ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / આંદોલન દરમિયાન હિંસા કરનારાઓને સરકારી નોકરી મેળવવામાં મુશ્કેલી પડી શકે, જાણો ક્યાં લેવાયો મોટો નિર્ણય ?

નેશનલ / આંદોલન દરમિયાન હિંસા કરનારાઓને સરકારી નોકરી મેળવવામાં મુશ્કેલી પડી શકે, જાણો ક્યાં લેવાયો મોટો નિર્ણય ?

Published By: Nirav Kumar

Last Updated: 01:03 PM, 29 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકારી નોકરી મેળવવા ઇચ્છતા યુવાનો માટે કેરેક્ટર વેરિફિકેશનના નિયમો વધુ કડક બનાવવામાં આવ્યા છે. ચાલો જાણીએ કઈ પ્રવૃત્તિઓ ઉમેદવારની પાત્રતા પર અસર કરી શકે છે અને FIR નોંધાયેલી હોય તો સરકારી નોકરીનું શું થશે?

ADVERTISEMENT

ઉત્તર પ્રદેશમાં હવે આંદોલન દરમિયાન હિંસા કરનારાઓને સરકારી નોકરી મળવી મુશ્કેલ બની શકે છે. યોગી સરકારે વિભાગો, નિગમો, પરિષદો અને લોક બોડીમાં સીધી ભરતી માટે પસંદ થયેલા ઉમેદવારોના કેરેક્ટર વેરિફિકેશનની પ્રક્રિયા વધુ કડક કરી છે.

અપોઈન્ટમેન્ટ વિભાગના પ્રમુખ સચિવ એમ. દેવરાજ દ્વારા ઈશ્યુ કરાયેલા નિર્દેશ મુજબ, કોઈ વ્યક્તિને માત્ર તેની રાજકીય વિચારધારાના આધારે નિયુક્તિ માટે અયોગ્ય નહીં ગણવામાં આવે. પરંતુ જો કોઈ વ્યક્તિ એવા સંગઠનનો સભ્ય હોય જેનો હેતુ હિંસાત્મક રીતે સમાજની વર્તમાન વ્યવસ્થા બદલવાનો હોય તો તેને અપાત્ર માનવામાં આવશે.

આ નિર્દેશમાં વધુમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે માત્ર FIR નોંધાઈ હોય કે તપાસ ચાલુ હોય તેના કારણે કોઈ ઉમેદવારને ઓટોમેટીક અયોગ્ય નહીં ગણાય. પહેલેથી સરકારી સેવામાં કાર્યરત કર્મચારીઓનું ફરીથી કેરેક્ટર વેરિફિકેશન નહીં કરાવવામાં આવે. જોકે તેમના અગાઉના વિભાગમાંથી માહિતી માંગી શકાય છે. કેરેક્ટર વેરિફિકેશન માટે પોલીસને 30 દિવસની અંદર રિપોર્ટ આપવી પડશે.

આ નિર્ણયથી હિંસાત્મક પ્રવૃત્તિઓમાં સામેલ રહેલા લોકોના કેરેક્ટર સર્ટિફિકેટ પર ડાઘ લાગી શકે છે અને તેમને જીવનભર સરકારી નોકરી મળવી મુશ્કેલ બની શકે છે.

વધુ વાંચો : રાહુલ ગાંધીના મંત્રી બોલ્યાં- SIR પ્રક્રિયા સાચી, 1 કરોડ વોટ કાપવા પણ યોગ્ય

  • વિપક્ષે નિર્ણય અંગે ઉઠાવ્યા સવાલ

સરકારના આ નિર્ણય સામે વિપક્ષી પાર્ટી તરફથી સવાલો પણ ઉઠાવવામાં આવ્યા છે. સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓએ વિરોધ કરવાની બંધારણીય સ્વતંત્રતા અને સરકાર દ્વારા પાત્રતા નક્કી કરવાની પ્રક્રિયા અંગે ચિંતા વ્યક્ત કરી છે. આથી આ મુદ્દો માત્ર ભરતીના નિયમો પૂરતો મર્યાદિત રહ્યો નથી પરંતુ કાયદેસર વિરોધના અધિકાર અને સરકારી નોકરી માટેની પાત્રતા વચ્ચેની સીમા અંગે પણ ચર્ચા શરૂ થઈ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Police Verification Government Job Rules Government Jobs

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ