ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરતમાં બોગસ ડોક્ટરનું મંત્રીના હસ્તે સન્માન થતાં વિવાદ, અગાઉ નવસારી SOGએ કરી હતી ધરપકડ
Last Updated: 05:28 PM, 29 October 2026
ADVERTISEMENT
જે વ્યક્તિને એક સમયે પોલીસે નકલી ડોક્ટર તરીકે પકડ્યો હતો, તે જ વ્યક્તિ મંત્રીના હાથે સન્માન મેળવે તો? સુરતમાં આવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરતમાં આયુર્વેદના વિકાસ માટે યોજાયેલા કાર્યક્રમમાં એક કથિત બોગસ ડોક્ટરે આયોજકોને ગેરમાર્ગે દોરી સન્માન મેળવી લીધું હોવાનો મામલો સામે આવ્યો છે. એટલું જ નહીં, રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલ પાનસેરિયાના હસ્તે સન્માન મેળવ્યા બાદ આ વ્યક્તિના મંત્રી સાથેના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. ત્યારબાદ આ વ્યક્તિને અગાઉ નવસારી SOG દ્વારા નકલી ડોક્ટર તરીકે પકડવામાં આવ્યો હોવાની વિગતો સામે આવતાં સમગ્ર મામલે વિવાદ સર્જાયો છે. આ ઘટનાને પગલે આયુર્વેદિક તબીબોમાં પણ રોષ જોવા મળ્યો છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
સુરતમાં ચેમ્બર ઓફ કોમર્સ અને ઓલ ગુજરાત આયુર્વેદ એસોસિએશન દ્વારા વંદે આયુકોન 3 નામના આયુર્વેદ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આયુર્વેદને પ્રોત્સાહન આપવાનો અને આ ક્ષેત્રમાં કામગીરી કરતા તબીબોનું સન્માન કરવાનો હતો. કાર્યક્રમમાં અનેક આયુર્વેદિક તબીબોનું સન્માન કરવામાં આવ્યું હતું. જોકે, આ કાર્યક્રમમાં એક વ્યક્તિએ ખોટા દસ્તાવેજો કે ડિગ્રી રજૂ કરીને આયોજકોને ગેરમાર્ગે દોર્યા હોવાનો મામલો સામે આવ્યો છે. આ વ્યક્તિએ મંત્રી પ્રફુલ પાનસેરિયાના હસ્તે સન્માન મેળવ્યું હતું. બાદમાં તેના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતાં આ મામલે ચર્ચા શરૂ થઈ હતી.
ADVERTISEMENT
આ સમગ્ર ઘટનામાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, જે વ્યક્તિએ મંત્રીના હાથે સન્માન મેળવ્યું હતું, તેને અગાઉ નવસારી SOG દ્વારા નકલી ડોક્ટર તરીકે પકડવામાં આવ્યો હતો. આ વિગતો સામે આવ્યા બાદ કાર્યક્રમમાં સન્માન માટે વ્યક્તિઓની પસંદગી કેવી રીતે કરવામાં આવી હતી તે અંગે સવાલો ઊભા થયા છે. આયોજકોને ગેરમાર્ગે દોરીને સન્માન મેળવવામાં આવ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. મંત્રી સાથેના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર ઘટના વધુ ચર્ચામાં આવી હતી. આ મામલે આયુર્વેદિક તબીબોએ પણ નારાજગી વ્યક્ત કરી છે.
ADVERTISEMENT
બોગસ ડોક્ટરના સન્માનનો મામલો સામે આવ્યા બાદ 57થી વધુ ડિગ્રીધારી આયુર્વેદિક તબીબોએ સહીઓ કરીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. તબીબોએ આ ઘટનાને ગંભીર ગણાવી દિલ્હી ખાતે આવેલી નેશનલ કમિશન ફોર ઈન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિન (NCISM)માં લેખિત ફરિયાદ કરી છે. તબીબોના વિરોધ બાદ આ મામલો વધુ ચર્ચામાં આવ્યો છે. આયુર્વેદના નામે યોજાતા કાર્યક્રમોમાં ખોટા દસ્તાવેજોના આધારે સન્માન મેળવવાની ઘટના સામે આવતાં આયોજકોની ચકાસણી પ્રક્રિયા અંગે પણ સવાલો ઊભા થયા છે.
ADVERTISEMENT
આ સમગ્ર મામલે રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, સુરતમાં ચેમ્બર ઓફ કોમર્સ જેવી પ્રતિષ્ઠિત સંસ્થા અને ઓલ ગુજરાત આયુર્વેદ એસોસિએશન દ્વારા આયુર્વેદને આગળ લઈ જવાના હેતુથી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અનેક ડોક્ટરોનું સન્માન કરવામાં આવ્યું હતું. જોકે, એક વ્યક્તિએ અન્ય એસોસિએશનની ખોટી ડિગ્રી કે કાગળો આપીને સન્માન મેળવ્યું હોવાનું સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, આ બાબત મીડિયાના માધ્યમથી તેમના ધ્યાનમાં આવી છે. અમે અનેક કાર્યક્રમોમાં હાજરી આપતા હોઈએ છીએ અને ત્યાં હાજર રહેલા દરેક વ્યક્તિને વ્યક્તિગત રીતે ઓળખતા હોઈએ તે જરૂરી નથી.

ADVERTISEMENT
પ્રફુલ પાનસેરિયાએ વધુમાં સ્પષ્ટ કર્યું હતું કે, કોઈ વ્યક્તિ અમારી સાથે ફોટા પડાવે અથવા કોઈ કાર્યક્રમમાં અમારી સાથે હાજર હોય તેનો અર્થ એવો નથી કે તેને ખોટું કામ કરવા બદલ છોડી દેવામાં આવશે. જે ખોટું કરશે તે દંડાશે જ. તેમણે કહ્યું કે, કોઈપણ વિભાગમાં કામ કરતા તમામ લોકોને અમે વ્યક્તિગત રીતે ઓળખતા નથી. પરંતુ જ્યારે આવા વ્યક્તિની હકીકત સામે આવે છે ત્યારે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સંસ્થાને અંધારામાં રાખીને સન્માન મેળવનાર વ્યક્તિને પણ આ બાબત ભારે પડશે. તેમણે ચેતવણી આપતાં કહ્યું કે, આવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને ખોટી પ્રવૃત્તિ કરનારને કોઈપણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં.
આ પણ વાંચો : ઓમાન નજીક કચ્છના માંડવીના જહાજ પર ડ્રોન હુમલો, 13 ખલાસીમાંથી 11નો બચાવ અને 2 ઈજાગ્રસ્ત
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે, આ બાબતની જાણ થતાં જ તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે. જો ભવિષ્યમાં કોઈપણ વ્યક્તિ ખોટા કાગળો, ડિગ્રી કે સર્ટિફિકેટના આધારે સન્માન મેળવવાનો પ્રયાસ કરશે અથવા ખોટી પ્રવૃત્તિ કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતભરમાં નકલી ડોક્ટરો અને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ કામગીરીમાં મીડિયાનો પણ પૂરતો સહયોગ મળી રહ્યો છે. તેમણે ફરી એકવાર સ્પષ્ટ કર્યું કે, ખોટું કામ કરનાર વ્યક્તિ ગમે તે હોય, તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.