ન્યૂઝ અપડેટ્સ
VTV / બિઝનેસ / કરવા ચોથ પર ચાંદી ₹1,000 સસ્તી, સોનાના ભાવમાં પણ ઘટાડો; જાણો 22K અને 24K ગોલ્ડના આજના ભાવ!
6 ફોટો ગેલેરી
Last Updated: 01:19 PM, 29 October 2026
1/6
આજે, 29 ઓક્ટોબરે, સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. MCX પર ચાંદીના ભાવમાં 1,055 રૂપિયાનો ઘટાડો આવ્યો છે. હવે ચાંદીમાં પ્રતિ કિલોગ્રામ 193270 રૂપિયાના ભાવે ટ્રેડ થઈ રહી છે. સોનું પ્રતિ 10 ગ્રામ 143644 રૂપિયાના ભાવે ટ્રેડ થઈ રહ્યું છે, જેમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું પ્રતિ ઔંસ 4055 ડોલરના ભાવે ટ્રેડ થઈ રહ્યું છે, જ્યારે ચાંદી પ્રતિ ઔંસ 53 ડોલરના ભાવે ટ્રેડ થઈ રહી છે.
2/6
કરવા ચોથના અવસરે, વિવિધ શહેરોમાં સોનાના ભાવમાં તફાવત જોવા મળી રહ્યો છે. દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ 14,411 રુપિયા છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ 13,211 રુપિયા છે. બીજી તરફ, ચેન્નાઈ અને મુંબઈમાં 24 કેરેટ સોનું પ્રતિ ગ્રામ 14,396 રુપિયા અને 22 કેરેટ સોનું પ્રતિ ગ્રામ 13,196 રુપિયાના ભાવે મળી રહ્યું છે. કોલકાતા, બેંગલુરુ, હૈદરાબાદ, કેરળ અને પુણેમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ 14,396 રુપિયા અને 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ 13,211 રુપિયા નોંધાયો છે.
ADVERTISEMENT
3/6
વડોદરા અને અમદાવાદમાં 24 -કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ 14,401 રુપિયા છે, જ્યારે 22-કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ 13,201 રુપિયા છે. ચેન્નાઈ, મુંબઈ, કોલકાતા, બેંગલુરુ, હૈદરાબાદ, કેરળ અને પુણેમાં 18 -કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ 10,797 રુપિયા છે. દિલ્હીમાં આ ભાવ પ્રતિ ગ્રામ 10,812 રુપિયા છે, અને વડોદરા તથા અમદાવાદમાં તે પ્રતિ ગ્રામ 10,802 રુપિયા છે.
4/6
ભારતમાં સોના અને ચાંદીના વાયદાના ભાવમાં વધઘટ ચાલુ છે. યુએસ ફેડરલ રિઝર્વના તાજેતરના નિર્ણય બાદ, રોકાણકારો હવે ફુગાવા અંગેના નવા આંકડાની રાહ જોઈ રહ્યા છે. અગાઉના ટ્રેડિંગ સત્રમાં, સોનાના ભાવમાં નજીવો ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે ચાંદીના ભાવમાં સામાન્ય વધારો નોંધાયો હતો. જોકે, બંને કિંમતી ધાતુઓના ભાવમાં મજબૂત સુધારો જોવા મળે તેવા કોઈ સ્પષ્ટ સંકેતો નથી. હાલમાં બજારનું ધ્યાન મોંઘવારીના આંકડા પર કેન્દ્રિત છે, જે સોના અને ચાંદીના ભાવની આગામી દિશા નક્કી કરી શકે છે.
ADVERTISEMENT
5/6
એક્સપર્ટ્સના મતે, વર્ષ 2026 માટે સોનાના ભાવના અનુમાનમાં સતત બીજા ત્રિમાસિક ગાળામાં ઘટાડો કરવામાં આવ્યો છે. રોઇટર્સના એક સર્વેક્ષણ મુજબ, આના મુખ્ય કારણોમાં યુએસ સરકારી બોન્ડ પર વધતું રિર્ટન, મજબૂત ડોલર અને વ્યાજ દરો લાંબા સમય સુધી ઊંચા જળવાઈ રહેશે તેવી અપેક્ષાનો સમાવેશ થાય છે. જોકે, નિષ્ણાતોને આશા છે કે વર્ષ 2027માં સોનાના ભાવમાં ફરી ઉછાળો જોવા મળી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ