ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / આવતીકાલે અહોઈ અષ્ટમી, જાણો પૂજાવિધિ, વ્રતકથા અને તારાઓ દેખાવાનો સમય!

photo-story

8 ફોટો ગેલેરી

ધર્મ / આવતીકાલે અહોઈ અષ્ટમી, જાણો પૂજાવિધિ, વ્રતકથા અને તારાઓ દેખાવાનો સમય!

Last Updated: 04:12 PM, 31 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

સંતાનોની સુખ-સમૃદ્ધિ અને દીર્ઘાયુની કામના માટે આગામી 1 નવેમ્બર 2026૬ના રોજ અહોઈ અષ્ટમીનું વ્રત મનાવવામાં આવશે, જેની સંપૂર્ણ પૂજા વિધિ અને મુહૂર્ત જાહેર થઈ ગયા છે.

1/8

photoStories-logo

1. આવતીકાલે અહોઈ અષ્ટમી, જાણો પૂજાવિધિ, વ્રતકથા અને તારાઓ દેખાવાનો સમય!

સંતાનોની સુખ-સમૃદ્ધિ, ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુની કામના સાથે આ વર્ષે અહોઈ અષ્ટમીનું વ્રત ૧ નવેમ્બર ૨૦૨૬, રવિવારના રોજ શ્રદ્ધાપૂર્વક મનાવવામાં આવશે. આ ખાસ પર્વ પર સાંજના સમયે પૂજા માટેનું વિશેષ મુહૂર્ત બની રહ્યું છે. ધાર્મિક માન્યતાઓ મુજબ, વિધિ-વિધાન મુજબ અહોઈ માતાની આરાધના કરવાથી સંતાનના જીવનમાં હંમેશાં સુખ-શાંતિ જળવાઈ રહે છે. આ દિવસે પૂજા સંપન્ન કર્યા બાદ તારાઓને અર્ધ્ય અર્પણ કરીને વ્રત છોડવાની પરંપરા છે. હિન્દુ પંચાંગ અનુસાર, અહોઈ અષ્ટમીનું વ્રત કારતક માસના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ રાખવામાં આવે છે. વર્ષ 2026માં આ તિથિ 1 નવેમ્બરે આવી રહી છે. અષ્ટમી તિથિનો પ્રારંભ: 1 નવેમ્બર 2026, બપોરે 2.51 વાગ્યે, અષ્ટમી તિથિની સમાપ્તિ: 2 નવેમ્બર 2026, બપોરે 1.10 વાગ્યે, અહોઈ અષ્ટમી વ્રત: રવિવાર, 1 નવેમ્બર 2026.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. પૂજાનું શુભ મુહૂર્ત અને દર્શન સમય

અહોઈ અષ્ટમીના દિવસે સાંજના સમયે અહોઈ માતાની પૂજા કરવી અત્યંત ફળદાયી માનવામાં આવે છે. આ વર્ષે પૂજા માટે અંદાજે 1 કલાક અને 18 મિનિટનો સમય પ્રાપ્ત થશે. પૂજાનું શુભ મુહૂર્ત: સાંજે 5.36 વાગ્યાથી 6.54 વાગ્યા સુધી, તારાઓના દર્શનનો સમય: સાંજે અંદાજે 6.00 વાગ્યે, ચંદ્ર્યોદયનો સમય: રાત્રિએ અંદાજે 11.40 વાગ્યે (નવી દિલ્હી મુજબ). તારાઓ અને ચંદ્રના ઉદય થવાનો સમય અલગ-અલગ શહેરોમાં ભિન્ન હોઈ શકે છે. અહોઈ અષ્ટમી પર મોટાભાગની માતાઓ તારાઓને અર્ધ્ય આપ્યા બાદ પોતાનું વ્રત પૂર્ણ કરે છે, જ્યારે કેટલાક પરિવારોમાં ચંદ્રમાને અર્ધ્ય આપવાની પણ પ્રથા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/8

photoStories-logo

3. અહોઈ અષ્ટમીનું ધાર્મિક મહત્વ

અહોઈ અષ્ટમીને અહોઈ આઠે તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે માતાઓ પોતાના સંતાનની લાંબી ઉંમર, ઉત્તમ સ્વાસ્થ્ય, પ્રગતિ અને ખુશહાલ જીવન માટે આ વ્રત આચરતી હોય છે. અગાઉ આ વ્રત મુખ્યત્વે પુત્રની દીર્ઘાયુ માટે રાખવામાં આવતું હતું, પરંતુ વર્તમાન સમયમાં દીકરીઓ અને દીકરાઓ બંનેની સમૃદ્ધિ માટે માતાઓ આ વ્રત કરે છે. આ તહેવાર કરવા ચોથના ચાર દિવસ પછી ઉજવાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. પૂજા સામગ્રી

અહોઈ માતાની પૂજા માટે અગાઉથી જ જરૂરી સામગ્રી એકત્રિત કરી લેવી આવશ્યક છે. અહોઈ માતાનું ચિત્ર અથવા દીવાલ પર બનાવેલ ચિત્ર, રોલી, અક્ષત અને હળદર, ફૂલ અને હાર, દીવો, ધૂપ અને અગરબત્તી, ઘઉંથી ભરેલો કળશ, દૂધ, ફળ અને મિઠાઈ, હલવો, પૂરી અને પુઆ, સરઈની સાત સળીઓ અથવા કપાસની કળીઓ.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/8

photoStories-logo

5. વ્રત અને પૂજાની વિધિ

અહોઈ અષ્ટમીના દિવસે સહેજ વહેલા જાગીને સ્નાન કરવું અને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા. ત્યારબાદ પૂજા સ્થાન પર અહોઈ માતાનું સ્મરણ કરીને સંતાનની સુખાકારી અને દીર્ઘાયુ માટે વ્રતનો સંકલ્પ લેવો. કુટુંબની પરંપરા અનુસાર નિર્જળા અથવા ફળાહાર વ્રત રાખી શકાય છે. સાંજની પૂજા માટે ઘરની દીવાલ પર અહોઈ માતાનું ચિત્ર બનાવવું કે તેમની તસવીર સ્થાપિત કરવી. પૂજા સ્થળને સ્વચ્છ કરીને પાટલા પર લાલ વસ્ત્ર બિછાવવું. ત્યારબાદ ઘઉં મૂકીને જળથી ભરેલા કળશની સ્થાપના કરવી.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. વિધિ-વિધાનથી માતાની પૂજા

શુભ મુહૂર્તમાં અહોઈ માતા સમક્ષ ઘીનો દીવો પ્રજ્વલિત કરવો. માતાને રોલી, અક્ષત, ફૂલ અને હાર અર્પણ કરવા. ત્યારપછી હલવો, પૂરી, ફળ અને મિઠાઈનો ભોગ ધરાવવો. પૂજામાં સરઈની સાત સળીઓ રાખવાની પણ રીત છે. પૂજા દરમિયાન અહોઈ અષ્ટમીની વ્રત કથા વાંચવી અથવા પરિવારના કોઈ સભ્ય પાસેથી સાંભળવી. કથા પૂર્ણ થયા બાદ અહોઈ માતાની આરતી ઉતારી સંતાનના સુખી જીવનની પ્રાર્થના કરવી. સાંજના સમયે તારા દેખાય ત્યારે તેમને જળ અર્પણ કરવું. ત્યારબાદ અહોઈ માતાનું ધ્યાન ધરીને વ્રતનું પારણ કરવું. જે પરિવારોમાં ચંદ્રમાને અર્ધ્ય આપવાની પરંપરા છે, તેઓ ચંદ્ર્યોદય બાદ વ્રત ખોલી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/8

photoStories-logo

7. રાધા કુંડ સ્નાનનું મહત્વ

અહોઈ અષ્ટમીનો સંબંધ મથુરાના રાધા કુંડ સાથે પણ જોડાયેલો છે. ધાર્મિક માન્યતાઓ મુજબ, આ દિવસે રાધા કુંડમાં સ્નાન કરવું અત્યંત પુણ્યદાયી માનવામાં આવે છે. સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખતા દંપતીઓ આ દિવસે રાધા કુંડમાં સ્નાન કરીને રાધા રાણીની પૂજા અર્ચના કરે છે. મથુરાના ગોવર્ધન સ્થિત રાધા કુંડમાં અહોઈ અષ્ટમીની રાત્રે વિશેષ સ્નાન યોજાય છે, જેને રાધા કુંડ સ્નાન તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. જય અહોઈ માતાની આરતી

જય અહોઈ માતા, જય અહોઈ માતા, તમને રોજ નિરંતર હરિ, વિષ્ણુ અને બ્રહ્મા ધ્યાવે છે। બ્રાહ્માણી, રૂદ્રાણી, કમલા, તું જ જગતની માતા છે, સૂર્ય-ચંદ્ર તમારું ધ્યાન ધરે છે અને નારદ ર્ષિ ગુણગાન ગાય છે। ૐ જય અહોઈ માતા...

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

HinduFestivals AhoiAshtami2026 AhoiVrat
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ