ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / Daily Horoscope / 128 વર્ષ બાદ બની રહ્યો છે દુર્લભ સંયોગ, આ રાશિના જાતકોને દિવાળી પહેલાં સતત 2 દિવસ ધનલાભના યોગની આગાહી
6 ફોટો ગેલેરી
Last Updated: 02:28 PM, 1 November 2026
1/6
ખાસ વાત એ છે કે આ બે દિવસોમાં આઠ શુભ યોગોનો આવો દુર્લભ સંયોગ બની રહ્યો છે, જે લગભગ 128 વર્ષ પછી બનતો સંયોગ કહેવાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ શુભ સંયોગો દરમિયાન સોનું અને ચાંદી ખરીદવું, નવો વ્યવસાય શરૂ કરવો અને સંપત્તિમાં રોકાણ કરવું ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. આવી સ્થિતિમાં દિવાળી પહેલા લોકોને ધનતેરસ જેવી ખરીદીની શુભ તક મળશે.
2/6
પુષ્ય નક્ષત્ર 1 નવેમ્બર 2026, રવિવારના સવારે 10.16 વાગ્યાથી શરૂ થશે, જે બીજા દિવસે એટલે કે 2 નવેમ્બર સવારે 8.50 વાગ્યા સુધી ચાલશે. રવિવારે પુષ્ય નક્ષત્ર આવતાં રવિ પુષ્ય યોગ બનશે. જ્યોતિષ શાસ્ત્રમાં આ યોગને ખરીદી, રોકાણ અને નવા કામની શરૂઆત કરવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે.
ADVERTISEMENT
3/6
પુષ્ય નક્ષત્ર 2 નવેમ્બર સોમવારે સવારે 8.50 વાગ્યા સુધી રહેશે. આ દિવસે પણ ઘણા શુભ સંયોગો રચાઈ રહ્યા છે. સોમવારે પુષ્ય નક્ષત્ર સાથે સર્વાર્થસિદ્ધિ, શુભ, શ્રીવત્સ, અમલા, વશી અને સરલ જેવા યોગો બનશે. આ ઉપરાંત અમૃતસિદ્ધિ અને સર્વાર્થસિદ્ધિ યોગ પણ આ દિવસને ખાસ બનાવશે.
4/6
ADVERTISEMENT
5/6
તમે નવી કાર અથવા અન્ય વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમે આ સમયગાળા દરમિયાન ખરીદી કરી શકો છો. દુકાન અને મશીનરીઃ બિઝનેસ વધારવા માટે નવી દુકાન, મશીનરી કે બિઝનેસ સંબંધિત વસ્તુઓ ખરીદવી શુભ માનવામાં આવે છે. પૂજા સામગ્રીઃ ચાંદી, તાંબા અને સ્ફટિકથી બનેલી પૂજા સામગ્રી ખરીદવી પણ શુભ માનવામાં આવે છે.
6/6
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ