ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગુજરાતમાં રખડતાં કૂતરાંની સમસ્યા, 34માંથી 13 જિલ્લામાં પશુ જન્મ નિયંત્રણ કેન્દ્ર જ નહીં

સમસ્યા / ગુજરાતમાં રખડતાં કૂતરાંની સમસ્યા, 34માંથી 13 જિલ્લામાં પશુ જન્મ નિયંત્રણ કેન્દ્ર જ નહીં

Published By: Hiralal Parmar

Last Updated: 02:26 PM, 29 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાઈકોર્ટમાં રાજ્ય સરકારની કામગીરી અંગે વિગતો રજૂ, 17 જિલ્લામાં જ કૂતરાંનાં ખસીકરણ અને રસીકરણનો ડેટા ઉપલબ્ધ, ૧૨ જિલ્લામાં માત્ર એક-એક કેન્દ્ર

ADVERTISEMENT

ગુજરાતના ૩૪ જિલ્લામાંથી ૧૩ જિલ્લામાં પશુ જન્મ નિયંત્રણ (એનિમલ બર્થ કંટ્રોલ-એબીસી) કેન્દ્રો જ ન હોવાનો ખુલાસો ગુજરાત હાઈકોર્ટમાં થયો છે એટલું જ નહીં, રાજ્યના માત્ર ૧૭ જિલ્લામાં જ રખડતાં કૂતરાંનાં ખસીકરણ અને રસીકરણ સંબંધિત માહિતી રજૂ કરવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટના નિર્દેશો બાદ જાહેર સ્થળો અને સંસ્થાકીય પરિસરોમાં રખડતાં કૂતરાંની સમસ્યાના નિવારણ માટે લેવાયેલાં પગલાં અંગે ગુજરાત હાઈકોર્ટમાં સ્વપ્રેરિત જાહેર હિતની અરજીની સુનાવણી ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટના આદેશોના પાલન માટે તમામ હાઈકોર્ટને સંબંધિત કામગીરી પર નજર રાખવા અને અહેવાલ રજૂ કરવા જણાવાયું છે. આ પગલાંમાં રખડતાં કૂતરાંનાં ખસીકરણ અને રસીકરણ પણ સામેલ છે.

ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર, એબીસી કેન્દ્રો, મ્યુનિસિપલ કોર્પોરેશનો અને અન્ય સત્તાધિકારીઓને રખડતાં કૂતરાંની વસ્તી નિયંત્રિત કરવા માટે લેવામાં આવેલાં પગલાંની વિગતો રજૂ કરવા જણાવ્યું છે.

રાજ્ય સરકારના સોગંદનામામાં રજૂ કરાયેલી વિગતોનો ઉલ્લેખ કરતાં આ કેસમાં કોર્ટને મદદ કરી રહેલાં એમિકસ ક્યુરી અને વરિષ્ઠ વકીલ મેઘા જાનીએ ધ્યાન દોર્યું હતું કે ગુજરાતના કુલ ૩૪ જિલ્લામાંથી ૧૩ જિલ્લામાં એક પણ એબીસી કેન્દ્ર નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ૧૨ જિલ્લામાં માત્ર એક-એક એબીસી કેન્દ્ર કાર્યરત છે. આ તમામ જિલ્લાઓમાં વધારાનાં કેન્દ્ર સ્થાપવા માટે દરખાસ્તો પણ છે. રખડતાં કૂતરાંની સમસ્યાના નિવારણ માટે સૌપ્રથમ દરેક જિલ્લામાં ઓછામાં ઓછું એક એબીસી કેન્દ્ર હોવું જરૂરી છે.

દરેક જિલ્લામાં કેન્દ્ર હોવું જરૂરી: સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે દરેક જિલ્લામાં ઓછામાં ઓછું એક એબીસી કેન્દ્ર હોવું જોઈએ એવો નિર્દેશ આપ્યો છે. આ અંગે રાજ્ય સરકારના વકીલ જી. એચ. વિરકે જણાવ્યું છે કે રાજ્યના દરેક જિલ્લામાં સુવિધા ઉપલબ્ધ નથી, પરંતુ કેટલાંક મોટાં કેન્દ્ર આસપાસના જિલ્લાઓની જરૂરિયાતો પણ પૂરી કરે છે, જોકે દરેક જિલ્લામાં સુવિધા ઊભી કરવા માટે પ્રયાસો ચાલુ છે.

આ પણ વાંચોઃ બિઝનેસ / 1 નવેમ્બરથી બદલાઈ શકે છે GSTના નિયમો, નાના વેપારીઓને મળી શકે છે રાહત

મેઘા જાનીએ કૂતરાંને દત્તક લેવાના આંકડાઓ તરફ પણ ધ્યાન દોર્યું છે. તેમના જણાવ્યા મુજબ રાજ્યમાં કૂતરાંને દત્તક લેવાના આંકડા માત્ર ચાર છે, જોકે આ અંગેની વિગત માત્ર અમદાવાદ પૂરતી જ રજૂ કરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ