ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદ ડ્રગ્સ કેસના આરોપીએ ભાગવાનો પ્રયત્ન કરતાં પોલીસે કર્યું ફાયરિંગ, આરોપીના પગમાં વાગી ગોળી

BIG NEWS / અમદાવાદ ડ્રગ્સ કેસના આરોપીએ ભાગવાનો પ્રયત્ન કરતાં પોલીસે કર્યું ફાયરિંગ, આરોપીના પગમાં વાગી ગોળી

Published By: Vishal Khamar
Reported By: Anita Patani

Last Updated: 05:57 PM, 26 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં મેડિકલ ચેકઅપ માટે લઈ જતી વખતે ડ્રગ્સ કેસના આરોપી કફીલે પોલીસ કસ્ટડીમાંથી નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ છે. સાબરમતી રિવરફ્રન્ટ પર ક્રાઈમ બ્રાન્ચે એક રાઉન્ડ ફાયરિંગ કરતાં આરોપીને પગમાં ગોળી વાગી.

ADVERTISEMENT

અમદાવાદમાં ડ્રગ્સ કેસના આરોપી કફીલે પોલીસ કસ્ટડીમાંથી નાસી છૂટવાનો પ્રયાસ કરતાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં આરોપી કફીલના પગમાં ગોળી વાગતાં તેને ઇજા પહોંચી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપી કફીલને મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન તેણે પોલીસ હિરાસતમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સાબરમતી રિવરફ્રન્ટ પર હાજર ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

પોલીસના ફાયરિંગમાં આરોપી કફીલના પગના ભાગે ગોળી વાગી હતી. ઘટના બાદ આરોપીને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે સાબરમતી રિવરફ્રન્ટ વિસ્તારમાં પોલીસની કામગીરી ચર્ચામાં આવી છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 25 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું હતું

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સુરત ક્રાઈમ બ્રાન્ચ સાથે સંયુક્ત ઓપરેશન કરીને 25 કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપ્યું છે. CTM એક્સપ્રેસ હાઈવે પર ટોલનાકા પાસેથી પોલીસે ડ્રગ્સના જથ્થા સાથે મૂળ દિલ્હી અને ઉત્તરપ્રદેશના ત્રણ આરોપીની ધરપકડ કરી છે. આ ડ્રગ્સ ગુજરાતના અલગ અલગ સ્થળોએ મોકલવાનું હોવાનું સામે આવ્યું છે. હાલ ત્રણેય કુખ્યાત આરોપીની ધરપકડ કરી પૂછપરછ કરવામાં આવી રહી છે.

એક આરોપી તો 300 કિલો હેરોઈનના પાયલોટિંગમાં સામેલ

ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયેલા આરોપીઓમાં તિફેલ નોખેજ (ઉંમર 44, રહે.નવી દિલ્હી) સામેલ છે, જે વર્ષ 2014માં અમૃતસરમાં 100 ગ્રામ હેરોઈન અને 2019માં 300 કિલો હેરોઇનની દાણચોરીમાં પાયલોટિંગ કરવાના ગંભીર ગુનાનો ઇતિહાસ ધરાવે છે.બીજો આરોપી મોહમ્મદ ઈમરાન અલ્વી (ઉંમર 38, રહે.મેરઠ, ઉત્તરપ્રદેશ), જે છેડતી, કબૂતરબાજી (માનવ તસ્કરી) અને છેતરપિંડી જેવા અનેક ગુનાઓમાં સંડોવાયેલો કુખ્યાત શખ્સ છે.

જ્યારે ત્રીજો આરોપી કફીલ અહેમદ (ઉંમર 59, રહે.નવી દિલ્હી) છે, જે અગાઉ જયપુરમાં 18.5 કિલો ચરસ, અમદાવાદમાં 100 ગ્રામ એમ.ડી. અને રાજસ્થાનમાં પેરોલ પર છૂટતી વખતે 3 કિલો એલ્પાઝોલમ સાથે પકડાયાનો મોટો ગુનાહિત રેકોર્ડ ધરાવે છે.

આ પણ વાંચોઃ દિલ્હી બેઠક બાદ CM ભૂપેન્દ્ર પટેલના કડક વલણની ચર્ચા, ગુજરાતના અમલદારો પર જવાબદારીનો બોજ વધવાના સંકેત!

ટોલાનાક પરથી ત્રણેય આરોપીને ઝડપી ડ્રગ્સના જથ્થાની ગણતરી.

હેરોઈન અને મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો જપ્ત આ ત્રણેય કુખ્યાત પેડલરો પાસેથી પોલીસે કુલ 2497.490 ગ્રામ એમ.ડી. (મેફેડ્રોન) (જેની કિંમત 1.2 કરોડ રૂપિયા પ્રતિ કિલો છે) અને 4531.220 ગ્રામ હેરોઇન (જેની કિંમત 5 કરોડ રૂપિયા પ્રતિ કિલો છે) જપ્ત કર્યું છે. રામોલ પોલીસ સ્ટેશનની હદમાંથી આંતર-રાજ્ય ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ થયો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad drug case Ahmedabad Police firing Kafil accused

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ