ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / ‘ભાગ્યલક્ષ્મી’ ફેમ અભિનેત્રી લગ્નના દોઢ વર્ષ બાદ બની માતા, ધનતેરસના 6 દિવસ પહેલાં ઘરે આવી નાનકડી પરી
Last Updated: 11:28 PM, 31 October 2026
ADVERTISEMENT
‘ભાગ્યલક્ષ્મી’ શોની એક્ટ્રેસ માયરા મિશ્રા અને તેમના પતિ રાજુલ યાદવે પિતૃત્વની ખુશખબર આપી છે. કપલને દીકરી થઈ છે. ધનતેરસથી થોડા દિવસ પહેલાં જ ઘરે લક્ષ્મી આવી છે. માયરાએ સોશિયલ મીડિયા પર નવજાત બેબીના નાના પગની સુંદર તસવીર શેર કરી છે જે જોઈને ફેન્સ ખુશ થઈ ગયા છે.
ADVERTISEMENT
માયરાએ કૅપ્શનમાં લખ્યું છે – “એક સપનું જે અમે સંજોઈને રાખ્યું હતું, હવે અમારી બાંહોમાં છે. અમારું હંમેશા માટેનો સાથ શરૂ થઈ ગયો છે અને તે એક દીકરી છે.” તસવીર સાથે વ્હાઇટ હાર્ટ અને પ્રેમ ભર્યા શબ્દો સાથે તેમણે જણાવ્યું કે બેબી ગર્લનો આશીર્વાદ મળ્યો છે. આ જાહેરાત થતાં જ સેલિબ્રિટીઝ, મિત્રો અને ફેન્સ તરફથી અભિનંદનની ભરમાર થઈ ગઈ.
માયરા અને રાજુલની મુલાકાત 2022માં મુંબઈમાં એક લગ્નમાં થઈ હતી. ત્યારબાદ બંને વચ્ચે દોસ્તી વધી અને પ્રેમમાં પરિણમી હતી. બે વર્ષની ડેટિંગ પછી ફેબ્રુઆરી 2025માં બંનેએ લગ્ન કર્યા હતા. લગ્નના લગભગ દોઢ વર્ષ પછી તેમને આ નવી ખુશી મળી છે.
ADVERTISEMENT
‘ભાગ્યલક્ષ્મી’થી ઘર-ઘર ઓળખ મેળવનારી માયરા હવે માતૃત્વના નવા અધ્યાયમાં પ્રવેશી છે. જેમાં ફેન્સ આ નવી જવાબદારી માટે તેમને શુભેચ્છા પાઠવી રહ્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ