ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / મોંઘવારી ભથ્થામાં 3% વધારા બાદ પગાર, પેન્શન અને એરિયર્સમાં કેટલો ફાયદો થશે? જાણો A to Z ગણિત!

photo-story

6 ફોટો ગેલેરી

DA Hike Impact / મોંઘવારી ભથ્થામાં 3% વધારા બાદ પગાર, પેન્શન અને એરિયર્સમાં કેટલો ફાયદો થશે? જાણો A to Z ગણિત!

Last Updated: 10:24 AM, 29 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનધારકો માટે દિવાળી પહેલાં ખુશખબર આવી છે. જેમાં 3% DA વધારા બાદ કોના પગારમાં કેટલો વધારો થશે અને ચાર મહિનાના એરિયર્સથી ખાતામાં કેટલી રકમ આવી શકે છે, ચાલો જાણીએ તેનું ગણિત.

1/6

photoStories-logo

1. DAમાં વધારો

દિવાળી પહેલાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સને મોટી ખુશી મળી છે. મોદી સરકારે કેબિનેટ બેઠકમાં મોંઘવારી ભથ્થામાં 3 ટકાના વધારાને મંજૂરી આપી છે. આ નિર્ણયથી કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સનું DA/DR 60 ટકાથી વધીને 63 ટકા થઈ ગયું છે. આ વધારો 1 જુલાઈ 2026થી લાગુ થશે એટલે ચાર મહિનાનું એરિયર પણ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. કેટલા લોકોને ફાયદો?

આ નિર્ણયથી આશરે 48 લાખ કર્મચારીઓને DAમાં વધારો અને લગભગ 68 લાખ પેન્શનર્સને ડીઆરમાં વધારો મળશે. એટલે કે દેશના 1 કરોડથી વધુ કર્મચારી અને પેન્શનરને આ લાભ મળશે. સરકારને આ માટે વાર્ષિક આશરે 10,016 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. બેઝીક સેલરી મુજબ માસિક વધારો

18,000 રૂપિયા બેઝીક સેલરી પર અગાઉ 10,800 ની જગ્યાએ હવે 11,340 રૂપિયા મળશે. DA માસિક 540 રૂપિયા વધારે મળશે. જેની બેઝીક સેલરી 25,000 છે તેમને માસિક 750 રૂપિયા વધારે મળશે. જેની બેઝીક સેલરી 30,000 છે તેમને માસિક 900 રૂપિયા વધારે મળશે. જેની બેઝીક સેલરી 40,000 છે તેમને માસિક 1,200 રૂપિયા વધારે મળશે. જેની બેઝીક સેલરી 50,000 છે તેમને માસિક 1,500 રૂપિયા વધારે મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. પેન્શનર્સને પણ સમાન લાભ

મૂળ પેન્શન 18,000 રૂપિયા હોય તો માસિક 540 રૂપિયા, 30,000 પર 900 રૂપિયા અને 50,000 પર 1,500 રૂપિયા વધારે મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. ચાર મહિનાનું એરિયર

1 જુલાઈથી લાગુ થતું હોવાથી જુલાઈથી ઓક્ટોબર સુધીના ચાર મહિનાનું એરિયર એકસાથે મળશે. જેમાં 18,000 બેઝીક સેલરી પર 2,160 રૂપિયા, 30,000 પર 3,600 રૂપિયા, 50,000 પર 6,000 રૂપિયા મળશે. આ વધારો પગાર અને પેન્શન બંનેમાં સીધો ઉમેરાશે, જેનાથી કર્મચારીઓ અને પેન્શનર્સને મોંઘવારી સામે રાહત મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. DAમાં વધારો શા માટે કરવામાં આવે છે?

મોંઘવારી વધતાં રોજિંદી જરૂરિયાતો પાછળ થતો ખર્ચ પણ વધી જાય છે. કર્મચારીઓ અને પેન્શનધારકોની ખરીદશક્તિ જળવાઈ રહે તે માટે સરકાર સમયાંતરે DA અને DRમાં ફેરફાર કરે છે. આ ગણતરીમાં ઔદ્યોગિક કામદારોના ગ્રાહક ભાવ સૂચકાંક સહિતના મોંઘવારી સંબંધિત આંકડાઓને ધ્યાનમાં લેવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

DA Hike DA Arrears Calculation Dearness Allowance Increase
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ