ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મોરબીમાં પડોશીએ પેટ્રોલ છાંટીને મહિલા વકીલની કાર સળગાવી દીધી, સેન્સરના અવાજથી તંગ આવ્યો
Last Updated: 12:11 PM, 29 October 2026
ADVERTISEMENT
મોરબીના વાઘપરા વિસ્તારમાં પડોશીએ મહિલા વકીલને કારને પેટ્રોલ છાંટીને સળગાવી દીધી હતી. મહિલા વકીલની કારના સેન્સરના વારંવારના અવાજથી તે કંટાળ્યો હતો અને આથી તંગ આવીને તેણે ઘર બહાર પડેલી કારને પેટ્રોલ છાંટીને સળગાવી દીધી અને દૂર ઊભા રહીને તેનો વીડિયો પણ બનાવ્યો હતો. આ મામલે મોરબી A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT
પેટ્રોલ છાંટી આગ લગાડી વીડિયો બનાવ્યો
એડવોકેટ પુષ્પા ભટ્ટે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમની સ્વિફ્ટ કાર ઘર પાસે પાર્ક હતી ત્યારે પડોશી શિખર ગોહેલે 28 ઓક્ટોબરે સાંજે 4:45 વાગ્યાના અરસામાં બોટલમાંથી પેટ્રોલ છાંટીને આગ લગાવી હતી. આરોપીએ માત્ર આગ જ નહોતી લગાવી, પરંતુ કાર સળગાવીને પોતાના મોબાઈલ ફોનમાં આખી ઘટનાનો વીડિયો પણ બનાવ્યો હતો. આ સમગ્ર કરતૂત નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
ADVERTISEMENT
કારમાં 3.50 લાખનું નુકસાન
આરોપી શિખર ગોહેલ બોટલ લઈને સ્વિફ્ટ કાર પાસે આવતો અને ત્યાર બાદ પેટ્રોલ છાંટીને દિવાસળી ચાંપતો સીસીટીવીમાં દેખાય છે. આરાપીઓએ સળગતી કારનો વીડિયો પણ બનાવ્યો હતો. પોલીસે ગુનો નોંધી આરોપી શિખર ગોહેલની ધરપકડ કરી છે. કારમાં 3.50 લાખનું નુકસાન થયું હોવાનું મહિલા વકીલે જણાવ્યું હતું.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ફરીવાર રેકોર્ડ હાઈથી આટલાં લાખ રૂપિયા સસ્તી થઇ ચાંદી, તો સોનામાં પણ કડાકો
મોરબીમાં અજાણ્યા શખ્સોએ બ્રેઝા કાર સળગાવી
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, હજુ બે દિવસ પહેલાં મોરબીના રવાપર રોડ પર આવેલ અનુપમ સોસાયટીમાં પાર્ક કરેલી બ્રેઝા ગાડીને બે અજાણ્યા શખસે રાત્રિના સમયે સળગાવી દીધી હતી. આ ઘટનાનો વીડિયો પણ ખૂબ વાયરલ થયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.