ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પૂર્વ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે સરકારના નિર્ણયને આવકાર્યો, કહ્યું-"સરકાર હંમેશા ખેડૂતો માટે હમદર્દ છે"
Last Updated: 06:25 PM, 26 October 2026
ADVERTISEMENT
રાજ્ય સરકાર દ્વારા દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ અને જામનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. સરકારના આ નિર્ણયને કારણે જામનગર જિલ્લાના ખેડૂતોને રાહત મળશે, જેને લઈને પૂર્વ કૃષિ મંત્રી રાઘજીભાઈ પટેલે સરકારના આ પગલાંને આવકાર્યું છે.
ADVERTISEMENT
રાજ્યની સરકાર હંમેશા ખેડૂતો માટે હમદર્દ છે: રાઘવજી પટેલ
પૂર્વ કૃષિ મંત્રી રાઘજીભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર હંમેશાં ખેડૂતોની સાથે ઊભી રહે છે અને અન્નદાતાઓની હમદર્દ રહી છે. જ્યારે-જ્યારે ખેડૂતો મુશ્કેલીમાં મુકાય છે, ત્યારે-ત્યારે સરકારે આગળ આવીને મદદ કરી છે. જામનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાના નિર્ણયથી મુશ્કેલીનો સામનો કરી રહેલા સ્થાનિક ખેડૂતોને આર્થિક સહાય અને રાહત મળવાનો રસ્તો સાફ થયો છે, જેનાથી ખેડૂતોને મોટી રાહત મળશે.
ADVERTISEMENT
ગુજરાતમાં ઓછા વરસાદને કારણે ખેડૂતો અને પશુપાલકોની મુશ્કેલીઓ વધી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પત્રકાર પરિષદમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની સાથે ખેડૂતોને પાક નુકસાનીનું વળતર, પશુદીઠ રોજની ₹80ની સહાય અને 150 દિવસની રોજગારી સહિતની રાહતોની જાહેરાત કરી છે.
ADVERTISEMENT
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધતા ઓછા વરસાદથી અસરગ્રસ્ત ચાર જિલ્લાઓ માટે રાહતનાં પગલાંની જાહેરાત કરી હતી. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. આ નિર્ણયથી અસરગ્રસ્ત વિસ્તારોના ખેડૂતો અને પશુપાલકોને રાહત મળવાની આશા છે. સરકાર દ્વારા દુષ્કાળની સ્થિતિમાં ખેતી અને પશુધનને મદદ મળે તે માટે વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ઓછા વરસાદને કારણે પાકને થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને ખેડૂતોને વળતર ચૂકવવામાં આવશે. સરકારની જાહેરાત મુજબ બે હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર ₹8,500ની સહાય આપવામાં આવશે. વરસાદની ઘટથી ખેતી પર પડેલી અસર વચ્ચે આ સહાય ખેડૂતોને આર્થિક રાહત આપી શકે છે. સહાય મેળવવા માટેની પાત્રતા અને અરજી પ્રક્રિયા અંગેની વિગતો સરકારી સૂચના પ્રમાણે સ્પષ્ટ થશે.
ADVERTISEMENT
દુષ્કાળની સ્થિતિમાં પશુઓ માટે ઘાસચારો ઉપલબ્ધ રહે તે માટે સરકારે રાહતદરે વિતરણ કરવાની વ્યવસ્થા કરી છે. મુખ્યમંત્રીના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં 1.21 કરોડ કિલોગ્રામ ઘાસચારો પ્રતિ કિલો ₹2ના દરે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. સરકાર પાસે હાલમાં ત્રણ કરોડ કિલોગ્રામ ઘાસચારો ઉપલબ્ધ છે. જરૂરિયાત વધે તો વધારાનો ઘાસચારો ઉપલબ્ધ કરાવવા માટે પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ અમદાવાદીઓની જીભે ચઢી સુરતી ઘારી, માવા-કેસરથી કુનાફા-બ્લૂબેરીમાં બદલાયો સ્વાદનો ટ્રેન્ડ
પશુઓની સંભાળ રાખવામાં પશુપાલકોને આર્થિક મુશ્કેલી ન પડે તે માટે પશુ કેમ્પમાં પશુદીઠ દરરોજ ₹80ની સહાય ચૂકવવામાં આવશે. સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ વ્યવસ્થા પછી પણ જરૂરિયાત રહે તો પશુપાલકોને વધારાની સહાય આપવા માટે આયોજન કરવામાં આવશે. ઓછા વરસાદને કારણે ઘાસચારા અને પાણીની અછત ઊભી થાય તેવી સ્થિતિમાં પશુધનને બચાવવા માટે આ પગલાં લેવામાં આવ્યા છે.
દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓનાં ગામોમાં વીબી-જી રામજી યોજના હેઠળ 150 દિવસની રોજગારી પૂરી પાડવામાં આવશે. સરકારના જણાવ્યા મુજબ દુષ્કાળની જાહેરાત છ મહિના સુધી અમલમાં રહેતી હોવાથી આ સમયગાળા દરમિયાન ખેડૂતો અને પશુપાલકોને જરૂરી રાહત અને સહાય પૂરી પાડવા માટે પગલાં લેવામાં આવશે. આ ઉપરાંત ઘાસચારા, પશુ કેમ્પ અને રોજગારીની વ્યવસ્થાથી અસરગ્રસ્ત પરિવારોને મદદ કરવાનો પ્રયાસ કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.