ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / બોલિવૂડ / Shah Rukh Khanની ‘King’નો રિલીઝ પહેલાં જ દબદબો, ઓવરસીઝ માર્કેટમાંથી ₹175 કરોડની કમાણીનો દાવો!
Last Updated: 07:53 PM, 31 October 2026
ADVERTISEMENT
શાહરુખ ખાનની અપકમિંગ ફિલ્મ ‘કિંગ’ રિલીઝ થતા પહેલાં જ ઓવરસીઝમાં ધમાકો કરી રહી છે. ફિલ્મના ઓવરસીઝ થિયેટ્રિકલ રાઇટ્સ 175 કરોડ રૂપિયામાં વેચાઈ ગયા છે જે ભારતીય સિનેમા માટે નવો રેકોર્ડ છે.
ADVERTISEMENT
ફાર્સ ફિલ્મ્સે આ રાઇટ્સ માટે 175 કરોડની મિનિમમ ગેરંટી આપી છે. અત્યાર સુધી કોઈ પણ ભારતીય ફિલ્મના ઓવરસીઝ રાઇટ્સ આટલી મોટી રકમે વેચાયા નથી. અગાઉ શાહરુખની ફિલ્મોના વિદેશી રાઇટ્સ યશ રાજ ફિલ્મ્સ પાસે હતા. ‘પઠાન’ અને ‘જવાન’ને પણ વિદેશમાં શાનદાર સફળતા મળી હતી. ફાર્સ ફિલ્મ્સને પણ વિદેશી ડિસ્ટ્રિબ્યુશનનો સારો અનુભવ છે.
મિનિમમ ગેરંટી એટલે ફિલ્મ પરનો ભરોસો. વિદેશમાં ડિસ્ટ્રિબ્યુટર્સને સામાન્ય રીતે બોક્સ ઓફિસની કુલ કમાણીનો માત્ર 50% મળે છે. એટલે ‘કિંગ’ને તેનું બજેટ કાઢવા માટે લગભગ 350-375 કરોડ રૂપિયાની કુલ કમાણી કરવી પડશે.
ADVERTISEMENT
ક્યારે થશે રિલીઝ ?
‘કિંગ’ ડિસેમ્બરમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મથી સુહાના ખાન થિયેટ્રિકલ ડેબ્યૂ કરશે. શાહરુખના જન્મદિવસ 2 નવેમ્બરે ટીઝર કે કોઈ ગીત રિલીઝ થઈ શકે છે તેવી અટકળો પણ ચાલી રહી છે. શાહરુખની અગાઉની બે મોટી સફળતા ‘પઠાન’ અને ‘જવાન’એ વિદેશમાં લગભગ 400 કરોડની કમાણી કરી હતી.
ADVERTISEMENT
સ્ટાર કાસ્ટ
ADVERTISEMENT
સિદ્ધાર્થ આનંદના નિર્દેશનમાં બની રહેલી ‘King’ 24 ડિસેમ્બર, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ શકે છે. ફિલ્મમાં શાહરુખ ખાન સિવાય દીપિકા પાદુકોણ, સુહાના ખાન, અભિષેક બચ્ચન, રાની મુખર્જી, અનિલ કપૂર, અરશદ વારસી, જેકી શ્રોફ, જયદીપ અહલાવત અને રાઘવ જુયાલ જેવા કલાકારો પણ જોવા મળશે. આ ફિલ્મ શાહરુખ ખાન અને તેની દીકરી સુહાના ખાનની પહેલી ઓન-સ્ક્રીન જોડી હોવાને કારણે પણ ખાસ ચર્ચામાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Box Office Collection / 'જેલર 2'ની કમાણીને લાગ્યો જોરદાર ઝટકો, તો 'દ્રશ્યમ 3'...! જાણો કલેક્શન