ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / કેન્સરનું ₹80,000નું ઇન્જેક્શન હવે માત્ર ₹7,000માં મળશે, 543 દવાઓના ભાવ ઘટ્યા
7 ફોટો ગેલેરી
Last Updated: 01:22 PM, 29 October 2026
1/7
કેન્સરની સારવારમાં વપરાતી દવાઓના ભાવમાં મોટો ઘટાડો થયો છે. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA)એ કુલ 543 બ્રાન્ડ અને પેકની મેક્સીમમ છૂટક કિંમતમાં ફેરફાર કર્યો છે. તેમાંથી 397 દવાઓ આશરે 73%ના ભાવ ઘટાડવામાં આવ્યા છે. 217 દવાઓના ભાવ અડધાથી પણ ઓછા થઈ ગયા છે જ્યારે 97માં 70%થી વધુ અને 50માં 80%થી વધુ ઘટાડો થયો છે. જેમાં 5 દવાઓના ભાવ તો 90%થી વધુ ઘટી ગયા છે.
2/7
જેમાં સૌથી મોટી રાહત સેમટેવા થિયોટેપા 100 મિલિગ્રામ ઇન્જેક્શનમાં મળી છે. અગાઉ આ ઇન્જેક્શનની કિંમત આશરે 80,072 રૂપિયા હતી જે હવે માત્ર 7,150 રૂપિયા રહી છે. તેવી જ રીતે પાલ્બોસિક્લિબની દવા પાલ્બોપ્રોના 21 કેપ્સ્યુલના પેકની કિંમત 40,421 રૂપિયાથી ઘટીને 2,720 રૂપિયા થઈ ગઈ છે.
ADVERTISEMENT
3/7
4/7
જોકે આ લીસ્ટમાં સામેલ 146 બ્રાન્ડ-પેકની કિંમતોમાં કોઈ ફેરફાર થયો નથી. તેમાં અમુક મોંઘી પેટન્ટવાળી દવાઓ પણ સામેલ છે. જેમ કે ઇમ્યુનોથેરાપીની દવા કીટ્રુડા હજુ પણ 2,16,500 રૂપિયામાં મળે છે. રિબોસાયક્લિબ, ટેગ્રિસો, ટેસેન્ટ્રિક, ડાર્ઝાલેક્સ અને ઇમ્ફિંજી જેવી દવાઓના ભાવ પણ યથાવત છે.
ADVERTISEMENT
5/7
જાહેર કરાયેલી લીસ્ટમાં અમુક દવાઓના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ઉદાહરણ તરીકે Palbopro નામની દવાના 125 mgની 21 કેપ્સ્યુલના પેકની કિંમત અગાઉ 40,421.33 રૂપિયા હતી, જે હવે ઘટાડીને 2720 રૂપિયા કરવામાં આવી છે. તેવી જ રીતે Samtepa નામના 100 mg ઇન્જેક્શનની કિંમત 80,071.86થી ઘટીને 7,150.33 રૂપિયા થઈ છે. આ ફેરફારથી સંબંધિત દવાઓ વાપરતા દર્દીઓના ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે.
6/7
કેન્સરની સારવારમાં દવાઓ, તપાસ, હોસ્પિટલમાં દાખલ થવાનો ખર્ચ અને લાંબા સમય સુધી ચાલતી સારવારનો સમાવેશ થાય છે. ખાસ કરીને મોંઘી દવાઓના કારણે દર્દીઓના પરિવાર પર આર્થિક દબાણ વધે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે 137 નોન-શેડ્યૂલ્ડ એન્ટી-કૅન્સર દવાઓ માટે ટ્રેડ માર્જિનને MRPના 30 ટકા સુધી મર્યાદિત કરવાનો નિર્ણય લીધો છે. આ પગલાનો હેતુ દવાની સપ્લાય ચેઇનમાં વધુ પડતા નફાના માર્જિનને નિયંત્રિત કરવાનો છે, જેથી દર્દીઓ સુધી દવાઓ વધુ વાજબી કિંમતે પહોંચી શકે. આ યાદીમાં ઇમ્યુનોથેરાપી માટે ઉપયોગમાં લેવાતી દવાઓ ઉપરાંત સ્તન, પ્રોસ્ટેટ, કોલોન, અંડાશય અને સર્વાઇકલ કેન્સરની સારવારમાં વપરાતી અમુક દવાઓનો પણ સમાવેશ થાય છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ