર 2.50 રૂપિયા પ્રતિ લિટર ડ્યુટી લાગતી હતી, જે હવે ઝીરો કરી દેવામાં આવી છે. ડીઝલ પર અગાઉ 8.50 રૂપિયા પ્રતિ લિટર ટેક્સ લાગતો હતો જે વધીને 11.50 રૂપિયા થઈ ગયો છે. એટલે કે 3 રૂપિયાનો વધારો. વિમાનના ફ્યુઅલ (ATF) પર પણ 50 પૈસાનો વધારો કરાયો છે. અગાઉ 10.50 રૂપિયા હતા હવે 11 રૂપિયા પ્રતિ લિટર લાગશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/4

photoStories-logo

3. માર્ચના અંતમાં લાગુ

આ નિયમ માર્ચના અંતમાં લાગુ કરાયો હતો. ત્યારે પશ્ચિમ એશિયામાં વધેલા તણાવને કારણે ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવ ઝડપથી વધી ગયા હતા. રિફાઇનરી કંપનીઓને વિદેશમાં વેચવામાં વધુ નફો દેખાતો હતો. સરકારનો હેતુ એ હતો કે કંપનીઓ ઘરેલું બજારને માર્કેટને વિદેશી માર્કેટને પ્રાથમિકતા ન આપે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/4

photoStories-logo

4. એક્સપોર્ટ ડ્યુટીને એક સાધન...

પશ્ચિમ એશિયાના સંઘર્ષ પહેલાં ભારત પોતાની ક્રૂડ ઓઈલની જરૂરિયાતનો આશરે 45% હોર્મુઝ સ્ટ્રેટના માર્ગે મંગાવતું હતું. યુદ્ધને કારણે આ માર્ગે અવરોધ આવ્યા બાદ વૈકલ્પિક સ્ત્રોતો શોધવા પડ્યા હતા. સરકાર ઘરેલું બજારમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર રાખીને ગ્રાહકોને મોંઘવારીના ઝટકાથી બચાવવાનો પ્રયાસ કરી રહી છે અને એક્સપોર્ટ ડ્યુટીને એક સાધન તરીકે વાપરી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

ATF Export Duty Diesel Export Tax Petrol Export Duty
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ