ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટની સરાઝા હોટલમાં LCBના દરોડા, બર્થડે પાર્ટીમાં ડોક્ટર્સ-બિલ્ડરો 76 લોકો સામેલ, જુઓ લિસ્ટ
Last Updated: 08:00 AM, 1 November 2026
ADVERTISEMENT
રાજકોટમાં એક બર્થડે પાર્ટી અચાનક પોલીસની કાર્યવાહીને કારણે ચર્ચામાં આવી છે. શહેરના કાલાવડ રોડ પર આવેલી નામાંકિત સરાઝા હોટેલમાં ચાલી રહેલી હાઈપ્રોફાઈલ પાર્ટીમાં દારૂની મહેફિલ જામતી હોવાની જાણ થતાં LCBની ટીમે દરોડા પાડ્યા હતા. પોલીસની આ કાર્યવાહીમાં 33 મહિલાઓ અને 43 પુરુષો સહિત કુલ 76 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે. આ પાર્ટીમાં નામાંકિત ડોક્ટર્સ, બિલ્ડરો અને તેમના પરિવારજનો પણ હાજર હોવાની માહિતી સામે આવી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
પ્રાથમિક માહિતી મુજબ, ચિરાગ પટેલનો દિવાળી દરમિયાન જન્મદિવસ આવતો હોવાથી તેમણે અગાઉથી જ પાર્ટીનું આયોજન કર્યું હતું. દિવાળીના તહેવાર દરમિયાન લોકો હાજરી આપી શકે તેમ ન હોવાથી એડવાન્સમાં બર્થડે પાર્ટી રાખવામાં આવી હતી. આ પાર્ટીમાં કુલ 76 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. પાર્ટીમાં જમવાની વ્યવસ્થા સાથે દારૂની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. જોકે, પાર્ટી દરમિયાન દારૂની મહેફિલ ચાલતી હોવાની જાણ થતાં LCBએ દરોડા પાડીને કાર્યવાહી કરી હતી.

ADVERTISEMENT
સમગ્ર મામલે રાજકોટના ACP બી.જે. ચૌધરીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ચિરાગભાઈ અરવિંદભાઈ પટેલનો જન્મદિવસ દિવાળીના સમયગાળા દરમિયાન આવતો હોવાથી તેમણે અગાઉથી પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં કુલ 76 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમાં 43 પુરુષો અને 33 મહિલાઓનો સમાવેશ થાય છે. પાર્ટીમાં દારૂ પીરસવામાં આવ્યો હોવાની બાબત સામે આવતાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.
ADVERTISEMENT
પોલીસે પાર્ટીમાં હાજર તમામ લોકોને મેડિકલ તપાસ માટે મોકલ્યા છે. હાલમાં મહિલાઓની મેડિકલ તપાસ ચાલી રહી છે અને ત્યારબાદ પુરુષોની પણ તપાસ કરવામાં આવશે. કેટલા લોકોએ દારૂ પીધો હતો તે અંગે મેડિકલ તપાસ અને બ્લડ સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટતા થશે. એટલે કે પાર્ટીમાં હાજર તમામ લોકોમાંથી કેટલા લોકો દારૂના નશામાં હતા તેની સાચી વિગતો રિપોર્ટ આવ્યા બાદ સામે આવશે.
ADVERTISEMENT
33 મહિલા અને 43 પુરુષો પાર્ટીમાં સામેલ, હોટલ મેનેજર સામે પણ ગુનો નોંધાશે રાજકોટના કાલાવડ રોડ પર આવેલી નામાંકિત સરાઝા હોટલમાં LCBની ટીમે હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી પર દરોડો પાડ્યો હતો. ચિરાગ પટેલના જન્મદિવસ નિમિત્તે યોજાયેલી એડવાન્સ બર્થડે પાર્ટીમાં 33 મહિલાઓ અને 43 પુરુષો સહિત કુલ 76 લોકો હાજર હતા. નામાંકિત ડોક્ટર્સ અને બિલ્ડરો પરિવાર સાથે પાર્ટીમાં સામેલ હોવાની માહિતી છે. ACP બી.જે. ચૌધરીના જણાવ્યા મુજબ, તમામ લોકોને મેડિકલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. મેડિકલ રિપોર્ટ બાદ કેટલા લોકોએ દારૂ પીધો હતો તે સ્પષ્ટ થશે. સરાઝા હોટલના મેનેજર સામે પણ ગુનો નોંધવામાં આવશે. ચિરાગ પટેલ કે હોટલ તરફથી દારૂની વ્યવસ્થા કરવામાં આવી હતી તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. #Rajkot #SarajaHotel #rajkotpolice #GujaratNews #vtvdigital
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) November 1, 2026
ADVERTISEMENT
દરોડા દરમિયાન હોટેલમાંથી દારૂની ભરેલી પેક બોટલો અને ગ્લાસમાં દારૂ મળી આવ્યો હતો. જોકે, આ મામલે ડ્રગ્સ કે અન્ય કોઈ નશાકારક પદાર્થ મળી આવ્યો હોવાની હાલ કોઈ માહિતી સામે આવી નથી. ACP બી.જે. ચૌધરીએ સ્પષ્ટતા કરી હતી કે, પ્રાથમિક તપાસમાં ડ્રગ્સ જેવી કોઈ વસ્તુ મળી આવી નથી અને હાલ દારૂ પીવાની બાબતને લઈને તપાસ ચાલી રહી છે.
આ મામલે હોટેલના મેનેજર સામે પણ ગુનો નોંધવાની કાર્યવાહી કરવામાં આવશે. જોકે, હોટેલના માલિકની ભૂમિકા અંગે હાલ તપાસ ચાલી રહી છે. પાર્ટીમાં દારૂની વ્યવસ્થા ચિરાગ પટેલ દ્વારા કરવામાં આવી હતી કે પછી હોટેલ તરફથી દારૂની વ્યવસ્થા કરવામાં આવી હતી તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે. દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને પાર્ટીમાં કોના દ્વારા પીરસવામાં આવ્યો હતો તે સહિતના મુદ્દાઓની તપાસ બાદ વધુ વિગતો બહાર આવશે. હાલમાં પોલીસ દ્વારા તમામ લોકોની મેડિકલ તપાસ, બ્લડ સેમ્પલ અને અન્ય પુરાવાઓ એકત્ર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ હાઈપ્રોફાઈલ પાર્ટીમાં હાજર લોકોની ઓળખ, દારૂની વ્યવસ્થા અને હોટેલ મેનેજમેન્ટની ભૂમિકા અંગે તપાસ આગળ વધતાં સમગ્ર મામલે વધુ ખુલાસા થવાની શક્યતા છે.
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.