ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / ઇઝરાયેલમાં સરકાર ન બને તો પણ નેતન્યાહુ આગામી વર્ષ સુધી PM રહી શકે, જાણો નિયમ

વિશ્વ / ઇઝરાયેલમાં સરકાર ન બને તો પણ નેતન્યાહુ આગામી વર્ષ સુધી PM રહી શકે, જાણો નિયમ

Published By: Priykant Shrimali

Last Updated: 10:11 AM, 30 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Israel PM Benjamin Netanyahu : ચૂંટણીમાં બહુમતી નહીં છતાં નેતન્યાહુ રહી શકે PM, જાણો ઇઝરાયેલની સત્તા વ્યવસ્થા કેવી છે ?

ADVERTISEMENT

Israel PM Benjamin Netanyahu : ઇઝરાયેલમાં ચૂંટણીનાં પ્રારંભિક પરિણામો બાદ સરકાર રચવાને લઈને રાજકીય અનિશ્ચિતતા ઊભી થઈ છે. નેતન્યાહુના ગઠબંધનને 53 અને વિપક્ષી જૂથને આશરે 48 બેઠકો મળવાનું અનુમાન છે. સરકાર બનાવવા માટે જરૂરી 61 બેઠકોનો આંકડો કોઈ જૂથ પાસે ન હોવાથી નવી સરકાર રચાય ત્યાં સુધી નેતન્યાહુ કાર્યકારી વડાપ્રધાન તરીકે પદ પર ચાલુ રહી શકે છે.

ઇઝરાયેલમાં ચૂંટણી પૂર્ણ થયા બાદ પણ સત્તાની કમાન કોના હાથમાં રહેશે તે અંગે સસ્પેન્સ યથાવત્ છે. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના ગઠબંધને સૌથી મોટા જૂથ તરીકે સ્થાન મેળવ્યું હોવાનું પ્રારંભિક પરિણામોમાં જોવા મળી રહ્યું છે, પરંતુ સરકાર રચવા માટે જરૂરી બહુમતીથી તે હજુ દૂર છે. બીજી તરફ, વિપક્ષી નેતા ગાદી આઇઝનકોટના જૂથને પણ સરકાર બનાવવા જેટલો જનાદેશ મળ્યો નથી. પરિણામે હવે સરકાર રચવા માટે અન્ય રાજકીય પક્ષોનો ટેકો નિર્ણાયક બની શકે છે.

ઇઝરાયેલની સંસદ 'નેસેટ'માં કુલ 120 બેઠકો છે. પ્રારંભિક અંદાજ મુજબ નેતન્યાહુના ગઠબંધનને 53 બેઠકો, જ્યારે વિપક્ષી જૂથને લગભગ 48 બેઠકો મળી શકે છે. અરબ પક્ષોના ખાતામાં આશરે 19 બેઠકો જવાની શક્યતા છે. સરકાર રચવા માટે ઓછામાં ઓછા 61 સાંસદોનું સમર્થન જરૂરી હોવાથી કોઈપણ જૂથ હાલ પોતાની તાકાત પર સત્તા સુધી પહોંચી શકે તેવી સ્થિતિમાં નથી.

બહુમતી ન મળે તો પણ નેતન્યાહુ કેમ રહેશે પદ પર?

ઇઝરાયેલની રાજકીય વ્યવસ્થામાં ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ વર્તમાન વડાપ્રધાનનું પદ ખાલી થતું નથી. નવી સરકાર રચાય અને તેના સભ્યો શપથ લે ત્યાં સુધી અગાઉની સરકાર જ દેશનો વહીવટ સંભાળે છે. આ વ્યવસ્થાને કાર્યકારી સરકાર તરીકે ઓળખવામાં આવે છે. એટલે ચૂંટણીમાં બહુમતી ન મળવા છતાં નેતન્યાહુ તાત્કાલિક વડાપ્રધાન પદ છોડવા માટે બંધાયેલા નથી. જ્યાં સુધી નવી સરકાર અસ્તિત્વમાં ન આવે ત્યાં સુધી તેઓ કાર્યકારી વડાપ્રધાન તરીકે જવાબદારી નિભાવી શકે છે. જો સરકાર રચવાની પ્રક્રિયા લાંબી ચાલે અથવા ફરીથી ચૂંટણી યોજવાની સ્થિતિ ઊભી થાય, તો પણ આ સમયગાળા દરમિયાન તેઓ પદ પર રહી શકે છે.

ઇઝરાયેલમાં સરકાર રચવાની પ્રક્રિયા કેવી રીતે ચાલે છે?

ઇઝરાયેલમાં ચૂંટણી બાદ સરકાર રચવાની પ્રક્રિયામાં રાષ્ટ્રપતિની મહત્વની ભૂમિકા હોય છે. રાષ્ટ્રપતિ વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ સાથે ચર્ચા કરે છે અને જે સાંસદ સરકાર રચવા માટે બહુમતીનો ટેકો મેળવી શકે તેવી સંભાવના ધરાવે છે, તેને સરકાર બનાવવાનું આમંત્રણ આપે છે.

સરકાર રચવા માટે પસંદ કરાયેલા ઉમેદવારને શરૂઆતમાં 28 દિવસનો સમય મળે છે. જરૂર જણાય તો વધુ 14 દિવસની મુદત પણ મળી શકે છે. આ સમય દરમિયાન ઉમેદવારે વિવિધ પક્ષો સાથે ચર્ચા કરીને ઓછામાં ઓછા 61 સાંસદોનું સમર્થન મેળવવાનું હોય છે. જો પ્રથમ ઉમેદવાર સરકાર રચવામાં નિષ્ફળ જાય, તો રાષ્ટ્રપતિ અન્ય નેતાને તક આપી શકે છે. ત્યારબાદ પણ બહુમતીનો રસ્તો ન નીકળે તો સંસદના સભ્યો અન્ય ઉમેદવારનું નામ આગળ ધરી શકે છે. આ સમગ્ર પ્રક્રિયામાં અનેક અઠવાડિયાં લાગી શકે છે.

આ પણ વાંચો : 'જ્યારે સાજા થઈ જાવ, ત્યારે મારી પાસે એક આઈડિયા છે', ભારતીય પાઇલટ સ્મિત મછારને મળ્યા UAEના રાષ્ટ્રપતિ

સરકાર રચવામાં નિષ્ફળતા મળે તો ફરી ચૂંટણી?

જો તમામ પ્રયાસો છતાં કોઈપણ નેતા બહુમતી સાબિત કરી શકતો નથી, તો ઇઝરાયેલમાં સંસદ ભંગ થવાની અને ફરીથી ચૂંટણી યોજવાની સ્થિતિ ઊભી થઈ શકે છે. આવી સ્થિતિમાં નવી સરકાર રચાય ત્યાં સુધી વર્તમાન સરકાર જ વહીવટી જવાબદારી સંભાળતી રહે છે. જોકે, કાર્યકારી સરકાર પાસેથી સામાન્ય રીતે મોટા નીતિગત નિર્ણયો લેતી વખતે સાવચેતી રાખવાની અપેક્ષા હોય છે. આ વ્યવસ્થાનો મુખ્ય હેતુ એ છે કે રાજકીય અનિશ્ચિતતા વચ્ચે પણ દેશનો વહીવટ અટકી ન જાય. આમ, ઇઝરાયેલમાં ચૂંટણીનાં પરિણામો જાહેર થયા બાદ પણ વડાપ્રધાન પદમાં તાત્કાલિક ફેરફાર થતો નથી. નેતન્યાહુનું રાજકીય ભવિષ્ય હવે ગઠબંધન રચવાની સફળતા અને અન્ય પક્ષોના સમર્થન પર નિર્ભર રહેશે. નવી સરકાર રચાય ત્યાં સુધી તેઓ કાર્યકારી વડાપ્રધાન તરીકે પદ પર ચાલુ રહી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Benjamin Netanyahu Israel Elections Caretaker Government

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ