ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ભીલડીમાં PM મોદી ખેડૂતો સાથે કરશે ખાટલા સભા, ગ્રામીણ પરંપરા પ્રમાણે વ્યવસ્થા ગોઠવાઈ, તૈયારીઓ પૂરી
Last Updated: 12:45 PM, 29 October 2026
ADVERTISEMENT
દેશમા પ્રથમવાર ભીલડીમાં PM મોદી ખેડૂતો સાથે ખાટલા બેઠક સંબોધન કરવાના છે. PMનાં આગમન પૂર્વે તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છૅ. ખેડૂતો માટે ખુરશીઓને બદલે ખાટલા બેઠકનું આયોજન કરાયું છે. બનાસકાંઠાની ગ્રામ્ય સંસ્કૃતિ અને પરંપરાગત બેઠકની ઝલક રજૂ કરતી વ્યવસ્થા કરવામાં આવી છે. પીએમ મોદી ખેડૂતો માટે ખુરશીઓને બદલે ખાટલા બેઠકનું આયોજન કરાયું છે. પીએમ મોદી ભારત બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટરનુ ઉદ્ઘાટન કરશે.
ADVERTISEMENT
શું છે ભારત બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર?
ભારત બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર 127 એકર વિસ્તારમાં ₹328 કરોડના ખર્ચે તૈયાર થયું છે જે પશુસંવર્ધન, સંશોધન અને દૂધ ઉત્પાદકતા વધારવાની દિશામાં મહત્ત્વનો પ્રોજેક્ટ છે.
ADVERTISEMENT
PMની ઉપસ્થિતિમાં ભીલડીમાં રાષ્ટ્રીય કક્ષાનો “પીએમ કિસાન ઉત્સવ દિવસ” ઉજવાશે.
વધુ વાંચો : આકરી ગરમી વચ્ચે પણ અમદાવાદનો જળવિસ્તાર વધ્યોઃ ૧૨ વર્ષના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો
ADVERTISEMENT
કિસાન સન્માન નિધિનો હપ્તો રજૂ કરશે
પીએમ મોદી કિસાન સન્માન નિધિનો હપ્તો પણ રજૂ કરવાના છે. ગુજરાતના 52.33 લાખથી વધુ ખેડૂત પરિવારોને રૂ.1 હજાર 51 કરોડથી વધુની સહાય પ્રાપ્ત થશે. રાજ્યમાં 34 જિલ્લા કક્ષાના તેમજ 2100થી વધુ ક્લસ્ટર કક્ષાના કાર્યક્રમો યોજાશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો