ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / Jio Listing બાદ શેરબજારમાં ધમાકો, માત્ર 5 મિનિટમાં ₹67,213 કરોડની કમાણીથી અંબાણીની કંપની ચર્ચામાં!

photo-story

7 ફોટો ગેલેરી

Jio IPO / Jio Listing બાદ શેરબજારમાં ધમાકો, માત્ર 5 મિનિટમાં ₹67,213 કરોડની કમાણીથી અંબાણીની કંપની ચર્ચામાં!

Last Updated: 11:28 AM, 29 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Jio Stock Unstoppable: જોકે શેરબજારમાં માત્ર નજીવો વધારો જોવા મળ્યો હતો, તેમ છતાં બજારમાં પ્રવેશ્યાના બીજા દિવસે પણ 'જિયો પ્લેટફોર્મ્સ' ના શેરમાં વધારો ચાલુ રહ્યો, જેના પરિણામે તેના મૂલ્યાંકનમાં 67,213 કરોડ રુપિયાનો વધારો થયો.

1/7

photoStories-logo

1. શેરના ભાવમાં 5% થી વધુનો ઉછાળો

જ્યારથી 'જિયો પ્લેટફોર્મ્સ' શેરબજારમાં લિસ્ટિગ થયું છે, ત્યારથી તેમાં ધીમા પડવાના કોઈ સંકેતો દેખાયા નથી. બુધવારે, કંપનીના શેર તેની ઇશ્યૂ કિંમત કરતાં લગભગ 27% ઊંચા ભાવે બંધ થયા હતા. ગુરુવાર સુધીમાં, આ શેર તેની ઇશ્યૂ કિંમત કરતાં 33% થી વધુ વધીને એક નવા વિક્રમી સ્તરે પહોંચી ગયો હતો. શેરના ભાવમાં 5% થી વધુનો ઉછાળો આવતા તે 1490 રુપિયાના સ્તરે પહોંચ્યો, જેના પરિણામે કંપનીના મૂલ્યાંકનમાં 67,213 કરોડ રુપિયાથી વધુનો વધારો થયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. કંપનીના શેરમાં 28%નો વધારો

નિષ્ણાતોના મતે, આગામી દિવસોમાં કંપનીના શેરમાં 28%નો વધારો જોવા મળી શકે છે. નોંધનીય છે કે, માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ 'જિયો પ્લેટફોર્મ્સ' તેની મૂળ કંપની 'રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ' કરતાં માત્ર 2.41 લાખ કરોડ રૂપિયા પાછળ છે. જો જિયોના શેરમાં આ જ રીતે તેજી ચાલુ રહેશે, તો તે માર્કેટ કેપિટલાઇઝેશનના મામલે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને પણ પાછળ છોડી શકે છે. આવો, શેરબજારમાં જિયો પ્લેટફોર્મ્સના વર્તમાન આંકડાઓ પર એક નજર કરીએ.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. જિયો પ્લેટફોર્મ્સના શેરમાં 5% થી વધારે તેજી

શેરબજારના આંકડા પર નજર કરીએ તો, શરૂઆતી કારોબાર દરમિયાન જિયોના શેરમાં 5%થી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો અને તે બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર 1,490 રુપિયાના રેકોર્ડ સ્તરે પહોંચી ગયો હતો. નોંધનીય છે કે, આ સ્તર કંપનીની ઇશ્યૂ પ્રાઇસ કરતાં 33%થી પણ વધુ છે. તેની સરખામણીમાં, અગાઉના દિવસે આ શેર 1,417.35 રુપિયા પર બંધ થયો હતો, જે તેની ઇશ્યૂ પ્રાઇસ કરતાં લગભગ 27% વધારે હતો. આજે, જિયોના શેર 1,448.05 રુપિા પર ખુલ્યા હતા. સવારે 9:50 વાગ્યે, કંપનીના શેર 1470.40 રુપિયા પર ટ્રેડ થઈ રહ્યા હતા, જે 3.74 % નો વધારો દર્શાવે છે. નિષ્ણાતોના મતે, આગામી દિવસોમાં કંપનીના શેરમાં વધુ વધારો જોવા મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. વેલ્યૂએશનમાં 67 હજાર કરોડ રુપિયાનો વધારો

કંપનીના મૂલ્યાંકનની વાત કરીએ તો, તેમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. જ્યારે કંપનીના શેરનો ભાવ રેકોર્ડ સ્તરે પહોંચ્યો, ત્યારે તેનું મૂલ્યાંકન 13,73,974.56 કરોડ રુપિયા હતું, જ્યારે અગાઉના દિવસે શેરબજાર બંધ થયું ત્યારે તેનું મૂલ્યાંકન 13,06,761.47 કરોડ રુપિયા હતું. આનો અર્થ એ છે કે માત્ર થોડી જ મિનિટોમાં કંપનીના માર્કેટ કેપિટલાઇઝેશનમાં 67,213.09 કરોડ રુપિયાનો વધારો થયો. સવારે 9:50 વાગ્યાની સ્થિતિએ, કંપનીનું મૂલ્યાંકન 13,50,872.73 કરોડ રુપિયા નોંધાયું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. શું રિલાયન્સને છોડશે પાછળ?

કંપનીના શેરમાં જે રીતે ઉછાળો આવી રહ્યો છે તે જોતાં એક પ્રશ્ન થાય છે: શું આવનારા દિવસોમાં જિયો (Jio) વેલ્યુએશનની દ્રષ્ટિએ તેની પોતાની મૂળ કંપની, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને પાછળ છોડી દેશે? આજે સવારે 9:50 વાગ્યે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર 1176.40 રૂપિયાના ભાવે ટ્રેડ થઈ રહ્યા છે, જે લગભગ 1.50 ટકાનો વધારો દર્શાવે છે. દરમિયાન, કંપનીનું માર્કેટ કેપ 15,91,764.87 કરોડ રુપિયા છે. આનો અર્થ એ છે કે, હાલમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને જિયો પ્લેટફોર્મ્સના માર્કેટ કેપ વચ્ચે 2.41 લાખ કરોડ રુપિયાનો તફાવત છે, જે બહુ મોટો તફાવત નથી. જો જિયો આ જ ગતિએ વિકાસ કરવાનું ચાલુ રાખે, તો તે દેશની સૌથી મૂલ્યવાન કંપની બની શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. શેર બજારનો હાલ

દરમિયાન, શેરબજારમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જનો બેન્ચમાર્ક સૂચકાંક 'સેન્સેક્સ' 260.9 પોઈન્ટ વધીને 73,506.93 ના સ્તરે પહોંચ્યો હતો. સેન્સેક્સ 73,268.47 ના સ્તરે સામાન્ય વધારા સાથે ખૂલ્યો હતો. નોંધનીય છે કે, અગાઉના સત્રમાં 73,246.03 ના અંકો પર બંધ રહ્યો હતો. દરમિયાન, નેશનલ સ્ટોક એક્સચેન્જનો બેન્ચમાર્ક સૂચકાંક 'નિફ્ટી' આશરે 62 પોઈન્ટના વધારા સાથે 22,760.70ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. ટ્રેડિંગ સત્ર દરમિયાન, નિફ્ટી 22,769.70ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. નિષ્ણાતોના મતે, આગામી દિવસોમાં શેરબજારમાં થોડી અસ્થિરતા જોવા મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. DISCLAIMER

બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Just in 5 Minutes Jio Stock Unstoppable Market Cap Soars
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ