ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટ હાઇપ્રોફાઇલ દારૂ પાર્ટી કેસમાં મોટા સમાચાર, આરોપીઓને કપડા બદલાવીને પાછળના દરવાજેથી બહાર કઢાયા
Last Updated: 03:16 PM, 1 November 2026
ADVERTISEMENT
રાજકોટ હાઇપ્રોફાઇલ દારૂ પાર્ટી કેસમાં મોટા સમાચાર સામે આવ્યાં છે. રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનની કામગીરી શંકામાં આવી છે. એક એક કરીને આરોપીઓને કપડા બદલાવીને પાછળના દરવાજેથી બહાર કાઢવામાં આવ્યાં હતા. મીડિયા આરોપીઓને ઓળખી જતા પોલીસ પાછલા દરવાજેથી આરોપીને લઈ જઈ રહી છે
ADVERTISEMENT
સરાઝા હોટેલમાં દારૂની હાઇપ્રોફાઇલ ઝડપાઈ
રાજકોટના કાલાવડ રોડ પર આવેલી સરાઝા હોટેલમાં દારૂની હાઇપ્રોફાઇલ પાર્ટી પર પોલીસે દરોડા પાડ્યાં હતા. પાર્ટીમાં સામેલ 76 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે આ કેસમાં 33 મહિલાઓ અને 43 પુરૂષોને ડિટેઇન કર્યા છે અને સિવીલ હોસ્પિટલ ખાતે તેને મેડિકલ ચેક અપ માટે લઇ જવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
કોણે ગોઠવી હતી દારુની પાર્ટી?
ADVERTISEMENT
બિલ્ડર ગ્રુપ ડેકોરાના ચિરાગ પટેલ દ્રારા આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું ચિરાગ પટેલનો થોડા દિવસ બાદ જન્મદિવસ હતો જેની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટની સરાઝા હોટેલના બેન્કવીટ હોલમાં આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટના નામાંકિત બિલ્ડરો અને તેના પરિવારો,નામાંકિત તબીબો,ઉધોગપતિઓ અને રાજકીય અગ્રણીઓના સબંધીઓએ હાજરી આપી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.