ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / તમારા કામનું / TRAIનો નવો ડ્રાફ્ટ જાહેર, ફેક કોલ્સ સામે ફરિયાદ વગર જ ટેલિકોમ કંપનીઓ કાર્યવાહી કરી શકશે!

photo-story

5 ફોટો ગેલેરી

કામની વાત / TRAIનો નવો ડ્રાફ્ટ જાહેર, ફેક કોલ્સ સામે ફરિયાદ વગર જ ટેલિકોમ કંપનીઓ કાર્યવાહી કરી શકશે!

Last Updated: 05:27 PM, 31 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

મોબાઇલ પર આવતા સ્પામ કોલ્સ અને ફ્રોડ ફોનથી કંટાળી ગયા છો? તો હવે તમારા માટે રાહતના સમાચાર છે. TRAIના નવા પ્રસ્તાવથી ગ્રાહકોની ફરિયાદ વગર પણ શંકાસ્પદ નંબરો સામે કાર્યવાહી થઈ શકશે અને ટેલિકોમ કંપનીઓની જવાબદારી પણ વધી જશે.

1/5

photoStories-logo

1. ફેક કોલ્સ

ટેલિકોમ સેક્ટરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. કંપનીઓ નેટવર્ક અને સેવાઓ સુધારવા માટે તેનો ભરપૂર ઉપયોગ કરી રહી છે પરંતુ તેની સાથે નવા જોખમો પણ આવી રહ્યા છે. આને ધ્યાનમાં રાખીને ટ્રાઈએ ટેલિકોમ નેટવર્ક અને સેવાઓમાં AIના સુરક્ષિત અને જવાબદાર ઉપયોગ માટે ડ્રાફ્ટ ફ્રેમવર્ક ઈશ્યુ કર્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. જવાબદારી સીધી કંપનીઓ પર

નવા પ્રસ્તાવિત નિયમોમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે નેટવર્કમાં વપરાતા કોઈ પણ AI સિસ્ટમના પરિણામ માટે ટેલિકોમ કંપનીઓ જ સીધી જવાબદાર રહેશે. AI સિસ્ટમ કંપનીએ પોતે બનાવી હોય કે બહારના વેન્ડર પાસેથી ખરીદી હોય તેનાથી કોઈ ફરક નહીં પડે. અંતિમ જવાબદારી ઓપરેટરની જ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. બોર્ડથી મંજૂરી ફરજિયાત

દરેક ટેલિકોમ કંપનીએ આંતરિક AI પોલિસી તૈયાર કરવી પડશે અને તેને કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ પાસેથી મંજૂરી અપાવવી પડશે. વધુમાં, AIના કામકાજ, સુરક્ષા અને માનવીય દેખરેખ માટે એક અલગ સમિતિ પણ બનાવવી પડશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ગડબડની ચાર કેટેગરી

AI સિસ્ટમમાં કોઈ સમસ્યા આવે તો તેને ગંભીરતા મુજબ ચાર કેટેગરીમાં વહેંચવામાં આવશે. જેમાં અત્યંત ગંભીર, ગંભીર, મધ્યમ અને ઓછી ગંભીરનો સમાવેશ થાય છે. અત્યંત ગંભીર કે ગંભીર કેસમાં કંપનીએ નક્કી સમયમર્યાદામાં ટ્રાઈને જાણ કરવી ફરજિયાત રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. સ્પામ કોલ્સ પર સખત કાર્યવાહી

સૌથી મહત્ત્વની વાત એ છે કે હવે કંપનીઓને ગ્રાહકની ફરિયાદની રાહ જોવાની જરૂર નહીં પડે. AI અને મશીન લર્નિંગની મદદથી શંકાસ્પદ સ્પામ કે ફ્રોડ કોલ્સની ઓળખ કરીને સીધી કાર્યવાહી કરવી પડશે. વારંવાર ફ્લેગ થતા નંબરની સેવા તરત બંધ કરવામાં આવશે અને રી-KYC પણ કરાવવું પડશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

TRAI New Rules AI in Telecom Networks Spam Call Prevention
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ