ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ખેડૂતો માટે ખુશખબર, જીરાના ભાવમાં મોટો વધારો, જાણો કેટલે પહોંચ્યાં

ગુજરાત / ખેડૂતો માટે ખુશખબર, જીરાના ભાવમાં મોટો વધારો, જાણો કેટલે પહોંચ્યાં

Published By: Hiralal Parmar

Last Updated: 02:16 PM, 29 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક જ વર્ષમાં ભાવમાં 29 ટકાનો વધારોઃ આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય જીરાની માગ મજબૂત, અલ નીનોની અસરથી આગામી સિઝનમાં ઉત્પાદન ઘટવાની આશંકા

ADVERTISEMENT

ગુજરાતના ઊંઝા માર્કેટયાર્ડમાં જીરાના ભાવ પ્રતિક્વિન્ટલ રૂ. 27000ની સપાટીએ પહોંચતાં જીરાના વેપાર સાથે સંકળાયેલા ખેડૂતો અને વેપારીઓનું ધ્યાન આગામી સિઝન તરફ કેન્દ્રિત થયું છે. નિકાસના ઓર્ડરમાં વધારો, વૈશ્વિક બજારમાં પુરવઠો મર્યાદિત થવો અને અલ નીનોની સંભવિત અસરના પગલે જીરાના ભાવમાં તેજી જોવા મળી રહી છે.

ફેડરેશન ઓફ ઈન્ડિયન સ્પાઈસ સ્ટેકહોલ્ડર્સ (FISS)ના અંદાજ મુજબ ઊંઝા માર્કેટયાર્ડમાં જીરાના ભાવ ગયા વર્ષે આ જ સમયગાળાના રૂ. 21,000 પ્રતિક્વિન્ટલથી વધીને સોમવારે રૂ. 27,000 થયા હતા. આમ, ભાવમાં આશરે 29 ટકાનો વધારો નોંધાયો છે. ઊંઝા દેશનું મુખ્ય જીરું વેપાર કેન્દ્ર છે, જ્યાં ભાવની વધઘટ સ્થાનિક પુરવઠા, નિકાસની માગ અને અન્ય ઉત્પાદક દેશો સાથેની સ્પર્ધાની સ્થિતિ દર્શાવે છે.

મધ્ય-પૂર્વના દેશોમાંથી પુરવઠો ઘટતાં ભારત અને ગુજરાત વૈશ્વિક જીરાના સૌથી મોટા સપ્લાયર તરીકે ઊભરી આવ્યાં છે. વેપારજગતના જણાવ્યા મુજબ આ વર્ષે જીરાની નિકાસની માગ સ્થિર રહી છે, બીજી તરફ ‌િસરિયા તરફથી પુરવઠો મર્યાદિત હોવાથી ભારતીય જીરાના બિયારણની માગ વધી છે.

FISSના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે ચીનમાં ભારતીય જીરાના ઓર્ડરમાં ઘટાડો જોવા મળ્યો છે, કારણ કે ચીને હવે પોતાના દેશમાં જ જીરાનું ઉત્પાદન શરૂ કર્યું છે, જોકે અન્ય આંતરરાષ્ટ્રીય બજારોમાં માગના કારણે ભારતીય જીરાના વેપારને ટેકો મળી રહ્યો છે.

અલ નીનોની અસરથી ઉત્પાદન પર સંકટની આશંકા

જીરાના ભાવમાં તેજી વચ્ચે અલ નીનોની સંભવિત અસરને લઈને ચિંતા વધી છે. હવામાનની આ ઘટના વરસાદની પેટર્ન અને પાણીની ઉપલબ્ધતાને અસર કરી શકે છે, જેના કારણે જીરાના ઉત્પાદન પર પ્રતિકૂળ અસર થવાની શક્યતા છે. આગામી સિઝનમાં કયા વિસ્તારમાં કેટલું વાવેતર કરવું તે અંગે પણ ખેડૂતો મૂંઝવણ અનુભવી શકે છે.

FISSના ચેરમેન તેજસ ગાંધીએ જણાવ્યું છે કે અલ નીનોના કારણે વરસાદ અને પાણીની ઉપલબ્ધતામાં ફેરફાર થવાની શક્યતા છે. જીરું ઉગાડતા વિસ્તારોમાં વાવેતર માટેની અનિશ્ચિતતા અને પુરવઠા અંગેની ચિંતાઓ વધી રહી છે.

ગુજરાતના ચાર જિલ્લામાં પાણીની અછતની ચિંતા

રાજ્ય સરકારે સોમવારે જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને કચ્છ - આ ચાર જિલ્લાને પાણીની અછતથી અસરગ્રસ્ત જાહેર કર્યા હતા. આ સ્થિતિ આગામી સિઝનમાં જીરાના વાવેતર અને ઉત્પાદનને કેવી રીતે અસર કરશે તે અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ઊંઝાના વેપારીઓએ રાજસ્થાનના જીરું ઉત્પાદક વિસ્તારોમાં પણ ઓછો વરસાદ નોંધાયો હોવાનું જણાવ્યું છે. જમીનમાં પૂરતો ભેજ ન હોવો અને પાણીની અછત વાવેતરના નિર્ણયોને અસર કરી શકે છે.

આ પણ વાંચોઃ પૂર્વ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે સરકારના નિર્ણયને આવકાર્યો, કહ્યું-"સરકાર હંમેશા ખેડૂતો માટે હમદર્દ છે"

દરમિયાન FISSના જણાવ્યા અનુસાર એરંડા અને સરસવ સહિત કેટલીક અન્ય કૃષિ જણસોના ભાવમાં પણ વધારો નોંધાયો છે. આ જણસોના ભાવમાં આશરે ૩૦ ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો છે.

ચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ